Dawood Ibrahim મરી ગયો કે જીવતો છે? તેના ખાસ ગણાતા છોટા શકીલે શું કહ્યું?

Dawood Ibrahim: બે દિવસથી સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે દાઉદને ઝેર આપવામાં આવ્યું છે. જે બાદ તે કરાચીની એક હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે આ મામલે દાઉદના ખાસ ગણાતા છોટા શકીલે એક મહત્વની વાત કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • સોશિય મીડિયા પર દાઉદ ઈબ્રાહીમના મોતની ખબર
  • દાઉદના સૌથી નજીકના છોટા શકીલે વાતને ગણાવી અફવા
  • દાઉદ સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવાનો શકીલે કર્યો દાવો

નવી દિલ્હીઃ ભાઈ કી મોત કી ખબર કોઈ અફવા હૈ. વહ 1000 ટકા ફિટ હૈ. દાઉદ ઈબ્રાહીમના મોતના સમાચાર અંગે તેના નજીકના છોટા શકીલે આ વાતનો ખુલાસો કર્યો છે. શકીલે દાવો કર્યો કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. મહત્વનું છે કે, છેલ્લાં બે દિવસથી સોશિયલ મીડિયા પર વાતો ચાલી રહી છે કે, દાઉદને કોઈએ કાતિલ ઝેર આપી દીધું હતું જે બાદ તેની તબિયત લથડી હતી અને તેને કરાચીની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. 

સોશિયલ મીડિયાને વાતાને ગણાવી ખોટી 
સોશિયલ મીડિયા પર આખો દિવસ એવી વાતો ચાલતી રહી કે, દાઉદને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે અને તેને ઝેર આપવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં પણ આ વાતે ચર્ચા પકડી હતી. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ પણ બંધ થઈ જતા અટકળોએ વેગ પકડ્યો હતો. ત્યારે દાઉદના ખાસ ગણાતા છોટા શકીલે આ વાતને નકારી હતી. 

છોટા શકીલે શું કહ્યું?
છોટા શકીલે કહ્યું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના મોતની ખબરો ક્યારેક ક્યારેક વહેતી કરવામાં આવતી હોય છે. છોટા શકીલ દાઉદનો જમણો હાથ માનવામાં આવે છે.  તે દાઉદના બિઝનેસનું ગ્લોબલ ઓપરેશન સંભાળે છે. ડોનના મોતના સમાચાર અંગે શકીલે કહ્યું કે, તેની ભાઈ સાથે મુલાકાત થઈ છે અને તે એકદમ ફિટ છે. દાઉદના મોતની અફવા ખોટા હેતુ સાથે ઉડાડવામાં આવી છે.