યુરોપિયન યુનિયને ભારતના પ્રયત્નોને આપ્યું સમર્થન, યુક્રેન સંકટ મામલે રશિયા સામે કાર્યવાહી માટે સહમતિ દર્શાવી

યુરોપિયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલે કહ્યું હતું કે, યુરોપિયન યુનિયન (EU) G20 શિખર સંમેલન માટે સામાન્ય સહમતિવાળા નેતાઓના ઘોષણાપત્રને અંતમિ સ્વરૂપ આપવા માટેના ભારતના પ્રયત્નોને સમર્થન આપે છે. યુક્રેન સંકટના સંદર્ભમાં પશ્ચિમ અને રશિયા વચ્ચેના મતભેદ સામાન્ય સહમતિવાળી સંયુક્ત વિજ્ઞપ્તિ માટે મુખ્ય અડચણ છે અને G20ના વાર્તાકારો છેલ્લા કેટલાક દિવસોથી ગહન વિચાર-વિમર્શ કરી રહ્યા છે.  […]

Share:

યુરોપિયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલે કહ્યું હતું કે, યુરોપિયન યુનિયન (EU) G20 શિખર સંમેલન માટે સામાન્ય સહમતિવાળા નેતાઓના ઘોષણાપત્રને અંતમિ સ્વરૂપ આપવા માટેના ભારતના પ્રયત્નોને સમર્થન આપે છે. યુક્રેન સંકટના સંદર્ભમાં પશ્ચિમ અને રશિયા વચ્ચેના મતભેદ સામાન્ય સહમતિવાળી સંયુક્ત વિજ્ઞપ્તિ માટે મુખ્ય અડચણ છે અને G20ના વાર્તાકારો છેલ્લા કેટલાક દિવસોથી ગહન વિચાર-વિમર્શ કરી રહ્યા છે. 

મિશેલે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી G20 સમિટ પહેલા એક મીડિયા બ્રીફિંગ દરમિયાન એવી સ્પષ્ટતા કરી હતી કે, યુરોપિયન યુનિયન યુક્રેનનું સમર્થન કરવાથી કે આક્રમણ કરવા બદલ રશિયા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાંથી પાછીપાની નહીં કરે. મિશેલે યુક્રેન સંકટની સંભાવના અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, “મને નથી ખબર કે અંતિમ વિજ્ઞપ્તિ પર સહમતિ સાધવી શક્ય છે કે નહીં પણ અમે અમારા સિદ્ધાંતોનું રક્ષણ કરીશું અને ભારત દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને પણ સમર્થન આપીશું.”

મિશેલે કહ્યું હતું કે, તેઓ કોઈ આકરૂં નિવેદન આપવા નથી ઈચ્છતા અને તેના બદલે ભારતને સક્રિયરૂપે, કદાચ કોઈ વખત વિવેકપૂર્ણ રીતે કામ કરવા માટે જગ્યા આપવા ઈચ્છે છે જેથી વિજ્ઞપ્તિ રિલીઝ કરવા માટે મહત્તમ તક મળે. વધુમાં કહ્યું હતું કે, અમને આશા છે કે, એક વિજ્ઞપ્તિ જાહેર કરવી સંભવ બનશે અને યુક્રેન સામે રશિયા દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધ મામલે યુરોપિયન યુનિયન ટેબલની ચારે તરફ જે સ્થિતિનો બચાવ કરી રહ્યું છે તેના વિશે કોઈ રહસ્ય નથી. 

આંતરરાષ્ટ્રીય સમુદાયથી અલગ થઈ રહ્યું છે રશિયા

ભારતીય નેતૃત્વે રશિયા અને યુક્રેન વચ્ચેની શત્રુતાને તાત્કાલિક સમાપ્ત કરવા અને વાર્તા, કૂટનીતિ તરફ પાછા ફરવા માટે સતત આહ્વાન કર્યું છે. ભારતે સૈન્ય હાર્ડવેર અને ઉર્જાના પ્રમુખ સપ્લાયર રશિયાની કાર્યવાહીની સાર્વજનિકરૂપે ટીકા નથી કરી. મિશેલે કહ્યું હતું કે, રશિયા આંતરરાષ્ટ્રીય સમુદાયથી પોતાને અલગ કરી રહ્યું છે, ખાસ કરીને તેણે જ્યારે સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્ય હોવા છતા સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન કર્યું છે. 

તેમણે ખાદ્ય અને ઉર્જા સુરક્ષા મામલે વિકાસશીલ દેશો પર રશિયન આક્રમણના પરિણામ તરફ પણ ઈશારો કર્યો હતો. ખાસ કરીને બ્લેક સી અનાજ પહેલમાંથી મોસ્કોની વાપસી બાદ.આમ મિશેલના કહેવા પ્રમાણે G20 સમિટમાં યુરોપિયન યુનિયનનું વલણ સંપૂર્ણપણે યુક્રેનનું સમર્થન કરનારૂં અને કોઈ પણ દેશના સાર્વભૌમત્વ અને અખંડતા પર હુમલો કરનારા દેશ સામે અવાજ ઉઠાવનારૂ હશે. રશિયા સામે દંડાત્મક કાર્યવાહીનું સમર્થન કરવું એ દરેક લોકશાહી ધરાવતા દેશનું કર્તવ્ય છે.