અંડરવર્લ્ડ ડૉન Dowood Ibrahimને ઝેર આપાયુ, હોસ્પિટલમાં દાખલ

Dawood Ibrahim: સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, દાઉદ ઈબ્રાહિમ કરાચીને એક હોસ્પિટલમાં દાખલ છે. તેને ઝેર આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, હજુ સુધી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

Share:

હાઈલાઇટ્સ

  • દાઉદ ઈબ્રાહિમ કરાચીની હોસ્પિટલમાં દાખલ
  • અજાણ્યા શખ્સે ઝેર આપ્યું હોવાનો દાવો
  • હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે કારણ શું છે

કરાચીઃ મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોઈ અજાણ્યા શખ્સે તેને ઝેર આપ્યું છે. જે બાદ તેને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, હાલ તેની હાલત ગંભીર છે. જો કે, આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. 

ઝેર આપ્યાનો દાવો 
મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. દાઉદ ઈબ્રાહિમને કોઈ અજાણ્યા શખસે ઝેર આપી દીધું છે. જે બાદ દાઉદને કરાચીમાં આવેલી એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આવો દાવો સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર દાઉદની જ ચર્ચા ચાલી રહી છે. 

ગેંગના પૂર્વ સભ્યએ જણાવ્યું 
તો દાઉદની ગેંગ સાથે સંકળાયેલા એક પૂર્વ સભ્યનો દાવો છે કે, દાઉદની હાલત ગંભીર છે અને હાલ તે કરાચીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બે દિવસ પહેલાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. જે ફ્લોર પર તેને દાખલ કરવામા આવ્યો છે ત્યાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. જ્યાં કોઈને પણ જવાની મંજૂરી નથી. ઉચ્ચ અધિકારીઓ અને તેના પરિવારના લોકો જ જઈ શકે છે. 

પાકિસ્તાની મીડિયાએ શું કહ્યું?
જીયો ટીવી ન્યૂઝે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાનો હવાલો આપતા કહ્યું કે, દાઉને લઈ અફવાઓ ચાલી રહી છે. ઝેર આપવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ પહેલાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, દાઉદ કેટલીક ગંભીર બીમારીઓ સામે લડી રહ્યો છે. થોડા સમય પહેલાં એવી ચર્ચાઓ ચાલી હતી કે, ગૈંગ્રીનના કારણે કરાચીની એક હોસ્પિટલમાં તેના પગની બે આંગળીઓ કાપી નાખવામાં આવી હતી.