Diwali in US: અમેરિકામાં દિવાળીનો ક્રેઝ! ભારતીય વિદ્યાર્થીઓએ તેમના મિત્રોને પણ દિવાળીની ઉજવણી કરાવી

વ્હાઈટ હાઉસમાં પણ ઉજવાશે દિવાળી

Courtesy: Twitter

Share:

 

Diwali in US: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે, દિવાળી (Diwali in US)ની ઉજવણી કરવાનો અર્થ છે તેમની પરંપરાઓ સાથે જોડાયેલા રહેવું અને તેમની ઉજવણી અમેરિકનોને અન્ય સંસ્કૃતિઓને અપનાવવામાં મદદ કરે છે. અમેરિકામાં હેલોવીનની ઉજવણીની તુરંત બાદ દિવાળીના તહેવારો શરુ થઈ જતા હોય છે. 

 

કેલિફોર્નિયાના ડિઝનીલેન્ડ અને ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર જેવા લોકપ્રિય સ્થળોએ રોશનીનો તહેવાર ઉજવવા સાથે અમેરિકામાં દિવાળી (Diwali in US)ની ઉજવણીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. વ્હાઇટ હાઉસમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ન્યુયોર્કના મેયર એરિક એડમ્સે જૂનમાં જાહેરાત કરી હતી કે, દિવાળીના દિવસે હવે ન્યૂયોર્કમાં પણ શાળામાં રજા રહેશે. 

 

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ વર્ષોથી ખુબ જ ઉલ્લાસ સતાહૈ દિવાળી (Diwali in US)ની ઉજવણી કરતા આવ્યા છે, અને હવે ધીમે ધીમે તેમના અમેરિકી મિત્રો પણ આ ઉજવણીમાં શામેલ થવા લાગ્યા છે. 

 

Diwali in US માટે અમેરિકી લોકો આતુર હોય છે

દિવાળી હવે ખુબ જ નજીક છે. તેવામાં અમેરિકામાં વિવિધ કોલેજોમાં દિવાળી (Diwali in US)ની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. વિવિધ કોલેજોમાં દીવા, લાઇટ અને ધાર્મિક વિધિઓ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. 

 

અમેરિકી લોકો માટે, દિવાળી એ એક એવો તહેવાર છે જે લોકોને એકસાથે લાવે છે. તેઓ ભારતીયોની જેમ દિવાળીને ધાર્મિકતાની નજરથી નથી જોતા. પરડ્યુ યુનિવર્સિટીની વિદ્યાર્થીની એલિઝાબેથ ફ્રેસે કહે છે કે, “હું જ્યારે કૉલેજમાં નવી આવી હતી ત્યારે મને દિવાળી વિશે જાણવા મળ્યું. અમે વિવિધ વાનગીઓ ખાઈને દિવાળીની ઉજવણી કરી હતી". 

 

અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં ઓછામાં ઓછા 100,000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી ઘણાએ અમેરિકન યુનિવર્સિટીઓમાં એડમિશન લીધું છે. ડ્યુક, પ્રિન્સટન, હોવર્ડ, રુટગર્સ અને અન્ય યુનિવર્સિટીઓના કેમ્પસમાં દિવાળી (Diwali in US)ની ઉજવણી માત્ર ભારતીય વિદ્યાર્થીઓને તેમની પરંપરા સાથે જોડાયેલા રહેવામાં મદદ કરવાનો એક માર્ગ નથી, પરંતુ અમેરિકન વિદ્યાર્થીઓ અન્ય સંસ્કૃતિઓ વિશે વધુ જાણે તે માટે પણ છે.

 

પરડ્યુ યુનિવર્સિટીના વિદ્યાર્થી દિપેશ તંબોલીએ જણાવ્યું કે, "અમેરિકામાં રહેતા એક ભારતીય વિદ્યાર્થી તરીકે, દિવાળીની ઉજવણી એ મારી સંસ્કૃતિ અને વારસા સાથે જોડાયેલા રહેવાનો એક માર્ગ છે. તે મને માત્ર મારા મૂળ સાથે જોડાઈ રહેવા માટે જ નહીં પરંતુ મિત્રો અને સ્થાનિક સમુદાય સાથે અમારી સંસ્કૃતિને શેર કરવા માટેના એક સેતુ તરીકે પણ કામ કરે છે.”

 

દિવાળી અમેરિકામાં પરંપરાગત ભારતીય રિવાજો અને સ્થાનિક સંસ્કૃતિના મિશ્રણ સાથે ઉજવવામાં આવે છે, અને તેનું પાલન આ વિસ્તારમાં ભારતીય સમુદાયની સંખ્યાના આધારે બદલાય છે. સારી એવી ભારતીય વસ્તી ધરાવતા મોટા શહેરોમાં, ભારતીયો ગ્રુપ બનાવે છે અને જાહેરમાં દિવાળીના કાર્યક્રમોનું આયોજન કરે છે.