વિદેશમંત્રી એસ જયશંકરે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગુજરાતના આર્થિક યોગદાનની પ્રશંસા કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે દિલ્હીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાત અને તેના લોકોના નોંધપાત્ર આર્થિક યોગદાનની પ્રશંસા કરી હતી. જેમાં તેમણે ઉદ્યોગસાહસિકતા, જોખમ લેવાની ક્ષમતા અને વૈશ્વિક સ્તરે તકો શોધવાની ઈચ્છા માટે પ્રતિષ્ઠા પર પ્રકાશ પાડયો હતો. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી […]

Share:

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે દિલ્હીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાત અને તેના લોકોના નોંધપાત્ર આર્થિક યોગદાનની પ્રશંસા કરી હતી. જેમાં તેમણે ઉદ્યોગસાહસિકતા, જોખમ લેવાની ક્ષમતા અને વૈશ્વિક સ્તરે તકો શોધવાની ઈચ્છા માટે પ્રતિષ્ઠા પર પ્રકાશ પાડયો હતો.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિના ઉદ્ઘાટન સમારોહમાં વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, “ગુજરાત લાંબા સમયથી આર્થિક બાબતોમાં ભારતમાં અગ્રેસર રહ્યું છે.”

ગુજરાતી સમુદાયની વૈશ્વિક હાજરી અંગે, વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું હતું, “દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી ન હોય અને ક્યારેક મને શંકા થાય છે કે આ જ કારણ છે કે તેઓએ રાજ્યમાંથી વિદેશમંત્રીને સંસદમાં મોકલવાનું પસંદ કર્યું છે.”

ગુજરાત અગ્રેસર પર્ફોર્મર અને લીડર- ડૉ. એસ જયશંકર

તેમણે ભારતના આર્થિક લેન્ડસ્કેપમાં ગુજરાતના મહત્વને રેખાંકિત કરતાં કહ્યું હતું કે, “ગુજરાત અગ્રેસર, પર્ફોર્મર અને લીડર રહ્યું છે, તેથી ગુજરાતમાં આર્થિક ઘટનાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. તેથી ત્યાં આવનાર કોઈપણ વ્યક્તિ માત્ર ભારતનું પ્રદર્શન જ નહીં પરંતુ ભારતની ભવિષ્યની સંભાવનાઓ પણ જોતો હોય છે.”

ગુજરાત સાથે જોડાયેલી મુખ્ય આર્થિક પહેલોનો ઉલ્લેખ કરતા, વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરે ભારત માટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરે પણ મોટી ભૂમિકા ભજવી છે. અહીં ફરીથી ભારત માટે ટેક-ઓફ પોઈન્ટ એ ભારતનો પશ્ચિમ કિનારો છે, ખાસ કરીને ગુજરાતનો કિનારો છે. 

હાઈબ્રિડ એનર્જી પાર્કનું મહત્ત્વ સમજાવ્યું

નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટમાં આર્થિક કોરિડોર પર ભારત, US, UAE, સાઉદી અરેબિયા, ફ્રાન્સ, જર્મની, ઈટલી અને EU દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે – જેમાં બે અલગ-અલગ કોરિડોરનો સમાવેશ થશે, પૂર્વીય કોરિડોર ભારતને પશ્ચિમ એશિયા/મધ્ય પૂર્વ સાથે જોડે છે અને ઉત્તરીય કોરિડોર પશ્ચિમ એશિયા/મધ્ય પૂર્વને યુરોપ સાથે જોડે છે.

વિદેશમંત્રી એસ જયશંકરે હાઈબ્રિડ એનર્જી પાર્ક અને ફૂડ પાર્ક વિશે વાત કરતાં I2U2 પહેલ પર પ્રકાશ પાડયો હતો જેનું ગુજરાત માટે આયોજન કરવામાં આવ્યું છે. ભારતના ઉર્જા અને ખાદ્ય ઉત્પાદન ધ્યેયોમાં રાજ્યની મહત્વની ભૂમિકા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે અમે ગુજરાતમાં તેના વિકાસ માટે રાહ જોઈ રહ્યા છીએ. 

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની દસમી આવૃત્તિ નવા ભારતના વિઝનને આકાર આપવા માટે ‘પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ થી ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ સુધીની ગુજરાતની સફરમાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. 

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે સેગમેન્ટમાં યોજાશે, જેમાં ઉદ્ઘાટન સેશન, ઈન્ટરેક્ટિવ સેશન અને મિશનના વડાઓ સાથેની વાતચીતનો સમાવેશ થાય છે.