ફ્રાન્સે 303 ભારતીયોથી ભરેલા વિમાનને કર્યું જપ્ત! માનવ તસ્કરીને લઈને થઈ રહી છે તપાસ...

આ માટે એક રોમાનિયાઈ ચાર્ટર કંપનીની ફ્લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જેણે દુબઈથી ફ્લાય કર્યું હતું

Share:

ફ્રાંસના અધિકારીઓએ દાવો કર્યો કે ભારતથી નિકારાગુઆ જઈ રહેલા આ વિમાનનો ઉપયોગ માનવ તસ્કરી માટે કરવામાં આવી શકે છે. આ વિમાને સંયુક્ત અરબ અમિરાતથી ઉડાન ભરી હતી. ફ્રાંસના અધિકારીઓએ જાણકારી આપી કે, આ યાત્રીઓની યાત્રાની શરતો અને ઉદ્દેશ્યને લઈને ન્યાયિક તપાસ શરૂ થઈ ગઈ છે. અધિકારી માનવ તસ્કરીની શંકાને લઈને તપાસ કરી રહ્યા છે. 


આ માટે એક રોમાનિયાઈ ચાર્ટર કંપનીની ફ્લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જેણે દુબઈથી ફ્લાય કર્યું હતું. હવે પોલીસે હસ્તક્ષેપ કર્યો તો આ ટેક્નિકલ કામ માટે નાના વેટ્રી એરપોર્ટ પર ઉતર્યા હોવાની જાણકારી મળી હતી. પોલીસે કહ્યું કે, યાત્રીઓને સર્વોત્તમ સંભવ સ્વાગત સુવિધાઓ પ્રદાન કરવા માટે વેટ્રી એરપોર્ટ પર રિસેપ્શન હોલને અલગ અલગ બેડ સાથે એક વેઈટિંગ લાઉન્જમાં બદલી દેવામાં આવ્યો છે. ફ્રાંસના અધિકારીઓએ હજી એ નથી જણાવ્યું કે, આ ભારતીય નાગરીકોને હજી કેટલા દિવસ રાખવામાં આવશે અથવા તો તેમને ભારત ડિપોર્ટ કરવાની કોઈ તૈયારી કરાઈ છે કે નહીં! 

નિકારાગુઆ અને માનવ તસ્કરી વચ્ચે શું સંબંધ છે?

નિકારાગુઆ એ મધ્ય અમેરિકન દેશ છે. નિકારાગુઆ ઉત્તરમાં હોન્ડુરાસ, પૂર્વમાં કેરેબિયન, દક્ષિણમાં કોસ્ટા રિકા અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરથી ઘેરાયેલું છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારાઓ માટે આ દેશ સ્વર્ગ સમાન છે. દર વર્ષે હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આ દેશમાંથી યુએસ-મેક્સિકો બોર્ડર પર પહોંચે છે. ગેરકાયદેસર વસાહતીઓને પણ આ માર્ગ પર ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં ભૌગોલિક સ્થાન અને ચોરી અને લૂંટ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. નિકારાગુઆમાં આ સ્થળાંતર કરનારાઓ પર કોઈ વિશેષ તપાસ કરવામાં આવતી નથી.
 

Tags :