Dowood Ibrahimના સંબંધી પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ આખા પરિવાર સાથે હાઉસ અરેસ્ટ

છેલ્લાં બે દિવસથી એવી વાતો વહેતી થઈ છે કે, દાઉદ ઈબ્રાહીમને કોઈએ ઝેર આપી દીધું છે અને તે કરાચીની હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને દાઉદના સંબંધી જાવેદ મિયાંદાદને આખા પરિવાર સાથે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • જાવેદ મિયાંદાદ પરિવાર સાથે હાઉસ અરેસ્ટ કરાયા
  • દાઉદ ઈબ્રાહીમ સાથે છે નજીકનો સંબંધ
  • દાઉદની દીકરી સાથે જાવેદ મિયાંદાદે કર્યા હતા લગ્ન

કરાચીઃ પાકિસ્તાનના કરાચીમાં આવેલી એક હોસ્પિટલમાં દાઉદ ઈબ્રાહીમને દાખલ કરવામાં આવ્યો છે. તેને કોઈ અજાણી વ્યક્તિએ ઝેર આપી દીધું છે. આવી વાતો અને અફવાઓ તથા વિવિધ સમાચારો ચાલી રહ્યા છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, દાઉદની હાલત ગંભીર છે અને તેને સુરક્ષા પણ આપવામાં આવી છે. બીજી તરફ, તે મરી ગયો હોવાના પણ રિપોર્ટ સામે આવ્યા છે. ત્યારે હવે દાઉદના સંબંધી અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ પર ગાળીયો કસાયો છે. તેમને આખા પરિવાર સાથે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. 

શું છે દાઉદ અને મિયાંદાદનો સંબંધ?
જ્યારે એક પાકિસ્તાની ક્રિકેટરે દાઉદ સાથે સંબંધ બાંધવાનો નિર્ણય લીધો તો ભારતે ખૂબ જ નારાજગી વ્યકત કરી હતી. આ ક્રિકેટરનું નામ છે જાવેદ મિયાંદાદ. તેણે 124 ટેસ્ટ, 233 વનડે, 402 પ્રથમ શ્રેણીની મેચ રમ્યા બાદ 1996માં સંન્યાસ લીધો હતો. મિયાંદાદ ભારતના કપિલ દેવ અને સુનિલ ગવાસ્કર સહિત કેટલાંકના મિત્ર છે. જાવેદે દાઉદની દીકરી માહરુખ સાથે લગ્ન કર્યા હતા. તેણે 5 ઓગસ્ટ 2005માં કરાચીમાં લગ્ન કર્યા હતા. લગ્ન અને રિસેપ્શનમાં દાઉદ હાજર રહ્યો નહોતો. કારણ કે તે લોકોની સામે આવવા માગતો નહોતો. 

મિયાંદાદે આ ટિપ્પણી કરી હતી?
જાવેદ મિયાંદાદે ભારતને લઈને અનેકવાર વિવાદિત ટિપ્પણી કરી છે. ભારત વિરોધી પણ અનેક વાતો કહી છે. તાજેતરમાં જ તેઓએ અયોધ્યામાં બની રહેલાં રામ મંદિરને લઈને વિવાદ છેડ્યો હતો. જાવેદ ટિપ્પણી કરી હતી કે, રામ મંદિરમાં આવનારા હિંદુઓ પણ મુસ્લિમ બનીને બહાર નીકળશે. આ વીડિયો વાયરલ થયા બાદ જાવેદ મિયાંદાદની ખૂબ જ નિંદા થઈ હતી.