Pakistan: પ્રથમવાર હિન્દુ મહિલાએ ચૂંટણી માટે ફોર્મ ભર્યુ

પાકિસ્તાનમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. લોકોમાં પણ ભારે ઉત્સાહ છે. ત્યારે હાલ પાકિસ્તાનમાં સવીરા પ્રકાશ ચર્ચાનો હોટ મુદ્દો બની ગયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • 3 જાન્યુઆરી સુધી ફોર્મ જમા કરવવાનું રહેશે
  • સવીરા પ્રકાશને પીપીપીએ ટિકિટ આપી છે
  • પાકિસ્તાનની સૌથી મોટી પાર્ટી છે પીપીપી

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. જેને લઈને હાલ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે, પાકિસ્તાનની આ સામાન્ય ચૂંટણીને લઈ છેલ્લાં કેટલાંક દિવસોથી ઉત્સુકતા હતી, પણ તારીખ જાહેર થતા એના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. પણ હવે પાકિસ્તાનની આ સમાન્ય ચૂંટણી એક મુદ્દાના કારણે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે પાકિસ્તાનના રાજકારણમાં પહેલીવાર કોઈ હિંદુ મહિલાની એન્ટ્રી થઈ છે. આ મહિલાનું નામ છે સવીરા પ્રકાશ, જેમણે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. 

સૌથી મોટી પાર્ટીના ઉમેદવાર
મહત્વનું છે કે, આખુ વિશ્વ જાણે છે કે પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ કેવી છે. ત્યારે કોઈ મહિલાનું આ રીતે રાજકારણમાં આવવું એ કોઈ નાની અમથી વાત નથી. આ હિંદુ મહિલા કાર્ડ રમનારી પાર્ટી બીજી કોઈ નહીં પણ પાકિસ્તાનની સૌથી મોટી પાર્ટી પીપીપી એટલે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી છે. પાકિસ્તાનમાં 16મી નેશનલ એસેમ્બલી માટે આગામી 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી છે. 

કૌણ છે ડૉ. સવીરા પ્રકાશ?
પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાની હિંદુ ડૉ. સવીરા પ્રકાશ આગામી સામાન્ય ચૂંટણીમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બુનેર જિલ્લામાંથી ચૂંટણી લડશે. આ સાથે તે અલ્પસંખ્યક સમુદાયની પહેલી મહિલા ઉમેદવાર બનવવા માટે પણ જઈ રહ્યાં છે. સ્થાનિક અખબાર ડોનનો રિપોર્ટ માનીએ તો, સવીરા પ્રકાશે ગઈ 23 ડિસેમ્બરના રોજ પીકે-25ની સામાન્ય સીટ માટે ઉમેદવારી ફોર્મ પણ જમા કરાવી દીધું છે. તે હાલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની મહિલા વિંગની મહાસચિવ તરીકે કામ કરે છે. પાર્ટી સવીરા પ્રકાશ પર પોતાનો દાવ લગાવવા માટે તૈયાર છે.