કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતી વખતે ગુજરાતી પરિવાર ડૂબી ગયો

તાજેતરમાં કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં 8 ગુજરાતી પરિવારના લોકો ડૂબી ગયા હતા. કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે નદી પાર કરીને ઘૂસણખોરી કરનારા 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હવે 8 મૃતકોમાંથી 4 ગુજરાતીઓ હોવાનું ખૂલ્યું છે. મહેસાણા જિલ્લાના વિજાપુરના માણેકપુર ગામના એક જ પરિવારના 4 લોકોના નદીમાં ડૂબી […]

Share:

તાજેતરમાં કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં 8 ગુજરાતી પરિવારના લોકો ડૂબી ગયા હતા. કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે નદી પાર કરીને ઘૂસણખોરી કરનારા 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હવે 8 મૃતકોમાંથી 4 ગુજરાતીઓ હોવાનું ખૂલ્યું છે. મહેસાણા જિલ્લાના વિજાપુરના માણેકપુર ગામના એક જ પરિવારના 4 લોકોના નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયા છે. વિજાપુરના માણેકપુરના પ્રવીણ ચૌધરી, પત્ની દક્ષાબેન ચૌધરી, દીકરી વિધિ ચૌધરી અને દીકરા મિત ચૌધરીનું લોરેન્સ નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. મૃતકો કેનેડાથી હોડી મારફતે અમેરિકા જઈ રહ્યા હતા. નાની હોડીમાં 8 લોકો સવાર હતા. ખરાબ વાતાવરણના કારણે હોડી ડૂબી ગઈ હતી. દુર્ઘટના બાદ 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મહેસાણાના પરિવારના મૃત્યુ બાદ પોલીસે એજન્ટોની શોધખોળ શરૂ કરી છે. પરિવારના મૃત્યુ બાદ તમામ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે ખાનગી રાહે લાખો રૂપિયા લેતા કબૂતરબાજ એજન્ટોની શોધખોળ શરૂ કરી છે. આમાં 4 જેટલા એજન્ટો સંડોવાયેલા હોવાની માહિતી મળી છે. 

પ્રવીણ ચૌધરીના મૃત્યુ બાદ તેમના ભાઈ જસુ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, મારો ભાઈ વિઝિટર વીઝા પર પરિવાર સાથે કેનેડા ગયો હતો. તેઓ 60 દિવસ પહેલાં જ મહેસાણાથી કેનેડા ગયા હતા. ગઈકાલે સમાચાર મળ્યા બાદ મારા ભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.માણેકપુરા ગામના 4 વ્યક્તિના કેનેડામાં મોત મામલે રાજ્યસભાના સાસંદ જુગલજી ઠાકોરે જણાવ્યું કે, ઘટના અંગે તપાસ ચાલું છે, હાલ કોઈ વિગત નથી. હું મૃતકોના મૃતદેહને ભારત લાવવા અંગે વિદેશ મંત્રાલયને રજૂઆત કરીશ. આ તમામે બોર્ડર ક્રોસ કરી હતી કે નહિ તે મામલે કોઈ માહિતી મળી નથી. સમગ્ર મામલાની માહિતી વિદેશ મંત્રાલય જ આપી શકે છે. 

આ ઘટના સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર બોર્ડર ક્રોસિંગના અન્ય પ્રયાસો અને તેના દુ:ખદ પરિણામોની યાદ અપાવે છે. જાન્યુઆરી 2022 માં, ઉત્તર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામનો ચાર જણનો પરિવાર મધ્ય કેનેડામાં બરફવર્ષા દરમિયાન પગપાળા યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ પામ્યો. મે 2022 માં, ઉત્તર ગુજરાતના છ માણસો, જેઓ વિદ્યાર્થી વિઝા પર કેનેડા ગયા હતા, તેઓ સેન્ટ રેજીસ નદી પાર કરીને ન્યૂયોર્કમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમની બોટ પલટી જતાં બચાવી લેવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2022 માં, ગાંધીનગર જિલ્લાના એક વ્યક્તિનું યુએસ-મેક્સિકો બોર્ડર પરની ‘ટ્રમ્પ વોલ’ ઓળંગીને ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાના પ્રયાસમાં મૃત્યુ થયું હતું.