શું મેટા ટ્વિટરનો વિકલ્પ બનાવી રહી છે?

એક એવી ચર્ચા ચાલી રહી છે કે, મેટાના માલિક માર્ક ઝકરબર્ગ ટ્વિટરના વિકલ્પરૂપે ટેક્સ્ટ આધારિત વિકલ્પ બનાવી રહ્યા છે. અને જો આ વાત સાચી હોય તો આગામી સમય ધમાકેદાર રહેવાનો છે. Twitter અને Facebook બંને સોશિયલ મીડિયામાં ખૂબ જાણીતા નામ છે. આ મામલો  મેટા દ્વારા ટ્વિટર જેવું પ્લેટફોર્મ બનાવી રહી હોવાને કારણે ચર્ચામાં છે. એલોન […]

Share:

એક એવી ચર્ચા ચાલી રહી છે કે, મેટાના માલિક માર્ક ઝકરબર્ગ ટ્વિટરના વિકલ્પરૂપે ટેક્સ્ટ આધારિત વિકલ્પ બનાવી રહ્યા છે. અને જો આ વાત સાચી હોય તો આગામી સમય ધમાકેદાર રહેવાનો છે. Twitter અને Facebook બંને સોશિયલ મીડિયામાં ખૂબ જાણીતા નામ છે. આ મામલો  મેટા દ્વારા ટ્વિટર જેવું પ્લેટફોર્મ બનાવી રહી હોવાને કારણે ચર્ચામાં છે. એલોન મસ્ક મેટાના સીઇઓ સાથે ફાઇટ કરવા માંગે છે અને તેમણે માર્ક ઝકરબર્ગને પડકાર ફેંક્યો છે જે તેમણે સ્વીકારી લીધો છે. તેઓ મેચ માટે તૈયાર છે. તેમણે એક દિવસ પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી એક સ્ટોરી શેર કરીને લોકેશન મોકલવા જણાવ્યું છે. જેના જવાબમાં ટ્વિટરે તેમને લોકેશન બતાવ્યું છે. 

મેટાના સીઇઓને સ્પોર્ટ્સ પસંદ છે અને તેઓ અવારનવાર રમત રમતા રહે છે. તેમને ફાઇટ કરવાનો ખાસો અનુભવ છે અને તેમણે સપ્ટેમ્બર 2021માં UFC એટલે કે અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપમાં આવતા પહેલા તેના એક તાલીમી પાર્ટનર સાથે લડાઈ કરી હતી. 

મસ્કે બાળપણમાં કરાટે, તાઈકવૉન્ડો અને જુડોની તાલીમ લીધી છે. 

મસ્ક દ્વારા ગયા વર્ષે 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ખરીદ્યા પછી જે રીતે ટ્વિટર ચલાવ્યું છે તેના પર મસ્ક અને ઝકરબર્ગ (એક પ્રકારની મૈત્રીપૂર્ણ) વચ્ચે એક પ્રકારની બહેસ ચાલતી હતી પણ હવે જ્યારે ઝકરબર્ગ એક વિકલ્પ વિકસાવી રહ્યા હોવાનું માનવામાં આવે છે ત્યારે તેનો અંત આવ્યો છે. 

હાલમાં ટ્વિટરની વાત કરીએ તો તે માત્ર માઇક્રો-બ્લોગિંગ સાઇટ સુધી જ સીમિત નથી. તેમાં ફૂલ લેન્થની ફીચર અપલોડ કરવા, લાંબી ટ્વિટ લખવા તેમજ કન્ટેન્ટ બનાવનારને સબ્સ્ક્રાઇબ કરવા તેમજ બ્લૂ ટીક ખરીદવા જેવા ફિચરનો સમાવેશ થઈ ચુક્યો છે. આ સાથે જ મસ્કે Twitter પર બીજી સુવિધા પણ ઉમેરી છે જે તમને તમારા પસંદગીના કન્ટેન્ટને હાઇલાઇટ કરવા દેશે. એટલે કે, તેમે એક અલગ ટેબમાં તમારી મનપસંદ ટ્વીટ્સ એડ કરી શકશો. આ ફીચર ઇન્સ્ટાગ્રામ જેવું છે, જે યુઝરને તેમની પ્રોફાઇલ પર હાઇલાઇટ તરીકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી એડ કરવા મંજૂરી આપે છે. 

આ તમામ બાબતો છતાં જો માર્ક ઝકરબર્ગ દ્વારા તેનો વિકલ્પ રજૂ કરાઈ રહ્યો હશે તો આગામી સમય જ જણાવશે કે, સોશ્યલ મીડિયામાં શું નવું થશે.