Flying Car: રોડ પર ચાલતી કાર બની જશે એરક્રાફ્ટ, થોડા સમયમાં તમે પણ બુક કરી શકશો આ Car

વર્ષ 2024ના અંત સુધીમાં ચીનમાં આ ફ્લાઈંગ કારનું ઓફિશિયલ બુકિંગ શરૂ થઈ જશે અને વર્ષ 2025 સુધીમાં તેની ડિલિવરી શરૂ કરવાની પણ યોજના છે. યુઝર્સ 2025ના અંત સુધીમાં આ ફ્લાઈંગ કારનો ઉપયોગ કરી શકશે.

Share:

હાઈલાઇટ્સ

  • આ કાર જમીન પર દોડવાની સાથે હવામાં પણ ઉડી શકે છે
  • આ કાર એક ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ એરક્રાફ્ટ (eVTOL) છે

 

અમેરિકાના લાસ વેગાસમાં આયોજિત કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શોમાં એકથી એક નવા અને યુનિક કોન્સેપ્ટનના વાહનો રજૂ કરવામાં આવ્યા. આ વચ્ચે ચીનની પ્રમુખ ટેક કંપની XPENG એ પણ પોતાની ફ્લાઈંગ કાર XPENG AEROHT રજૂ કરી છે. સ્ટેજ પર આવતા જ હવામાં ઉડનારી આ કારે લોકોનું ખૂબજ ધ્યાન આકર્ષિત કર્યું. રસપ્રદ વાત એ છે કે, આ કોઈ સામાન્ય કોન્સેપ્ટ વ્હિકલ નથી કે જેને માત્રા બ્રાન્ડિંગ અથવા પ્રમોશન માટે શોકેસ કરવામાં આવ્યું હોય પરંતુ કંપની આ મોડ્યુલર ફ્લાઈંગ કારને લોન્ચ કરવાને લઈને અધીરી છે.  

વર્ષ 2024ના અંત સુધીમાં ચીનમાં આ ફ્લાઈંગ કારનું ઓફિશિયલ બુકિંગ શરૂ થઈ જશે અને વર્ષ 2025 સુધીમાં તેની ડિલિવરી શરૂ કરવાની પણ યોજના છે. યુઝર્સ 2025ના અંત સુધીમાં આ ફ્લાઈંગ કારનો ઉપયોગ કરી શકશે. એશિયાની સૌથી મોટી ફ્લાઈંગ કાર કંપની XPENG દાવો કરે છે કે આ નવો કોન્સેપ્ટ ટ્રાન્સપોર્ટેશનનું ભવિષ્ય બદલી નાખશે.

કંપનીના જણાવ્યા મુજબ, આ ઉડતી કારની ડિઝાઇનને બે ભાગમાં વહેંચવામાં આવી છે, જે તેને જમીન પર દોડવાની સાથે હવામાં પણ ઉડી શકે છે. આ એક ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ એરક્રાફ્ટ (eVTOL) છે, જે કારની જેમ રસ્તા પર સરળતાથી આગળ વધી શકે છે અને જો જરૂર પડે તો તેને એરક્રાફ્ટની જેમ હવામાં પણ ઉડાવી શકાય છે.

Xpeng Aeroht નુ મિકેનીઝમ બે પાર્ટમાં વિભાજીત કરવામાં આવ્યું છે અને આને ટેરેસ્ટ્રીયલ અને એરીયલ મોડમાં સ્વિચ કરી શકાય છે. આની એક એર મોડ્યુલ ફેસેલિટી આને કોઈ હેલીકોપ્ટરની જેમ વર્ટિકલ ટેકઓફ કરવામાં મદદ કરે છે. જ્યારે ગ્રાઉન્ડ મોડ્યુલ આને રોડ પર ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન તરીકે ઓપરેટ કરવા માટે સરળ બનાવે છે. આ લેન્ડ એરક્રાફ્ટ કેરીયરનો ટાર્ગેટ જમીનથી હવા સુધી હ્યુમન ટ્રાન્સપોર્ટેશનને સરળ બનાવવાનો છે.