અમેરિકામાં લી વાવાઝોડાને લઈ હાઈ એલર્ટ, 185 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

અમેરિકામાં લી વાવાઝોડાની અસરોને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્રના અહેવાલ પ્રમાણે ‘લી’ વાવાઝોડું પ્યૂર્ટો રિકોની ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. લી વાવાઝોડાના કારણે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને અમેરિકાના પૂર્વીય તટ વિસ્તારોમાં ખતરનાક સ્થિતિ નિર્માણ પામે તેવી શક્યતા છે. આગાહીકર્તાઓએ ઉત્તર-પૂર્વમાં ‘લી’ વાવાઝોડાની ગતિવિધિઓને […]

Share:

અમેરિકામાં લી વાવાઝોડાની અસરોને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્રના અહેવાલ પ્રમાણે ‘લી’ વાવાઝોડું પ્યૂર્ટો રિકોની ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. લી વાવાઝોડાના કારણે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને અમેરિકાના પૂર્વીય તટ વિસ્તારોમાં ખતરનાક સ્થિતિ નિર્માણ પામે તેવી શક્યતા છે. આગાહીકર્તાઓએ ઉત્તર-પૂર્વમાં ‘લી’ વાવાઝોડાની ગતિવિધિઓને લઈ પોતાનું અનુમાન દર્શાવ્યું હતું. 

અમેરિકામાં લી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટની સ્થિતિ છે. આગાહીકર્તાઓના કહેવા પ્રમાણે લીવાર્ડ દ્વીપ સમૂહથી આશરે 505 કિમી ઉત્તર-પૂર્વમાં લી વાવાઝોડાની ગતિવિધિઓ જોવા મળી રહી છે. ત્યાં આશરે 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્રએ આ વાવાઝોડું 17 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હોવાની માહિતી આપી હતી.

અમેરિકામાં એલર્ટ જાહેર

અમેરિકી રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્રના કહેવા પ્રમાણે ‘લી’ વાવાઝોડું આગામી 2 દિવસની અંદર વધારે શક્તિશાળી બનશે અને અમેરિકી ક્ષેત્ર પર તેની ખતરનાક અસર જોવા મળશે. આગાહીકર્તાઓ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે આગામી સપ્તાહના અંત સુધીમાં અમેરિકાના પૂર્વીય તટ, એટલાન્ટિક કેનેડા પર આ વાવાઝોડાની અસર જોવા મળશે. 

લી વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવાનું અનુમાન

આગાહીકર્તાઓના કહેવા પ્રમાણે રવિવાર અને સોમવારના રોજ અમેરિકાના મુખ્યત્વે પૂર્વીય તટ પર ખતરનાક લહેરો અને તેજ હવાઓનું જોખમ રહેલું છે. તેની અસર સમગ્ર સપ્તાહ દરમિયાન અમેરિકી ક્ષેત્રમાં જોવા મળશે. નોંધનીય છે કે, ‘લી’ વાવાઝોડાની કેટેગરીમાં પણ ફેરફાર થયો છે. તે પહેલા 3 નંબરની કેટેગરીમાં હતું અને હવે 5 નંબરની કેટેગરીમાં આવી ગયું છે. 

વીજ સેવા ખોંરભાશે

રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના અહેવાલ પ્રમાણે વાવાઝોડાની કેટેગરીમાં ફેરફાર થવાના કારણે તેની સૌથી વધારે અસર મકાનો પર જોવા મળે તેવી શક્યતા છે. લી વાવાઝોડાની લપેટમાં આવવાથી મોટી સંખ્યામાં મકાનોને નુકસાન પહોંચવાની શક્યતા છે. તે સિવાય વીજ સેવાને પણ અસર થવાની શક્યતા છે. વીજ સેવા પ્રભાવિત થવાથી લાંબા સમય સુધી તેની અસર જોવા મળે અને લોકોએ વીજ કાપનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. 

અમેરિકી નેશનલ હરિકેન સેન્ટરના તાજેતરના અનુમાન પ્રમાણે ‘લી’ વાવાઝોડું આગામી સપ્તાહની શરૂઆત સુધી શક્તિશાળી વાવાઝોડું બને રહે તેવી ધારણા છે. સપ્તાહની શરૂઆતમાં ‘લી’ વાવાઝોડું ઉત્તરી લીવાર્ડ દ્વીપ સમૂહ, વર્જિન દ્વીપ સમૂહ અને પ્યૂર્ટો રિકોની ઉત્તરે ખૂબ વેગથી આગળ વધે તેવી શક્યતા છે. ઉપરાંત પશ્ચિમી એટલાન્ટિકની આજુબાજુ દરિયા કિનારે ખતરનાક સ્થિતિ નિર્માણ પામવાની પણ ધારણા છે. 

લી વાવાઝોડાના કારણે સમુદ્રના તાપમાનમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. મહાસાગર ગરમ થવાના કારણે તે વાવાઝોડા માટે જેટ ઈંધણ તરીકે કામ કરે છે. વધુ પડતી ગરમી કોઈ એક બિંદુએ પોતાની અસર દેખાડવા માટે પાછી ફરે છે અને ચક્રવાત તેનું શ્રેષ્ઠ માધ્યમ છે.