બાંગ્લાદેશમાં ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો, 170 લોકોનાં મોત

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હાલ ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો છે. બાંગ્લાદેશમાં હવે મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ સિઝનલ બીમારી ન બનતાં એક રોગચાળો બની ગયો છે. બાંગ્લાદેશમાં ભારે વરસાદને કારણે ડેન્ગ્યુ વાયુવેગે ફેલાઈ રહ્યો છે. ડેન્ગ્યુ અંગે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ પણ ચેતવણી આપી છે.  સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે આ રોગચાળો એ હદે ફેલાયો છે કે તેને હવે […]

Share:

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હાલ ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો છે. બાંગ્લાદેશમાં હવે મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ સિઝનલ બીમારી ન બનતાં એક રોગચાળો બની ગયો છે. બાંગ્લાદેશમાં ભારે વરસાદને કારણે ડેન્ગ્યુ વાયુવેગે ફેલાઈ રહ્યો છે. ડેન્ગ્યુ અંગે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ પણ ચેતવણી આપી છે. 

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે આ રોગચાળો એ હદે ફેલાયો છે કે તેને હવે ‘એપેડેમિક’ જાહેર કરી દેવો જોઈએ. જોકે સ્થાનિક સરકાર દ્વારા તેને એપેડેમિક જાહેર કરાયો નથી, પરંતુ આ રોગચાળાને લીધે જે રીતે ઈમર્જન્સી સર્જાઈ છે તેને જોતા નિષ્ણાતો માને છે કે આ એક પ્રકારની એપેડમિકની જ સ્થિતિ છે. 

DGHS (ડાયરેક્ટર જર્નલ ઓફ હેલ્થ સર્વિસ)ના ડેટા પ્રમાણે રવિવાર સુધીમાં ડેન્ગ્યુને કારણે બાંગ્લાદેશમાં 176 લોકોનાં મૃત્યુ થયા થયા છે. તેમાંથ 31 બાળકો છે અને 14 વર્ષથી ઓછી વય ધરાવે છે.  ગત બુધવારે 19 લોકોનાં મૃત્યુ થયા હતા. આ વર્ષે ડેન્ગ્યુને કારણે આશરે 33 હજાર લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દેશમાં ડેન્ગ્યુને કારણે થતાં મૃત્યાંક ચેતવણીરૂપ છે. આ વર્ષે ડેન્ગ્યુને કારણે ડેથરેટ 0.53% છે, જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે છે. ગત વર્ષે આ આંકડો 0.45% હતો અને 281 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 

DGHSના ડેટા પ્રમાણે, આ વર્ષે 23 જુલાઈ સુધી 115 લોકોનાં મૃત્ય થયા છે. આ સમયગાળામાં ગત વર્ષે માત્ર 29 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સામાન્ય રીતે બાંગ્લાદેશમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો થાય છે, પરંતુ જુલાઈ મહિનામાં જ રોગાચાળો પ્રસરી જતાં નિષ્ણાતો ચિંતામાં મુકાયા છે. 

ડેન્ગ્યુને કારણે સ્થિતિ એટલી વણસી છે કે એક જ દિવસમાં 2292 લોકોને હોસ્પિટમાં દાખલ કરવા પડી રહ્યા છે. ભારતમાં પણ ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દિલ્હીમાં પૂરની સ્થિતિ હોવાને કારણે મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ જ નહિ ઈજિપ્તમાં પણ ડેન્ગ્યુ રોગચાળાએ માજા મૂકી છે. 

ડેન્ગ્યુ કેવી રીતે થાય છે

માદા એડિઝ ઈજિપ્તી મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ થાય છે. આ માદા મચ્છરો પોતાના શરીરમાં 4 અલગ અલગ પ્રકારના ડેન્ગ્યુ વાઈરસ લઈને ફરે છે. આ મચ્છર કરડે અને જો વાઈરસ તમારા શરીરમાં ફેલાય તો તમને ડેન્ગ્યુ થાય છે, પરંતુ જો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો શરીર આપમેળે જ આ વાઈરસ સામે લડત આપે છે. 

સામાન્ય રીતે આ માદા મચ્છરો દિવસ દરમિયાન કરડે છે. મચ્છર કરડ્યાના 3-14 દિવસ બાદ તેના લક્ષણો જણાય છે. જો તમને આ લક્ષણો જણાય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. 

માયો ક્લિનિક પ્રમાણે ડેન્ગ્યુના લક્ષણો:

  • માથામાં દુખાવો
  • સાંધામાં દુખાવો
  • થાક
  • ઊલટી
  • આંખની પાછળના ભાગમાં દુખાવો
  • શરીરમાં ચાંદા પડી જવા