જાપાનમાં એમપોક્સ રોગના કારણે પહેલું મોત, WHOની ચિંતામાં વધારો

આંકડાઓ અનુસાર 1 ડિસેમ્બર 2023 સુધીમાં 113થી વધુ દેશોમાં એમપોક્સના કૂલ 92,182 જેટલા કેસ નોંધાયા છે. તો આ સિવાય આ બિમારીના કારણે અત્યાર સુધીમાં કૂલ 170 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • જાપાનમાં એમપોક્સથી 30 વર્ષીય યુવકનું મોત થયું
  • એમપોક્સ સંક્રમણના કારણે જાપાનમાં પહેલું મોત

જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી વિગતો અનુસાર, એમપોક્સના કારણે સૈતામાં પ્રાંતમાં રહેતા એક 30 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મંત્રાલયે કહ્યું કે, તે વ્યક્તિ ઈમ્યુનોડેફિશિએન્સીથી પીડિત હતો. ઉલ્લેખનીય છે કે, ગત મે મહિનામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે, એમપોક્સ એ હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી. ત્યારે જાપાનનો આ કેસ હવે ચિંતાનો વિષય બની શકે છે. 

WHO દ્વારા જાહેર કરવામાં આવેલા અધિકારિક આંકડાઓ અનુસાર 1 ડિસેમ્બર 2023 સુધીમાં 113થી વધુ દેશોમાં એમપોક્સના કૂલ 92,182 જેટલા કેસ નોંધાયા છે. તો આ સિવાય આ બિમારીના કારણે અત્યારસુધીમાં કૂલ 170 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

કેવી રીતે ફેલાય છે આ રોગ? 
સીડીસી અનુસાર, આ વાયરસ સંક્રમિત જાનવર અથવા વ્યક્તિના શરીરમાંથી નિકળેલા ફ્લૂડના સંપર્કમાં આવવાથી અને સંક્રમિત જાનવરના કરડવાથી, અને તેને સ્પર્શ કરવાથી ફેલાય છે. આ રોગ મુખ્યત્વે ઉંદર, ગરોળી અને બંદરોથી વધારે ફેલાય છે. 

એમપોક્સથી બચવાના ઉપાય 
આ રોગથી બચવા માટે સંક્રમિત જાનવરો અને તેમાંપણ વિશેષ રૂપે મૃત જાનવરોના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. આ સિવાય એક્સપર્ટ્સનું કહેવું છે કે, એ તમામ ખાદ્યપદાર્થો યોગ્ય રીતે અને ધ્યાનથી રાંધવા જોઈએ કે જેમાં જાનવરોના માંસનો કોઈ ભાગ હોય.

Tags :