તમારા જીમેઈલ એકાઉન્ટ ડિલીટ કરી શકે છે ગૂગલ, બચવા માટે અપનાવો આ ટિપ્સ

ગૂગલ દ્વારા પોતાના લાખો યુઝર્સને એક ઈમેઈલ અપડેટ મોકલવામાં આવી છે જેમાં કંપનીએ પોતે 1 ડિસેમ્બરથી ઈનએક્ટિવ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી હાથ ધરી તેમને ડિલીટ કરી દેશે તેમ જણાવ્યું છે. જો તમે છેલ્લા 2 વર્ષમાં તમારા ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ ગૂગલની વિવિધ સેવાઓ માટે નહીં કર્યો હોય તો કંપની હંમેશા માટે તમારા જીમેઈલ એકાઉન્ટ ડિલીટ કરી દેશે.  […]

Share:

ગૂગલ દ્વારા પોતાના લાખો યુઝર્સને એક ઈમેઈલ અપડેટ મોકલવામાં આવી છે જેમાં કંપનીએ પોતે 1 ડિસેમ્બરથી ઈનએક્ટિવ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી હાથ ધરી તેમને ડિલીટ કરી દેશે તેમ જણાવ્યું છે. જો તમે છેલ્લા 2 વર્ષમાં તમારા ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ ગૂગલની વિવિધ સેવાઓ માટે નહીં કર્યો હોય તો કંપની હંમેશા માટે તમારા જીમેઈલ એકાઉન્ટ ડિલીટ કરી દેશે. 

ગૂગલ દ્વારા કેટલાક જીમેઈલ એકાઉન્ટ ડિલીટ કરવાના પ્લાન પર કામગીરી હાથ ધરી દેવાઈ છે. જોકે આ વાતને લઈ ડરવાની જરૂર નથી. તમારા જીમેઈલ એકાઉન્ટને બચાવવા માટે તમારે માત્ર 2 વાત ધ્યાનમાં લેવાની છે. ગૂગલ દ્વારા અમુક જીમેઈલ એકાઉન્ટ ડિલીટ કરવાની જાહેરાત કરવામાં આવી તેના કારણે લોકો મૂંઝવણમાં મુકાયા છે. જોકે આનાથી બચવા માટે એક સરળ રસ્તો છે જ. 

જીમેઈલ એકાઉન્ટ ડિલીટ કરતા પહેલા રિમાઈન્ડર મોકલાશે

જીમેઈલ એકાઉન્ટ ડિલીટ કરતા પહેલા ગૂગલ લોકોને રિમાઈન્ડર મોકલશે. કારણ કે અમેરિકી કંપનીએ લાંબા સમયથી વપરાશમાં ન હોય તેવા જીમેઈલ એકાઉન્ટ ડિલીટ કરવાનો નિર્ણય લીધો છે. સર્ચ એન્જિન કંપનીના આ નિર્ણયથી પ્લેટફોર્મ પર માત્ર એક્ટિવ એકાઉન્ટ જ રહેશે. આ બધા વચ્ચે ગૂગલે તમારા જીમેઈલ અથવા તો ગૂગલ એકાઉન્ટને સુરક્ષિત રાખવાની રીત સમજાવી છે. 

આ એકાઉન્ટ થશે ડિલીટ

જો તમે 2 વર્ષ કે તેનાથી વધુ સમયથી ગૂગલ એકાઉન્ટ પર લોગઈન નથી કર્યું તો એકાઉન્ટ ડિલીટ થઈ જશે.તે સિવાય જો તમે 2 વર્ષ કે તેથી વધુ સમયથી ગૂગલની અન્ય સર્વિસ જેવી કે યુટ્યુબ કે ડ્રાઈવ પર સાઈનઈન નહીં કર્યું હોય તો પણ એકાઉન્ટ બંધ થઈ શકે છે. 

એકાઉન્ટ ડિલીટ થતું આ રીતે બચાવી શકાય

ગૂગલ એકાઉન્ટ ડિલીટ થતું બચાવવા માટે તમારે 2 વર્ષની અંદર ગૂગલ એકાઉન્ટમાં સાઈનઈન કરવું પડશે. તમે જીમેઈલમાં લોગઈન કરીને ગૂગલ એકાઉન્ટને એક્ટિવ રાખી શકશો. જો તમે જીમેઈલનો ઉપયોગ નથી કરી રહ્યા તો ગૂગલની અન્ય સર્વિસનો ઉપયોગ કરી શકો છો. તમે ગૂગલ એકાઉન્ટમાં લોગઈન કરીને યુટ્યુબ પર વીડિયો જોઈ શકો છો. તે સિવાય પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. 

ગૂગલનો ઉદ્દેશ્ય

તમારા એકાઉન્ટને બચાવવા માટે ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરવો જરૂરી છે. કંપની ઈચ્છે છે કે, કોઈ પણ સંજોગોમાં તમારૂં એકાઉન્ટ એક્ટિવ રહેવું જોઈએ. આ માટે જો તમે ઘણાં સમયથી ગૂગલ કે જીમેઈલ એકાઉન્ટનો ઉપયોગ નથી કર્યો તો તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. કંપની આગામી ડિસેમ્બર મહિનાથી જીમેઈલ એકાઉન્ટ ડિલીટ કરવાનું શરૂ કરશે.