બ્રેસ્ટ કેન્સરથી હવે નહીં થાય એક પણ મહિલાનું મોત! વેક્સિન ટ્રાયલ શરૂ

સ્તન કેન્સરની રસીની પ્રથમ માનવ અજમાયશ અમેરિકામાં શરૂ થઈ. એવો દાવો કરવામાં આવે છે કે આનાથી સૌથી ખતરનાક પ્રકારના ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરને રોકવામાં ઘણી હદ સુધી મદદ મળશે. આવો જાણીએ આ સાથે જોડાયેલી અન્ય મહત્વની વાતો.

Share:

હાઈલાઇટ્સ

  • અમેરિકામાં સ્તન કેન્સરની રસીની પ્રથમ હ્યુમન ટ્રાયલ શરૂ થઈ
  • વેક્સિન સૌથી ખતરનાક ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરને રોકશે?

બ્રેસ્ટ કેન્સરને રોકવા માટે અમેરિકાના ક્લેવલેન્ડ ક્લિનિકે તેની રસીના ટ્રાયલનો પ્રથમ તબક્કો શરૂ કર્યો છે. આ ટ્રાયલની મદદથી સૌથી ખતરનાક પ્રકારના કેન્સર, ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરને નિયંત્રિત કરી શકાય છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી રસીના ટ્રાયલ માટે મંજૂરી મળ્યા પછી, ક્લેવલેન્ડ ક્લિનિક રસી કંપની એનિક્સા બાયોસાયન્સ સાથે સહયોગમાં કામ કરી રહી છે.

કેલિફોર્નિયાની એનિક્સા કંપનીએ લગભગ એક દાયકાથી પણ વધારે સમય સુધી રીસર્ચ કરીને એક વેક્સિનનું નિર્માણ કર્યું છે, જેના કારણે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની શક્યતાઓ લગભગ નહિંવત્ થઈ જશે તેવો કંપનીએ દાવો કર્યો છે. આ વેક્સિનની ટ્રાયલ આશરે 16 જેટલી મહિલાઓ પર કરવામાં આવી હતી અને તેમાંથી એક પણ મહિલાએ વેક્સિનથી સાઈડ ઈફેક્ટ થઈ હોવાની ફરિયાદ કરી નથી. ઉલ્લખનીય છે કે માત્ર અમેરિકામાં જ એક વર્ષમાં આશરે 42,000 જેટલી મહિલાઓ આ બિમારીને કારણે જીવ ગુમાવ્યો છે.

ટ્રાયલ પહેલા, આ રસી આ કેન્સરથી પીડિત 18થી 24 વર્ષની વયના દર્દીઓને આપવામાં આવી હતી. આ દર્દીઓમાં ગાંઠો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી હતી. ટ્યૂમરના બીજીવાર થવાના જોખમને સમજવા માટે તેમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ક્લેવલેન્ડ ક્લિનિકની લર્નર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઇમ્યુનોલોજિસ્ટ અને વેક્સિન ડિઝાઇનર વિન્સેન્ટ તુઓફી કહે છે. આ નવી રસી દ્વારા સ્તન કેન્સરની સમસ્યાને અટકાવી શકાશે. સ્તન કેન્સરના જે કેસો નોંધાય છે તેમાંથી, મોટે ભાગે 12થી 15 ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સરના દર્દીઓ હોય છે. સ્તન કેન્સરનો આ સૌથી ગંભીર તબક્કો છે. જે મોટાભાગે આફ્રિકન અને અમેરિકન મહિલાઓમાં જોવા મળે છે, તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે.

ટ્રાયલના પ્રથમ તબક્કામાં, ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સરથી પીડિત પ્રારંભિક દર્દીઓને આ રસી આપવાની યોજના છે. કેન્સર સામે લડવા માટે તેમના શરીરમાં કેટલી રોગપ્રતિકારક શક્તિ છે તે સમજવાના પ્રયાસો કરવામાં આવશે.

પ્રિ-ક્લિનિકલ ટ્રાયલ
અગાઉ આ રસીનું ઉંદરો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે રસીના કારણે રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઈ છે અને સ્તન કેન્સરની ગાંઠોને રોકવામાં મદદ મળી છે. નેચર મેડિસિન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, આ રસી અન્ય ગાંઠો પર પણ અસરકારક છે.