પાકિસ્તાનની દિશા અને દશા વધુ બગડશેઃ હવે આતંકવાદીઓની પાર્ટી પણ ચૂંટણી લડવા મેદાને આવી!

અમેરિકાએ આતંકવાદી હાફિઝ સઈદ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • હાફીઝ સઈદની પાર્ટીનું ચૂંટણી ચિન્હ ખુરશી છે
  • હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદને લાહોરના NA-127 પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે

પાકિસ્તાનમાં હવે ચૂંટણી લડવા માટે આતંકવાદીઓને પણ એન્ટ્રી મળવા લાગી છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં આગામી વર્ષે 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન 2008 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફીઝ સઈદની પાર્ટી પણ ચૂંટણી લડશે. હાફીઝ સઈદનો દીકરો તલ્હા સઈદ પણ લાહોર સીટ પરથી ચૂંટણી લડશે. 

હાફીઝ સઈની પાર્ટી પાકિસ્તાન મરકજી મુસ્લિમ લીગ 8 ફેબ્રુઆરીની ચૂંટણીમાં દરેક રાષ્ટ્રીય અને પ્રાંતિય મત વિસ્તારોમાં પોતાના ઉમેદવારો મેદાને ઉતારશે. હાફીઝ સઈદનો દીકરો સલ્હા સઈદ પણ ચૂંટણી લડશે. 

PMML પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, તેમની પાર્ટી મોટાભાગની રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ખાલિદ મસૂદ સિંધુએ કહ્યું, ‘અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા અને પાકિસ્તાનને ઇસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ.’ સિંધુ NA-130 લાહોરથી ઉમેદવાર છે, જ્યાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યા છે.


હાફીઝ સઈદની પાર્ટીનું ચૂંટણી ચિન્હ ખુરશી છે. PMML ના પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુએ કહ્યું કે, "અમારી પાર્ટી રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા અને પાકિસ્તાનને ઈસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ." સિંધુ NA-130 લાહોરથી ઉમેદવાર છે, જ્યાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યા છે. હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદને લાહોરના NA-127 પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે. જોકે, ખાલિદ મસૂદ સિંધુએ સોમવારે એવો પણ દાવો કર્યો હતો કે હાફિઝ સઈદને PMML સાથે કોઈ લેવાદેવા નથી.

મહત્વની વાત એ છે કે, વર્ષ 2024ની ચૂંટણી માટે MML પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેના કારણે PMMLની રચના કરવામાં આવી છે. અમેરિકાએ આતંકવાદી હાફિઝ સઈદ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખ્યું છે. હાફિઝ સઈદની જમાત-ઉદ-દાવા લશ્કર-એ-તૈયબા (LeT)નું જ સંગઠન છે, જે 2008ના મુંબઈ હુમલાને અંજામ આપવા માટે જવાબદાર છે. આ હુમલા દરમિયાન અમેરિકન સહિત કુલ 166 લોકોના મોત થયા હતા.