સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના દુશ્મનો, પોતાના દેશમાં પણ થઈ રહ્યો છે વિરોધ

ચીનની આક્રમક અને ક્રૂર નીતિઓના કારણે વિશ્વના અન્ય દેશો ઉપરાંત ચીનનીઅંદર પણ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેનો રોષ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને અનુલક્ષીને ચીન અંગેના વૈશ્વિક જનમતના વર્તમાન સર્વેક્ષણોમાં ખૂબ નકારાત્મક રિપોર્ટ સામે આવ્યો છે જે આ વાતનો પુરાવો છે. વિશ્વના બીજા સૌથી વિશાળ અર્થતંત્ર ધરાવતા દેશ ચીનમાં હાલ બધું જ રમણ ભમણ છે. અર્થતંત્ર […]

Share:

ચીનની આક્રમક અને ક્રૂર નીતિઓના કારણે વિશ્વના અન્ય દેશો ઉપરાંત ચીનનીઅંદર પણ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેનો રોષ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને અનુલક્ષીને ચીન અંગેના વૈશ્વિક જનમતના વર્તમાન સર્વેક્ષણોમાં ખૂબ નકારાત્મક રિપોર્ટ સામે આવ્યો છે જે આ વાતનો પુરાવો છે. વિશ્વના બીજા સૌથી વિશાળ અર્થતંત્ર ધરાવતા દેશ ચીનમાં હાલ બધું જ રમણ ભમણ છે. અર્થતંત્ર નબળુ પડી રહ્યું હોવાથી ચીનના લોકો પણ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામે ખુલીને રોષ દર્શાવવા લાગ્યા છે. ચીનના લોકો રાષ્ટ્રપતિ શી જિનપિંગની નીતિઓની પણ ભારે ટીકા કરી રહ્યા છે. 

ચીનની વસ્તીમાં ઘટાડો પણ રોષનું કારણ

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ પ્રમાણે શી જિનપિંગની નીતિઓના કારણે ચીનના મિત્રો ખૂબ ઓછા બચ્યા છે અને દુશ્મનોની સંખ્યામાં વધારો થયો છે. આ કારણે ચીને પોતાના દેશની સાથે સાથે વિદેશમાં પણ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ચીનની વસ્તીમાં થઈ રહેલો ઘટાડો અને નબળું પડી રહેલું અર્થતંત્ર ચીનના નાગરિકોની સાથે સાથે ચીનના રાષ્ટ્રપતિની મુશ્કેલીમાં પણ વધારો કરી રહ્યા છે. 

હકીકતે ચીનની વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે એ એકમાત્ર સમસ્યા નથી. મુખ્ય કારણ એ પણ છે કે, ચીનના લોકો હવે વૃદ્ધ થઈ રહ્યા છે અને યુવાનોની સંખ્યા પણ સતત ઘટી રહી છે જેથી વર્કફોર્સ પણ ઘટ્યો છે. ચીનમાં રોજગારીની તકોમાં પણ ભારે ઘટાડો થયો છે. ચીનના યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે, ચીનની સરકારે તાજેતરમાં જ પ્રાસંગિક ડેટા જાહેર કરવા પર પ્રતિબંધ લાગુ કરી દીધો હતો. મતલબ કે, ચીન હવે બેરોજગારીના આંકડા જાહેર નહીં કરી શકે. 

વોશિંગ્ટન પોસ્ટે આઈટી ઈન્ડસ્ટ્રી કાઉન્સિલના નીતિ, એશિયા અને વૈશ્વિક વ્યાપારના ઉપાધ્યક્ષ નાઓમી વિલ્સનના હવાલાથી જણાવ્યું હતું કે, ચીને એ સમજવાની જરૂર છે કે, તેઓ હવે આ પ્રકારના વિદેશી રોકાણને આકર્ષિત કરવા માટે પોતાના માર્કેટના વિશાળ સ્કેલ પર ભરોસો ન કરી શકે. એટલે સુધી કે, ચીની કંપનીઓ પણ ચીનની બહાર શિફ્ટ થવા પ્રયત્ન કરી રહી છે. 

2008માં શી જિનપિંગ જ્યારે ચીનના પ્રમુખ બન્યા ત્યારે એમ લાગ્યું હતું કે, શી જિનપિંગની નીતિઓ ચીનને આર્થિક એન્જિનિ બનવાના માર્ગ પર લઈ જઈ રહી છે પરંતુ વર્તમાન સ્થિતિ એક અલગ તસવીર રજૂ કરે છે. જે વ્યાપક આર્થિક આંકડાઓ સાથે યુવા પેઢીની આશામાં થઈ રહેલા ઘટાડાને પણ દર્શાવે છે. કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના ફટકામાંથી ચીન હજુ પણ બહાર નથી આવી શક્યું. રિયલ એસ્ટેટ સેક્ટમાં જે ઉથલ પાથલ મચી છે તે સ્થિતિને વધારે બદતર બનાવી રહી છે. ચીનમાં જીવનના લગભગ દરેક પાસાઓ પર શી જિનપિંગની સત્તાવાદી પકડ જે રીતે સતત મજબૂત બની રહી છે તે સ્થિતિને વધુ વિકટ બનાવી રહી છે.