Elon Musk: ઋષિ સુનક સાથેના ઈન્ટરવ્યુમાં કહ્યું, AI બધું કરશે અને નોકરીઓ છીનવી લેશે

Elon Musk: ટેસ્લા ઈંકના સીઈઓ એલન મસ્કે (Elon Musk)બે દિવસીય યુકે AI સુરક્ષા સમિટના ભાગરૂપે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે સ્ટેજ પર વાતચીત કરી હતી અને તે દરમિયાન તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગેના નિયમો માટે નવેસરથી આહ્વાન કર્યું હતું. મસ્કે ગુરૂવારના રોજ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, “નિયમન પરેશાન કરનારૂં હશે તે સાચું” પણ મને લાગે […]

Share:

Elon Musk: ટેસ્લા ઈંકના સીઈઓ એલન મસ્કે (Elon Musk)બે દિવસીય યુકે AI સુરક્ષા સમિટના ભાગરૂપે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે સ્ટેજ પર વાતચીત કરી હતી અને તે દરમિયાન તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગેના નિયમો માટે નવેસરથી આહ્વાન કર્યું હતું. મસ્કે ગુરૂવારના રોજ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, “નિયમન પરેશાન કરનારૂં હશે તે સાચું” પણ મને લાગે છે કે આપણે છેલ્લા અનેક વર્ષોમાં શીખ્યા છીએ કે રેફરી હોય તે એક સારી બાબત છે. 

Elon Muskનું AI અંગે મહત્વનું નિવેદન

ટેસ્લાના સીઈઓ એલન મસ્કના મતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈતિહાસની સૌથી ડિસરપ્ટિવ ફોર્સ છે. એક સમય એવો આવશે જ્યારે નોકરીઓ જ નહીં રહે. AI બધું જ કરી શકશે અને તે એક જાદુઈ જિન્ન સમાન હશે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે ટેસ્લાના સીઈઓ મસ્કનો ઈન્ટરવ્યુ લીધો હતો જેમાં સુનકે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર વાતચીત કરી હતી. આ ઈન્ટરવ્યુ દરમિયાન થયેલી મહત્વની વાતો નીચે મુજબ છે.

વધુ વાંચો… Iranમાં ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં 32 લોકોના મોત, 16 ઘાયલ

1. AI હ્યુમન ઈન્ટેલિજન્સથી ખૂબ આગળ નીકળી જશે

મસ્કે જણાવ્યું હતું કે, “હું ખૂબ લાંબા સમયથી ટેક્નોલોજી સાથે સંકળાયેલો છું. માટે જ હું AIને આવતું જોઈ રહ્યો હતો પરંતુ આ એ વર્ષ છે જ્યારે અનેક સફળતાઓ મળી. ઉદાહરણ તરીકે તમે AI દ્વારા તમારો વીડિયો ક્રિએટ કરી શકો છો.”

ત્યાર બાદ આપણે ચેટ GPT 1, GPT 2, GPT 3 અને 4ને લીડ કરતા જોયા. મારા માટે આ જોવું ખૂબ સરળ હતું કે, તે કઈ દિશામાં જઈ રહ્યું છે. જો તે આ પ્રકારે જ આગળ વધતું રહેશે તો AI હ્યુમન ઈન્ટેલિજન્સ કરતાં ખૂબ આગળ નીકળી જશે. 

2. AI ઈતિહાસની સૌથી ડિસરપ્ટિવ ફોર્સ 

મસ્કે જણાવ્યું કે, એક સમય એવો આવશે જ્યારે નોકરીઓ જ નહીં રહે. AI નોકરીઓને અતીત બનાવી દેશે. તેના સારા અને ખરાબ એમ બંને પાસા છે. તે ભવિષ્યના અનેક પડકારો પૈકીનો એક હશે. 

3. સુરક્ષા માટે ચિંતાનો વિષય

એલન મસ્કે (Elon Musk) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલી ચિંતાઓ મુદ્દે જણાવ્યું કે, “મારા મતે AIમાં સેફ્ટી સંબંધી ચિંતા છે. ખાસ કરીને હ્યુમનોઈડ રોબોટ સાથે. એક કાર દરેક સ્થળે તમારો પીછો ન કરી શકે પણ AIને હ્યુમનોઈડ રોબોટ સાથે જોડવામાં આવે તો તે દરેક સ્થળે પીછો કરી શકશે.”

4. AI સેફ્ટી સમિટમાં ચીનને આમંત્રણ જરૂરી

ઈન્ટરવ્યુ દરમિયાન મસ્કે AI સેફ્ટી સમિટમાં ચીનને આમંત્રણ પાઠવવા બદલ ઋષિ સુનકની પ્રશંસા કરી હતી અને તેને મહત્વનું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, “ચીન AI સેફ્ટીમાં સામેલ થવા ઈચ્છુક છે.”