'ખાવામાં ઝેર નાખી દઈશ', ખરાબ રિવ્યૂ આપતા ડિલીવરી બોયે મહિલાને આપી ધમકી

Food Delivery Boy: સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી પીડિતાના દોસ્તે આપી હતી. તેણે એક વીડિયો પણ શેર કર્યો છે અને તેમાં ડિલીવરી બોયને મહિલાના ઘરની બહાર બૂમો પાડતા પણ જોઈ શકાય છે.

Share:

હાઈલાઇટ્સ

  • ડિલીવરી બોયે મહિલાને આપી મારી નાખવાની ધમકી
  • કહ્યું-ફૂડમાં ઝેર ભેળવીને ખવડાવી દઈશ, મોતની રાહ જોજે
  • સર્વિસ પર ખરાબ રિવ્યૂ આપતા ડિલીવરી બોય ભડક્યો હતો

આજકાલ કેટલાંક લોકો ઘરે બેઠા બેઠા ફૂડ બહારથી મંગવાવાનું પસંદ કરાતા હોય છે. ભૂતકાળમાં પણ ડિલીવરી બોય કે ઓર્ડર આપનારા દ્વારા મારામારી કરવામાં આવી હોય. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સર્વિસ પર મહિલાએ ખરાબ રિવ્યૂ આપ્યો તો ડિલીવરી બોય મહિલાની પાછળ પડી ગયો હતો. આ બોય મહિલાના ઘરે દંડો લઈને ઉભો રહી ગયો અને ધમકી આપવા લાગ્યો કે, ખાવામાં ઝેર ભેળવી દઈશ, બસ મોતની રાહ જોયા કર. આ વાતની જાણકારી મહિલાની એક દોસ્તે આપી હતી અને એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં ડિલીવરી બોય મહિલાની ઘર ઊભેલો અને તેની સાથે
માથાકૂટ કરતો નજરે પડી રહ્યો છે. 

આવી ધમકી આપી 
ચીનની એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, ડિલીવરી બોય કહી રહ્યો છે કે, હું તને ચેતવણી આપુ છું. આગામી સમયે ફૂડ ઓર્ડર કરીશ તો તેમાં ઉંદર મારવાની દવા નાખી દઈશ. બસ, પછી તારા મોતની રાહ જોજે. પીડિતાની દોસ્ત લીનું કહેવું છે કે, તેની દોસ્તની ભૂલ માત્ર એટલી જ છે કે, તેણે સર્વિસ પર ખરાબ રિવ્યૂ આપ્યો હતો. કારણ કે એ સમયે ડિલીવરી બોય ઓર્ડર લઈને પહોંચ્યો નહોતો. એ પછી મેનેજરે તેને સામે માફી માગવા માટે મોકલ્યો હતો. 

ઘરનો દરવાજો પણ તોડી નાખ્યો 
જો કે, ડિલીવરી બોયે તેના ઘરનો દરવાજો પણ તોડી નાખ્યો હતો અને હવે તે વળતર ચૂકવવા માટે પણ તૈયાર હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. લોકો પણ ડિલીવરી બોયની ટીકા કરી રહ્યાં છે. તો કેટલાંક લોકો મહિલાને ગમે તેમ બોલી રહ્યા છે. કેટલાંકે કહ્યું કે, મહિલા તેના કામનું સન્માન કરી રહી નહોતી. 

યુઝરે આવું કહ્યું 
એક યુઝરે લખ્યું કે, નેગેટિવ રિવ્યૂ આપતા પહેલાં ગ્રાહક વિચાર કરે છે કે આનાથી ડિલીવરી બોય પર શું અસર પડશે. આ કોઈ પહેલી ઘટના નથી. આવી અનેક ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે.