આ ભાઈએ છીંક રોકી તો, ફાટી ગઈ શ્વાસનળીઃ વિશ્વનો પ્રથમ અને ચોંકાવનારો કિસ્સો

આ વ્યક્તિએ છીંક આવતા જ પોતાનું નાક દબાવી દિધું અને મોઢુ બંધ કરી દિધું. જેના કારણે શ્વાસનળી ફાટી ગઈ!

Share:

હાઈલાઇટ્સ

  • છીંક રોકવાના કારણે આ ભાઈની શ્વાસ નળીમાં બે મિલીમીટરનું કાણું પડી ગયું
  • આ પ્રકારે કોઈની શ્વાસ નળી ફાટી ગઈ હોય, એવો આ પ્રથમ કિસ્સો

કેટલીક વાર એવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો અઘરો થઈ જાય. આમ પણ આપણે વર્ષોથી આપણા   વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે, નાની-નાની ભૂલો ક્યારેક મોટી મુશ્કેલીમાં મૂકી દે છે! ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં એક વ્યક્તિને છીંક રોકવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. 

છીંક રોકી તો, ફાટી ગઈ શ્વાસનળી! 
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, એક વ્યક્તિ જ્યારે કાર ચલાવી રહ્યો હતો, ત્યારે અચાનક જ તેને છીંક આવી અને આ વ્યક્તિએ છીંક રોકકી તો તેની શ્વાસની નળી ફાટી ગઈ. હકીકતમાં આ વ્યક્તિએ છીંક આવતા જ પોતાનું નાક દબાવી દિધું અને મોઢુ બંધ કરી દિધું. આ પ્રકારે છીંક રોકવાના કારણે આ ભાઈની શ્વાસ નળીમાં બે મિલીમીટરનું કાણું પડી ગયું છે. ડોક્ટર્સે આ મામલે જણાવ્યું કે, આ પ્રકારે કોઈની શ્વાસ નળી ફાટી ગઈ હોય, એવો આ પ્રથમ કિસ્સો છે. 

ગળાના ભાગે પણ આવી ગયા સોજા
પહેલાતો આ વ્યક્તિને ખ્યાલ જ ન આવ્યો કે મારી સાથે શું થયું છે. પરંતુ તેને ગળાના ભાગે વધારે દુઃખાવો થતા તે તુરંત જ ડોક્ટર્સ પાસે પહોંચ્યો હતો અને તેના ગળાના ભાગે પણ સોજા આવી ગયા હતા. ડોક્ટર્સે જ્યારે એક્સ-રે ચેક કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે, આ વ્યક્તિને સર્જિકલ એમ્ફિસીમા છે. આ એક એવી બિમારી છે કે જેમાં હવા સ્કીનના ડીપ ટિશ્યુ લેયરની પાછળ ફસાઈ જાય છે. ત્યારબાદ, એક સીટી સ્કેનના રિપોર્ટમાં ખ્યાલ આવ્યો કે, આ ચીરો તેની ગરદનના ત્રીજા અને ચોથા કરોડરજ્જુ વચ્ચે હતો. આ સિવાય, હવા તેના ફેફસા અને છાતીના વચ્ચેના ભાગમાં એકત્ર થઈ ગઈ હતી. 

ડોક્ટર્સે કહ્યું કે, આ ભાઈને જ્યારે છીંક આવી ત્યારે તેણે પોતાનું નાક અને મોઢુ બંન્ને બંધ કરી દિધા અને એટલે જ શ્વાસ નળીમાં જોરથી દબાણ આવ્યું અને તેની શ્વાસનળી ફાટી ગઈ. જો કે, ડોક્ટર્સે કહ્યું કે આ કેસમાં સર્જરીની જરૂર નથી પરંતુ દર્દીએ બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડશે. 

ડોક્ટર્સે અન્ય લોકોને આપી આ સલાહ 
આ મામલે ડોક્ટર્સે અન્ય લોકોને પણ સલાહ આપતા કહ્યું કે, આ મામલે દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ. છીંક આવતા સમયે જ્યારે નાક અને મોઢુ બંન્ને બંધ કરી લેવામાં આવે ત્યારે શ્વાસનળી ફાટી જવાની શક્યતાઓ વધારે રહે છે. ભાગ્યે જ એવું બને છે કે કોઈ વ્યક્તિની શ્વાસ નળી ફાટી હોય પરંતુ આ દુર્લભ જરૂર છે પણ અસંભવ નથી. 
 

Tags :