સસ્તામાં ફ્લાઈટ બુક કરવા માટે ગૂગલ લાવ્યું ધમાકેદાર ફીચર ‘Google Flights’

હવાઈ મુસાફરી કરનારા લોકો ઘણી વખત ટિકિટ બુક કરતા પહેલા ભાડું ઘટવાની રાહ જોતા હોય છે કારણ કે, ફ્લાઈટના ભાડામાં સતત વધારો કે ઘટાડો થતો રહેતો હોય છે. ત્યારે સસ્તામાં ફ્લાઈટ બુક કરવા ઈચ્છતા લોકો માટે Google Flights દ્વારા એક નવી સુવિધા રજૂ કરવામાં આવી છે જે લોકોને ફ્લાઈટની ટિકિટ બુક કરવામાં લાભ કરી આપશે. […]

Share:

હવાઈ મુસાફરી કરનારા લોકો ઘણી વખત ટિકિટ બુક કરતા પહેલા ભાડું ઘટવાની રાહ જોતા હોય છે કારણ કે, ફ્લાઈટના ભાડામાં સતત વધારો કે ઘટાડો થતો રહેતો હોય છે. ત્યારે સસ્તામાં ફ્લાઈટ બુક કરવા ઈચ્છતા લોકો માટે Google Flights દ્વારા એક નવી સુવિધા રજૂ કરવામાં આવી છે જે લોકોને ફ્લાઈટની ટિકિટ બુક કરવામાં લાભ કરી આપશે. સોમવારે સવારે એક બ્લોગ પોસ્ટ દ્વારા આ નવી સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી. 

સસ્તી ટિકિટ બુક કરવા ઉપરાંત નવા ફીચર્સ મુસાફરોને ફ્લાઈટ ટિકિટ બુક કરવા માટેના સૌથી બજેટ ફ્રેન્ડલી ટાઈમ અંગે પણ જાણકારી આપશે. Google Flights એ ગૂગલની એક સર્વિસ છે જે થર્ડ પાર્ટી સપ્લાયર્સના માધ્યમથી ફ્લાઈટ ટિકિટ ખરીદવાની સુવિધા પ્રદાન કરે છે. 

ગૂગલે પોતાની બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે, “જો તમે રજાઓની સિઝનમાં કે પછી વર્ષના કોઈ પણ સમયે ફ્લાઈટ્સ પર પૈસા બચાવવા ઈચ્છો છો તો થોડું પ્લાનિંગ તમને ઘણું ઉપયોગી બનશે. મોટાભાગે શરૂના સમયમાં બુકિંગ કરવું શ્રેષ્ઠ રહે છે, ખાસ કરીને જ્યારે તમારી યોજનાઓ બહુ ફ્લેક્સિબલ ન હોય. પરંતુ જો ફ્લાઈટની કિંમતો વારંવાર બદલાતી રહે તો યોગ્ય ટૂલ દ્વારા ઘણી વખત ઓછું ભાડું ચુકવવું પડે છે. માટે તમામ મુસાફરો માટે અમે કેટલીક નવા અને વર્તમાન પદ્ધતિઓ શેર કરીએ છીએ જેથી Google Flights તમને શ્રેષ્ઠ ડીલ શોધવામાં મદદ કરશે.”

અપગ્રેડેડ ઈનસાઈટ

સિસ્ટમ પસંદ કરવામાં આવેલી તારીખો અને ડેસ્ટિનેશન બુક કરવા માટે આગામી દિવસોમાં સૌથી ઓછું ભાડું ક્યારે હશે તે જણાવશે. વર્તમાન સુવિધા સિવાયનું આ અપગ્રેડ જે-તે રૂટ માટે પાછલી એવરેજની સરખામણીએ વર્તમાન ભાડા ઓછા કે વધુ છે તે પણ દર્શાવશે. 

પ્રાઈસ ટ્રેકિંગ

ટિકિટ બુક કરતા પહેલા ભાડું ઘટવાની રાહ જોનારા લોકોને આ ફીચર ઈનેબલ કરવાથી કિંમતોમાં વધુ પડતો ઘટાડો થવા પર ઓટોમેટિક એલર્ટ આપશે. સાથે જ અમુક ચોક્કસ તારીખો માટે ફેર ટ્રેકિંગ પણ સેટ કરી શકાશે. ફ્લેક્સિબલ થવા તૈયાર હોય તો મુસાફર ડીલ્સને આગામી 3થી 6 મહિનાની કોઈ પણ તારીખ માટે એક્ટિવેટ કરી શકશે. 

પ્રાઈસ ગેરંટી

અમુક ફ્લાઈટ રિજસ્ટ પર મુસાફરી માટે ઈચ્છુક લોકોને એક કલરફુલ પ્રાઈસ ગેરંટી બેજ જોવા મળશે. જે તમે જે ભાડું જોઈ રહ્યા છો તે ડિપાર્ચર પહેલા ઘટશે નહીં તે બાબતે સિસ્ટમ સ્પેશિયલી કોન્ફિડન્ટ હોવાનું બતાવશે. જો ભાડામાં ઘટાડો થાય તો ઓરિજનલ કિંમત અને ઘટેલી કિંમત વચ્ચેનો તફાવત Google Flights ગ્રાહકને ગૂગલ પે દ્વારા પરત ચુકવી આપશે.