અમેરિકાના 3 રાજ્યોને ઘમરોળવા આગળ વધી રહ્યું છે હિલેરી વાવાઝોડું, પૂર-ભૂસ્ખલનનું જોખમ

મેક્સિકોના રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્ર (NHC)ના અહેવાલ પ્રમાણે હિલેરી વાવાઝોડું મેક્સિકોની દક્ષિણ-પશ્ચિમે પ્રશાંત મહાસાગરમાં ભયજનક રૂપ ધારણ કરી રહ્યું છે. તેના લીધે અમેરિકાના દક્ષિણ-પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની શક્યતા વર્તાઈ રહી છે. અમેરિકી સરકારી એજન્સીએ 4 નંબરની શ્રેણીનું હિલેરી વાવાઝોડું શુક્રવારે મેક્સિકોના બાજા કેલિફોર્નિયા દ્વીપકલ્પ તરફ આગળ વધ્યું હોવાની માહિતી આપી હતી.  હિલેરી વાવાઝોડું અમેરિકાના […]

Share:

મેક્સિકોના રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્ર (NHC)ના અહેવાલ પ્રમાણે હિલેરી વાવાઝોડું મેક્સિકોની દક્ષિણ-પશ્ચિમે પ્રશાંત મહાસાગરમાં ભયજનક રૂપ ધારણ કરી રહ્યું છે. તેના લીધે અમેરિકાના દક્ષિણ-પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની શક્યતા વર્તાઈ રહી છે. અમેરિકી સરકારી એજન્સીએ 4 નંબરની શ્રેણીનું હિલેરી વાવાઝોડું શુક્રવારે મેક્સિકોના બાજા કેલિફોર્નિયા દ્વીપકલ્પ તરફ આગળ વધ્યું હોવાની માહિતી આપી હતી. 

હિલેરી વાવાઝોડું અમેરિકાના 3 રાજ્યોને ઘમરોળશે

અમેરિકાના કેલિફોર્નિયામાં આશરે 84 વર્ષ બાદ અત્યંત ભયજનક વાવાઝોડું આવવાની સ્થિતિ નિર્માણ પામી છે. હિલેરી વાવાઝોડાના લીધે 3 અમેરિકી રાજ્યોમાં ભારે તબાહી થવાની શક્યતા છે. આ વાવાઝોડાના કારણે આખા વર્ષ દરમિયાન વરસતો વરસાદ માત્ર અમુક જ કલાકોમાં તૂટી પડવાની પણ આશંકા છે. તેના લીધે શહેરમાં પૂર અને ભૂસ્ખલનનું જોખમ છે અને જાન-માલનું ભારે નુકસાન થઈ શકે છે. 

હિલેરી વાવાઝોડુું કેલિફોર્નિયા, નેવાડા અને એરિઝોનામાં ભારે તબાહી સર્જી શકે છે. દક્ષિણ કેલિફોર્નિયામાં પ્રથમ વખત આ પ્રકારે વાવાઝોડા માટે લેવલ-4નું એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. દક્ષિણ કેલિફોર્નિયામાં એન્ટ્રી પહેલા મેક્સિકોમાં પણ હિલેરી વાવાઝોડું ભારે પ્રકોપ વરસાવી શકે છે. 

ઝડપથી આગળ વધી રહ્યું છે હિલેરી વાવાઝોડું 

સામાન્ય રીતે, કેલિફોર્નિયાના દરિયાકાંઠાનું ઠંડું પાણી વાવાઝોડાની તીવ્રતાને ઘટાડવામાં મદદ કરે છે. આ કારણે જ તે વિસ્તાર હાઈ-સ્પીડ તોફાનો માટે ખૂબ જ સંવેદનશીલ નથી ગણાતો,  પરંતુ, નેશનલ હરિકેન સેન્ટર (NHC)ના ડેપ્યુટી ડાયરેક્ટર જેમી રોમના જણાવ્યા મુજબ, હરિકેન હિલેરી ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે જેથી તટીય વિસ્તારોનું ઠંડુ પાણી તેને અવરોધવા સક્ષમ બને તેવી શક્યતા તદ્દન નહિંવત છે. 

હિલેરી વાવાઝોડું 12 માઈલ પ્રતિ કલાકની ઝડપે સતત આગળ વધી રહ્યું છે અને તેણે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમે પોતાનો વેગ બદલ્યો હતો. રાત સુધીમાં તે વધુ ભયજનક બનવાની સાથે શ્રેણી-4ના તોફાનનું સ્વરૂપ ધારણ કરી આગળ વધ્યું હતું. સપ્તાહના અંત દરમિયાન હિલેરી વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમી ક્ષેત્રમાં ભારે વિનાશ સર્જે તેવી શક્યતા છે. 

ગરમીએ તોડ્યા અનેક રેકોર્ડ્સ

રેકોર્ડ સમાન ગરમીના પ્રકોપ બાદ હિલેરી વાવાઝોડું કેલિફોર્નિયા, નેવાડા અને પાડોશી એરિઝોનામાં ભારે વરસાદ લાવે તેવી શક્યતા છે. આ વાવાઝોડું શુક્રવારે બપોરે મેક્સિકોથી 325 માઈલ દૂર હતું અને તે સમયે તેની ઝડપ 209 કિમી પ્રતિ કલાકની હતી. 

કેલિફોર્નિયામાં 84 વર્ષ પહેલા ભયાનક વાવાઝોડું આવેલું

દક્ષિણી કેલિફોર્નિયામાં સપ્ટેમ્બર 1939 બાદ કોઈ ભયાનક વાવાઝોડું નથી આવ્યું. જોકે હિલેરી વાવાઝોડું જાન-માલનું ભારે નુકસાન કરે તેવી આશંકા છે. હિલેરી વાવાઝોડું રવિવારે પોર્ટ સિટી એનસેનાડાથી આશરે 330 કિમી દક્ષિણમાં બાજા આઈલેન્ડ પર લેન્ડસ્લાઈડ કરશે તેવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. તિજુઆનામાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. હિલેરી વાવાઝોડું સોમવાર સુધીમાં વિકરાળ રૂપ ધારણ કરીને કેલિફોર્નિયામાં એન્ટ્રી કરી શકે છે.