ઈડાલિયા વાવાઝોડાથી અમેરિકાના અનેક રાજ્યોમાં તબાહી, સુપર મૂનના લીધે શક્તિશાળી બન્યું વાવાઝોડું

30 ઓગષ્ટના રોજ ફ્લોરિડા અને જ્યોર્જિયાના દરિયા કાંઠે ઈડાલિયા વાવાઝોડું અથડાયુ હતું. નાસા અને નેશનલ ઓશન સર્વિસના અહેવાલ પ્રમાણે તે દિવસે ભારે વરસાદ અને ખૂબ જ પવન ફુંકાઈ રહ્યો હતો. ઉપરાંત રાતના સમયે જોવા મળેલા બ્લુ સુપર મૂનના કારણે વાવાઝોડાની તીવ્રતામાં ખૂબ જ વધારો થયો હતો.  બ્લુ સુપર મૂન અને ઈડાલિયા વાવાઝોડા વચ્ચે સંબંધ બ્લુ […]

Share:

30 ઓગષ્ટના રોજ ફ્લોરિડા અને જ્યોર્જિયાના દરિયા કાંઠે ઈડાલિયા વાવાઝોડું અથડાયુ હતું. નાસા અને નેશનલ ઓશન સર્વિસના અહેવાલ પ્રમાણે તે દિવસે ભારે વરસાદ અને ખૂબ જ પવન ફુંકાઈ રહ્યો હતો. ઉપરાંત રાતના સમયે જોવા મળેલા બ્લુ સુપર મૂનના કારણે વાવાઝોડાની તીવ્રતામાં ખૂબ જ વધારો થયો હતો. 

બ્લુ સુપર મૂન અને ઈડાલિયા વાવાઝોડા વચ્ચે સંબંધ

બ્લુ સુપર મૂનની દુર્લભ ખગોળીય ઘટના જોવા માટે જ્યોતિષશાસ્ત્રીઓ અને આકાશ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી હતી. ત્યારે બ્લુ સુપર મૂન અને ઈડાલિયા વાવાઝોડા વચ્ચે કોઈ જોડાણ છે કે નહીં તે અંગે સવાલ થઈ રહ્યા છે. હકીકતે બ્લુ સુપર મૂનની 2 વિશેષતાના કારણે ઈડાલિયા વાવાઝોડાની પ્રચંડતા વધી હતી. 

ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરતો હોવાથી તેનું ગુરૂત્વાકર્ષણ બળ દરિયામાં ભરતી લાવે છે. ચંદ્રની ભ્રમણકક્ષા અંડાકાર હોવાથી તે પૃથ્વીની નજીક આવે છે અથવા ખૂબ વધુ દૂર જાય છે. ચંદ્ર જેમ પૃથ્વીની નજીક આવે તેમ તેનું ગુરૂત્વાકર્ષણ બળ વધે છે. નાસાના કહેવા પ્રમાણે બુધવારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હતો. સાંજે ચંદ્ર સંપૂર્ણ બન્યો તે સાથે જ પેરિજીયન સ્પ્રિંગ ભરતી ઉદ્ભવી જે સૌથી શક્તિશાળી ભરતી ગણાય છે. 

અમેરિકાના અનેક રાજ્યોમાં તબાહી

ઈડાલિયા વાવાઝોડાના કારણે અમેરિકાના 4 રાજ્યોમાં ભારે તબાહી વ્યાપી હતી જેમાં ફ્લોરિડામાં સૌથી વધારે અસર જોવા મળી હતી. બુધવારે ફ્લોરિડાના બિગ બેંડમાં લેન્ડફોલ બાદ વાવાઝોડાના કારણે 2 લોકોના મોત થયા હતા. ઈડાલિયા વાવાઝોડું ફ્લોરિડા પછી જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિના તરફ આગળ વધ્યું હતું. ઈડાલિયા વાવાઝોડાના કારણે જ્યોર્જિયા અને ફ્લોરિડાના આશરે 4.5 લાખ લોકોએ અંધારપટનો સામનો કર્યો હતો. 

ઈડાલિયા વાવાઝોડાને કારણે 900 ફ્લાઈટ રદ્દ

ઈડાલિયા વાવાઝોડાના કારણે આશરે 900 ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી. લેન્ડફોલ સમયે વાવાઝોડુ કેટેગરી 4માંથી કેટેગરી 3માં પહોંચી ગયું હતું જેથી 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. ઈડાલિયા વાવાઝોડાના કારણે પાવર લાઈન્સને ભારે નુકસાન પહોંચ્યુ હતું અને અનેક સ્થળે આગ પણ લાગી હતી. બુધવારે લેન્ડફોલ પહેલા ફ્લોરિડાની 30 કાઉન્ટીના લોકોને તેમના ઘર ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત 55,000 જેટલા સૈનિકોને રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવ્યા હતા. 

જાણો બ્લુ મૂન વિશે

ચંદ્રનું એક ચક્ર 29.5 દિવસનું છે. જ્યારે પૂર્ણ ચંદ્ર કેલેન્ડર મહિનામાં બે વાર આવે છે, ત્યારે તેને ‘બ્લુ મૂન’ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 1લી ઓગસ્ટ 2023ના રોજ પૂર્ણ ચંદ્ર હતો અને બીજી પૂર્ણિમા 30મી ઓગષ્ટના રોજ હતી માટે તેને બ્લુ મૂન કહેવામાં આવે છે. 30 ઓગષ્ટના રોજ સુપર મૂન પણ હોવાથી ચંદ્ર મોટો અને તેજસ્વી દેખાયો હતો.