ગજબની ક્રીએટિવીટીઃ શું આ વસ્તુમાંથી પણ ડ્રેસ બનાવી શકાય?

સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા માટે બનાવ્યો આવો અલગ પ્રકારનો ડ્રેસ

Share:

હાઈલાઇટ્સ

  • એક્સપાયર થયેલી ગજબની વસ્તુમાંથી બનાવ્યો અલગ જ પ્રકારનો ડ્રેસ
  • લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ફેલાવવામાં પોતાની ભૂમિકા નિભાવવા બદલ ડ્રેસ ડિઝાઈનરની પ્રશંસા કરી

ક્રીએટિવ મગજ ધરાવતા લોકો જીવનમાં કેટલીક વાર એવું ઈનોવેશન કરી બેસે છે કે, જેને જોઈને દુનિયાના લોકો વિચારતા રહી જાય. એક ફેશન ડિઝાઈનરે એક વિશેષ કારણથી કોન્ડમમાંથી એક ડ્રેસ બનાવવા માટે એક સરકારી એજન્સી સાથે સહયોગ કર્યો છે. ગુન્નાર ડેથરેજે લોસ એન્જેલસ કાઉન્ટીના સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગ સાથે કોલોબ્રેશન કરીને યૌન સ્વાસ્થ્ય મામલે જાગૃતતા વધારવા માટે એક્સપાયર્ડ કોન્ડમનો ઉપયોગ કરીને એક વિશેષ ડ્રેસ બનાવ્યો છે. યુ-ટ્યુબ પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં તેણે Met Gala-worthy gown બનાવવાની પોતાની પ્રક્રિયા પણ લોકો સાથે શેર કરી છે. 

ડેથરેજે વિડીયોના ટાઈટલમાં જ લખ્યું કે, મેં કોન્ડમમાંથી એક ડ્રેસ બનાવ્યો છે અને તે આશ્ચર્યજનક છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, કોન્ડમને ફૂલો જેવો આકાર આપવા માટે પિન અને ઝીપ ટાઈનો ઉપયોગ કરવામાં આવ્ય છે. પછી તેના પર સ્પ્રે પેઈન્ટ કરવામાં આવે છે અને તેને બ્લેક ડ્રેસની બોર્ડર પર લગાવવામાં આવે છે. જોત-જોતામાં ડ્રેસ બની ગયો અને તેના પરિણામો આશ્ચર્યજનક હતા. 

આ વિડીયોને અત્યારસુધીમાં 5.5 લાખથી વધારે લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર થતા જ લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. તો આ સિવાય કેટલાક લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ફેલાવવામાં પોતાની ભૂમિકા નિભાવવા બદલ ડ્રેસ ડિઝાઈનરની પ્રશંસા કરી છે.