તુર્કીમાં ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ 

તુર્કીમાં અભ્યાસ કરતા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં મોત થયા આ સમાચાર મળતા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.  મૃતક વિદ્યાર્થીઓમાં બે બનાસકાંઠાના અને બે પોરબંદરના છે. મૃતકોમાં બે છોકરીઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતના સમાચાર મળતા જ વતનમાં રહેતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે.  પરિવારજનોની માંગ છે કે મૃતદેહ વહેલી તકે ઘરે લાવવામાં આવે. […]

Share:

તુર્કીમાં અભ્યાસ કરતા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં મોત થયા

આ સમાચાર મળતા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.  મૃતક વિદ્યાર્થીઓમાં બે બનાસકાંઠાના અને બે પોરબંદરના છે. મૃતકોમાં બે છોકરીઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતના સમાચાર મળતા જ વતનમાં રહેતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે.  પરિવારજનોની માંગ છે કે મૃતદેહ વહેલી તકે ઘરે લાવવામાં આવે.

મળતી માહિતી મુજબ મૂળ ગુજરાતના ચાર વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટ કોર્સનો અભ્યાસ કરતા હતા. ગઈકાલે રજા હોવાથી ગુજરાતી મિત્રો કાર લઈને તુર્કીમાં એક સ્થાનીય સ્થળે ફરવા ગયા હતા. આ દરમિયાન કેરેનિયા શહેર નજીક હાઇવે પર સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચારેય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મૃતક વિદ્યાર્થીઓનાં  નામ પ્રતાપભાઈ ભુવાભાઈ કારાવદરા, જયેશ કેશુભાઈ આગથ, અંજલી મકવાણા અને પૃષ્ટી પાઠક હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભાંગરોડિયા ગામની 21 વર્ષની પૃષ્ટી  પાઠક નામની યુવતીનો પણ સમાવેશ થાય છે. તુર્કીમાં બીએસસી એમએલટીનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટલમાં મેનેજમેન્ટની નોકરી કરી રહી હતી. પૃષ્ટીની માતા તુર્કીમાં હોવાથી પૃષ્ટીનાં  અંતિમ સંસ્કાર ત્યાં કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય મૃતકોનાં મૃતદેહને તેમના વતન લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અંજલિ મકવાણાના પિતા કનુભાઈ મકવાણાએ જણાવ્યું કે અંજલિ 3 જુલાઈ, 2022ના રોજ તુર્કી ગઈ હતી. શરૂઆતમાં વર્ક પરમિટ પહેલા 6 મહિનાની હતી. ત્યાર પછી આ વર્ક પરમિટ 6 મહિના એક્સટેન્ડ કરી હતી. આમ અંજલિ તુર્કી ગઈ તેને એક વર્ષ થયું હતું. અંજલિના પિતાએ વધુમાં જણાવ્યું કે, તેઓ ગીર્ને સિટીમાં રહેતા હતા અને મોટો રિસોર્ટ છે એમાં નોકરી કરતા હતા. તેઓ જ્યાં રહેતા ત્યાં શ્રીલંકન અને બાંગ્લાદેશી ઘણા છોકરાઓ રહેતા હતાં. અંજલિ IELTS પાસ કરીને કેનેડા જવાની વાત કરતી હતી. જેની પરીક્ષા પણ આપવાની હતી. પરંતુ તે વ્યસ્ત હોવાથી આ પરીક્ષા આપી શકી નહોતી. તેનો વિચાર ભારત આવીને પરીક્ષા આપીને પછી કેનેડા જવા માટે હતો.

તો બીજી તરફ પોરબંદરના રાણાવાવના રાણા કંડોરણાના વતની અને મૃતક એવા જયેશના આગઠના પિતા કેશુભાઈએ જણાવ્યું હતું કે જયેશ 11 મહિના પહેલા અહીંથી ગયો હતો અને ત્યાં કામ કરતો હતો. પરિવારમાં એક મોટો દીકરો છે અને નોકરી કરે છે. જ્યારે જયેશની માતા મૃત્યુ પામી છે. જયેશ સ્વામી વિવેકાનંદ કોલેજમાં ભણ્યો હતો.