અમેરિકાની ડેલોઈટ કંપની 1200 લોકોની છટણી કરશે

2023માં કર્મચારીઓની છટણીનો દોર પુરો થવાનું નામ જ નથી લઈ રહ્યો, ત્યારે તેમાં જાણીતી ઓડિટ ફર્મ કંપની ડેલોઈટનું નામ પણ સામેલ થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં દુનિયાભરની મોટી કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરી છે. હવે આ કંપનીઓની યાદીમાં ઓડિટ ફર્મ કંપની ડેલોઈટ પણ સામેલ થઈ ગઈ છે. ડેલોઈટ 1,200 કર્મચારીઓની છટણી કરશે એક […]

Share:

2023માં કર્મચારીઓની છટણીનો દોર પુરો થવાનું નામ જ નથી લઈ રહ્યો, ત્યારે તેમાં જાણીતી ઓડિટ ફર્મ કંપની ડેલોઈટનું નામ પણ સામેલ થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં દુનિયાભરની મોટી કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરી છે. હવે આ કંપનીઓની યાદીમાં ઓડિટ ફર્મ કંપની ડેલોઈટ પણ સામેલ થઈ ગઈ છે.

ડેલોઈટ 1,200 કર્મચારીઓની છટણી કરશે

એક અહેવાલ મુજબ, ડેલોઈટ કંપનીએ પોતાના કુલ કર્મચારીઓના 1.5 ટકા કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. આવી સ્થિતિમાં કંપની કુલ 1,200 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. આ તમામ કર્મચારીઓની છટણી યુએસમાં થશે.

Deloitte સહિત KPMG અને EY પણ છટણી કરશે

ડેલોઈટ કંપનીના જે વિભાગોમાં છટણી કરાશે, તેમાં મોટા ભાગના ‘નાણાકીય સલાહકાર’ વ્યવસાયમાં કામ કરતા કર્મચારીઓ હશે. કંપનીએ યુએસમાં તમામ 1,200 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ સ્થિતિમાં ભારતમાં કામ કરતા લોકો પર કોઈ અસર નહીં થાય. ગંભીર મંદીને કારણે ડેલોઇટ યુનાઇટેડ સ્ટેટ્સમાં 1,200 નોકરીઓમાં ઘટાડો કરે તેવી ધારણા છે. Deloitte ઉપરાંત KPMG અને EYએ પણ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે.

કન્સલ્ટિંગ બિઝનેસમાં મંદીને કારણે છટણી થશે

ડેલોઇટ 4 સૌથી મોટી આંતરરાષ્ટ્રીય એકાઉન્ટિંગ અને વ્યાવસાયિક સેવાઓ કંપનીઓમાંની એક છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ડેલોઈટની છટણીની અસર અત્યારે યુએસ ઓફિસ પર પડશે. છટણીના આ સમાચાર કર્મચારીઓની આંતરિક ખબરોમાંથી સામે આવ્યા છે. જે મુજબ, કન્સલ્ટિંગ બિઝનેસમાં મંદીને કારણે ડેલોઈટ કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. યુએસ ઓફિસમાં લગભગ 1.5 ટકા કર્મચારીઓને છટણીની અસર થશે.

ફાયનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ડેલોઈટ નાણાકીય સલાહકાર વ્યવસાયમાં છટણી કરશે, જેની મર્જર અને એક્વિઝિશન પ્રવૃત્તિમાં મંદીને કારણે ગંભીર અસર પહોંચી છે. ડેલોઇટના પ્રવક્તાએ જણાવ્યું કે, અમારા અમેરિકાના વ્યવસાયમાં ક્લાયન્ટની માંગ તો ચાલુ જ છે. જે પ્રમાણે અમારા વ્યાપારની પરિસ્થિતિ બદલાશે તે પ્રમાણે અમે જરૂરી પગલાં લઈશું.

PwC તો ભારતીય શાખા માટે 30,000 કર્મચારીઓની ભરતી કરશે

Deloitte અગાઉ, EYએ જાહેરાત કરી હતી કે, યુએસ ઓફિસમાંથી 5 ટકા કર્મચારીઓની છટણી કરશે. જેમાં લગભગ 3,000 કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવશે. આ સિવાય KPMG એ પણ જાહેરાત કરી હતી કે, કંપની યુએસના કર્મચારીઓમાં 2 ટકા જેટલા કર્મચારીઓને છૂટા કરશે. આ બધી કંપનીથી વિપરીત, PwCએ જાહેરાત કરી છે કે, કંપની ભારતીય શાખા માટે આગામી પાંચ વર્ષમાં લગભગ 30,000 કર્મચારીઓની ભરતી કરવા પર કામ કરી રહી છે.