ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુરદાસ માનની કેનેડા કોન્સર્ટ સ્થગિત કરવામાં આવી

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રસિદ્ધ અને ધનવાન ગાયકો પૈકીના એક ગુરદાસ માનના ચાહકો ભારત ઉપરાંત વિદેશમાં પણ ફેલાયેલા છે. આ કારણે ગુરદાસ માન દેશ-વિદેશમાં લાઈવ કોન્સર્ટ યોજતા રહે છે.  હવે ગુરદાસ માન કેનેડા નહીં જાય ગુરદાસ માન તાજેતરમાં જ કેનેડા ખાતે એક કોન્સર્ટ કરવાના હતા. જોકે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે આ […]

Share:

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રસિદ્ધ અને ધનવાન ગાયકો પૈકીના એક ગુરદાસ માનના ચાહકો ભારત ઉપરાંત વિદેશમાં પણ ફેલાયેલા છે. આ કારણે ગુરદાસ માન દેશ-વિદેશમાં લાઈવ કોન્સર્ટ યોજતા રહે છે. 

હવે ગુરદાસ માન કેનેડા નહીં જાય

ગુરદાસ માન તાજેતરમાં જ કેનેડા ખાતે એક કોન્સર્ટ કરવાના હતા. જોકે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે આ કોન્સર્ટને હાલ પૂરતી રદ્દ કરવામાં આવી છે અને ગુરદાસ માન કેનેડા નહીં જાય. 

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજકીય વિવાદોના કારણે ગુરદાસ માનનો કેનેડા પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. ગુરદાસ માનની ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેમની કોન્સર્ટ અંગેની અપડેટ શેર કરી હતી અને રિફન્ડ આપવાનું શરૂ કરી દેવાશે તેમ પણ જણાવ્યું હતું. 

ગુરદાસ માનની ટીમ દ્વારા આપવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમને તમારા સાથે આ વાત શેર કરતા દુઃખ થઈ રહ્યું છે કે, ગુરદાસ માનનો આ મહિને યોજાનારી કેનેડાની અખિયાં ઉડીક દિયાં કોન્સર્ટ સ્થગિત કરી દેવામાં આવી છે.”

પ્રોડક્શન હાઉસે માફી માગવી પડી

કેનેડામાં શો આયોજિત કરનારા ગુરદાસ માનના પ્રોડક્શન હાઉસે લોકોની માફી માગી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા પ્રોગ્રામ પોસ્ટપોન કરવામાં આવે તે સૌથી વધુ જરૂરી અને જવાબદારીભર્યું પગલું હોવાનું જણાવ્યું હતું. 

ટૂરના પ્રમોટર ગુરજીત બલ પ્રોડક્શને ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, આ સમાચાર ગુરદાસ માનના અનેક ચાહકોને નિરાશ કરનારી છે પણ અમે અસુવિધા માટે ઈમાનદારીપૂર્વક માફી માગીએ છીએ. હકીકતે ગુરદાસ માન આ મહિને 22 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન કેનેડામાં પર્ફોર્મ કરવાના હતા.

પરંતુ કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત પર આરોપ લગાવ્યો ત્યાર બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ વ્યાપ્યો છે. ભારતે કેનેડાના આરોપોને ફગાવીને આ આરોપોની આધારભૂત માહિતી માગી હતી. નવી દિલ્હી દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ઓન્ટારિયોએ કદી તે માહિતી નથી આપી. 

નોંધનીય છે કે, પંજાબની મોટી શીખ વસ્તી કેનેડામાં રહે છે તથા મોટી સંખ્યામાં પંજાબના શીખ વિદ્યાર્થીઓ ભણવા માટે કેનેડા જાય છે. કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો નોકરી કરે છે. ત્યારે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવથી અનેક રીતે અસર પડી છે. કેનેડા પર હંમેશા ખાલિસ્તાનીઓને સમર્થન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. 

અનેક સિંગર પણ ખાલિસ્તાન મુદ્દે સપાટામાં આવી ચુક્યા છે. તાજેતરમાં જ કેનેડા બેઝ્ડ રેપર શુભના ભારત પ્રવાસ મામલે પણ ભારે વિવાદ થયો હતો અને શુભની કોન્સર્ટ રદ્દ કરી દેવામાં આવી હતી. શુભે એક જૂની સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતના નકશાને ખોટી રીતે દર્શાવ્યો હતો જેનો વિરોધ જાગ્યો હતો.