હાવડા હિંસા: મમતા અને ભાજપ આમને સામને

પશ્ચિમ બંગાળમાં રામ નવમીના તહેવારો દરમિયાન થયેલી સાંપ્રદાયિક અથડામણના એક દિવસ પછી શુક્રવારે હાવડા જિલ્લાના શિબપુરની શેરીઓમાં ફરી હિંસા ફાટી નીકળી છે. જે બાદ રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં થઈ રહેલી અથડામણના પડઘા કેન્દ્રના રાજકારણમાં પણ જોવા મળે છે. એક તરફ ટીએમસીના કાર્યકરો વિપક્ષ ભાજપ પર પ્રહાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસે બેનર્જી સરકાર પર નિશાન […]

Share:

પશ્ચિમ બંગાળમાં રામ નવમીના તહેવારો દરમિયાન થયેલી સાંપ્રદાયિક અથડામણના એક દિવસ પછી શુક્રવારે હાવડા જિલ્લાના શિબપુરની શેરીઓમાં ફરી હિંસા ફાટી નીકળી છે. જે બાદ રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં થઈ રહેલી અથડામણના પડઘા કેન્દ્રના રાજકારણમાં પણ જોવા મળે છે. એક તરફ ટીએમસીના કાર્યકરો વિપક્ષ ભાજપ પર પ્રહાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસે બેનર્જી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આ ઘટના સરકારની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે.

બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે વાત કરી હતી, જ્યારે વિપક્ષના નેતા અને રાજ્ય ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ હાવડા અને દાલખોલામાં રામ નવમીના સરઘસો પરની ઘટનાઓ અને હુમલાઓ અંગે કલકત્તા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે.

વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, “મેં એનઆઈએ તપાસ માટે પ્રાર્થના કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રીય દળોને તાત્કાલિક તૈનાત કરવા જોઈએ. જેથી પરિસ્થિતિને નિયંત્રિતમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પુનઃસ્થાપી શકાય. જેના કારણે નિર્દોષ જીવન બચાવી શકાય. મહત્વનું છે કે, અધિકારીની PIL સોમવારે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.

તો બીજી તરફ ‘મુસ્લિમ વિસ્તાર’માં સરઘસ ન કાઢવાનું સૂચન કરનારા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હિંસા માટે ભાજપને જવાબદાર ગણાવતા કહ્યું કે,“ધર્મ ક્યારેય અશાંતિને માફ કરતો નથી, ધર્મ શાંતિની વાત કરે છે. આ તોફાનો કરાવવાની ભાજપની યોજના હતી. ગઈકાલે ભાજપે દેશમાં લગભગ 100 સ્થળોએ ધાર્મિક સંઘર્ષો કર્યા. જેમાં હાવડાની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે વારંવાર કહ્યું હતું કે, સરઘસે એ માર્ગે ન જાય તેમ છતાં તેઓ એ જ રસ્તે ગયા. ગુનેગારો બંદૂકો, પેટ્રોલ બોમ્બ, બુલડોઝર જેવી વિવિધ વસ્તુઓ સાથે પ્રવેશ્યા જ્યાં લઘુમતીઓ રહે છે. તેમણે ત્યાં જ હુમલો કર્યો.”

વધુમાં સીએમએ કહ્યું કે,“પોલીસની થોડી નિષ્ફળતા છે, હું કબૂલ કરું છું. કાર્યવાહી કરવામાં આવશે… આ હિંદુઓએ નથી કર્યું. આપણે બધા હિંદુ છીએ. આ ભાજપ, હિંદુ મહાસંઘ, બજરંગ દળ… અને તેમની પાસેના અલગ-અલગ નામો દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ સીધો અને ઈરાદાપૂર્વક હુમલો કર્યો,”

નોંધનીય છે કે, શુક્રવારે બપોરે 1.20 બાદ આ ઘર્ષણો થાય હતા. જેમાં મોટા ભાગના લોકોએ માસ્ક પહેરી રાખ્યા હતા. જેમણે સ્થાનિક લોકો, પોલીસ કર્મચારીઓ અને પત્રકારોને નિશાના પર લીધા હતા. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.