દુનિયાનું સૌથી મોટું રોકેટ લોન્ચ માટે SpaceX તૈયાર 

એલોન મસ્કનું  SpaceX તેના નવા સ્ટારશિપ રોકેટ ને અવકાશમાં લોન્ચ કરવા તૈયાર છે.  અનક્રુડ ટેસ્ટ ફ્લાઇટમાં અવકાશમાં લોન્ચ કરવા માટે સેટ છે. જો સફળતાપૂર્વક તેનું લોન્ચ થશે તો SpaceXનું સ્ટારશિપ પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી રોકેટ બની જશે SpaceX એ સોમવારે તેનાં અત્યંત શક્તિશાળી  અને નવા સ્ટારશીપ રોકેટને પ્રથમવાર માનવરહિત પરીક્ષણ ઉડાણ માટે તૈયારી કરી હતી.  […]

Share:

એલોન મસ્કનું  SpaceX તેના નવા સ્ટારશિપ રોકેટ ને અવકાશમાં લોન્ચ કરવા તૈયાર છે.  અનક્રુડ ટેસ્ટ ફ્લાઇટમાં અવકાશમાં લોન્ચ કરવા માટે સેટ છે. જો સફળતાપૂર્વક તેનું લોન્ચ થશે તો SpaceXનું સ્ટારશિપ પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી રોકેટ બની જશે

SpaceX એ સોમવારે તેનાં અત્યંત શક્તિશાળી  અને નવા સ્ટારશીપ રોકેટને પ્રથમવાર માનવરહિત પરીક્ષણ ઉડાણ માટે તૈયારી કરી હતી. 

394 ફૂટ (120 મીટર) ની ઊંચાઈ ધારવતું બે સ્તરીય આ રોકેટ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં પણ ઊંચું છે. અને તે ટેક્સાસ  ખાતેના બોકા ચિકાની SpaceX ખાતેથી સવારે બે કલાકની આઠ વાગે ખૂલતી વિન્ડો દરમ્યાન બ્લાસ્ટ ઓફ માટે તૈયાર કરાઇ હતી. 

આ સ્પેસ મિશનનું ઉદ્દેશ પૂરું થાય છે કે નહીં તે SpaceXની ચંદ્ર પર અને ત્યારબાદ મંગળ પર માણસોને મોકલવાની તેની મહત્વાકાંક્ષા માટેનો એક મહત્વનો પડાવ  દર્શાવે છે. આ ઉપરાંત તે સ્ટારશીપને  સંકલિત  કરવાના NASA ના અંતરિક્ષયાન કાર્યક્રમનું મુખ્ય લક્ષ્ય પણ છે. 

એલોન મસ્કે ટ્વિટ કરતાં  જણાવ્યું કે, સફળતા એ નથી કે જેની અપેક્ષા રાખવી જોઈએ. જો તે સફળ નહીં થાય તો આપણને કઈ નહીં તો એક વાહન કેમ આકાશમાં ઉપર જાય છે અને કેવીરીતે ધરતી પર પાછું આવે છે તની  મહત્વપૂર્ણ માહિતો તો ચોક્કસ પ્રાપ્ત થશે.  “કદાચ, આવતીકાલે સફળ થશે નહીં, તેણે કહ્યું. “તે માત્ર એક ખૂબ જ મૂળભૂત રીતે મુશ્કેલ બાબત છે.”

પરંતુ SpaceXને માત્ર એક અવકાશયાન લોન્ચ કરવામાં ભારે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે પણ જો તે સફળતાપૂર્વક જમીન પરથી સફળતા પૂર્વક ઉપડી જાય તો તે તરત જ  પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી રોકેટ બની જશે. 

કેલિફોર્નિયા સ્થિત આ કંપની જણાવ્યું કે, ફ્લાઇટની તૈયારી ચાલી રહી છે અને તેને લગતા પાસાઓ હવાની અને અન્ય પરિસ્થિતિ જોઈને તેને લોન્ચ કરશે 

SpaceX એ જણાવ્યું કે, લોંછણું જીવંત પ્રસારણ કરવામાં આવશે. 

એલોન મસ્કે ચંદ્ર અને મંગળ પર મનુષ્યોને મોકલવાનું સકનું સાકાર કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે. આ સ્ટારશીપ રોકેટ  અવકાશમાં મુસાફરી કરતાં કોઈપણ વાહન કરતાં વધુ શક્તિશાલી છે અને તેનાં લૉન્ચિંગનો પ્રયાસ સોમવારે કરાશે. 

આ રોકેટથી માંસ બીજા ગ્રહ સુધી જઇ શકશે અને એલોન મસકનું સ્વપ્ન વર્ષ 2029 સુધીમાં માણસને મંગળ પર મોકલવાનું અને ત્યાં કોલોની સ્થાપવાનું છે.