G20 સમિટઃ નવી દિલ્હી ઘોષણા પત્રને G20 દેશોની મંજૂરી, યુક્રેન યુદ્ધથી લઈને આતંકવાદનો પણ ઉલ્લેખ

અનેક દિવસોની અટકળો બાદ શનિવારે G20 સમિટમાં સામાન્ય સહમતિ સધાઈ હતી અને નવી દિલ્હી ઘોષણા પત્રનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતની આ મોટી ઉપ્લબ્ધિને અનેક નેતાઓ અને અધિકારીઓએ આવકારી હતી. તેમણે આ ઉપ્લબ્ધિને ઐતિહાસિક દસ્તાવેજ ગણાવીને ઘોષણા પત્રમાં વડાપ્રધાન મોદીના વિચારવાળા માનવ કેન્દ્રિત વૈશ્વીકરણ પર ભાર આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.  G20નું સંયુક્ત ઘોષણા પત્ર […]

Share:

અનેક દિવસોની અટકળો બાદ શનિવારે G20 સમિટમાં સામાન્ય સહમતિ સધાઈ હતી અને નવી દિલ્હી ઘોષણા પત્રનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતની આ મોટી ઉપ્લબ્ધિને અનેક નેતાઓ અને અધિકારીઓએ આવકારી હતી. તેમણે આ ઉપ્લબ્ધિને ઐતિહાસિક દસ્તાવેજ ગણાવીને ઘોષણા પત્રમાં વડાપ્રધાન મોદીના વિચારવાળા માનવ કેન્દ્રિત વૈશ્વીકરણ પર ભાર આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. 

G20નું સંયુક્ત ઘોષણા પત્ર 37 પાનાનો છે. તેમાં કુલ 83 ફકરા છે અને તેને નવી ‘દિલ્હી ઘોષણા પત્ર’ નામ આપવામાં આવ્યું છે. આ ઘોષણા પત્રમાં 4 વખત યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શનિવારે બપોરે વડાપ્રધાન મોદીએ ઘોષણા પત્રના સ્વીકારની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ તેને લગતી પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ હતી.

G20 નેતાઓના ઘોષણા પત્રમાં શું છે?

– અમે ગાઢ ચિંતા સાથે કહી રહ્યા છીએ કે, અત્યાધિક માનવીય પીડા થઈ છે અને યુદ્ધો તથા સંઘર્ષનો પ્રતિકૂળ પ્રભાવ પડ્યો છે. 

– અમે માનવીય પીડા, વૈશ્વિક ખાદ્ય અને ઉર્જા સુરક્ષા મામલે યુક્રેનમાં યુદ્ધના નકારાત્મક પ્રભાવો પર પ્રકાશ પાડ્યો. 

– અમે યુએનએસસી અને યુએનજીએમાં અપનાવાયેલા દેશના વલણ અને પ્રસ્તાવોને દોહરાવ્યા. 

– પરમાણુ હથિયારોનો ઉપયોગ કે ધમકી આપવી અસ્વીકાર્ય છે. 

– એવી સમજણ સાથે કે G20 ભૂ-રાજનૈતિક મુદ્દાઓના ઉકેલ માટેનું મંચ નથી, ઘોષણા પત્રમાં સ્વીકાર કરવામાં આવ્યો છે કે આ મુદ્દાઓથી અર્થતંત્ર પર અસર પડી શકે છે. 

– G20 ઘોષણા પત્રમાં પુરવઠા શૃંખલા, બૃહદ નાણાકીય સ્થિરતા, ફુગાવા અને વિકાસ પર યુક્રેન યુદ્ધની નકારાત્મક અસરોનો ઉલ્લેખ કરાયો છે.

– G20 ઘોષણાપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, યુક્રેન સંઘર્ષથી દેશો, ખાસ કરીને વિકાસશીલ અને અલ્પવિકસિત દેશો માટે નીતિગત જટિલતા સર્જી છે.

– તમામ દેશોએ કોઈ દેશની ક્ષેત્રિય અખંડતા સામે તેના કોઈ ભૂભાગ પર કબજો જમાવવા માટે બળ વાપરવાથી કે ધમકી આપવાથી બચવું જોઈએ. 

– અમે તમામ દેશો સમક્ષ ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતા સહિત આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો જાળવી રાખવા આહ્વાન કરીએ છીએ. 

– G20ના સદસ્યો વૃદ્ધિને ગતિ આપવા ટકાઉ આર્થિક રૂપાંતરણ લાવવામાં ખાનગી ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકા સમજે છે. 

– G20ના સદસ્યોએ વિકાસશીલ દેશોમાં રોકાણ યોગ્ય પરિયોજનાઓની કાર્યયોજના શરૂ કરવા માટે ખાનગી ક્ષેત્ર સાથે કામ કરવાનો સંકલ્પ લીધો. 

– અમે નાણાકીય કાર્યવાહી કાર્ય બળ (FATF)ની વધી રહેલી સંસાધન જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. 

ઘોષણા પત્રમાં જળવાયુ માટે શું?

આપણા પાસે વધુ શ્રેષ્ઠ ભવિષ્ય બનાવવાનો અવસર છે, એવી સ્થિતિ ન સર્જાવી જોઈએ કે કોઈ પણ દેશે ગરીબી સામે લડવું કે પૃથ્વી માટે લડવું એ બંનેમાંથી પસંદગી કરવી પડે. અમે લૈંગિક ભેદભાવ ઘટાડી, અર્થતંત્રમાં મહિલાઓની પૂર્ણ, સમાન, પ્રભાવી નિર્ણાયક ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.