Iceland Earthquakes: 24 કલાકમાં 1,000થી પણ વધુ આંચકા, જાહેર કરાઈ ઈમર્જન્સી

Iceland Earthquakes: યુરોપીયન દેશ આઈસલેન્ડમાં એક ફેમસ ટુરિસ્ટ સ્પોર્ટ આવેલું છે જે બ્લૂ લગૂનના નામથી ફેમસ છે. આગામી 16 નવેમ્બર સુધી તેને પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આઈસલેન્ડના હવામાન વિભાગના અહેવાલ અનુસાર રેક્ઝનેસ દ્વીપકલ્પ ક્ષેત્રમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 1400 ભૂકંપના ઝાટકા રેકોર્ડ કરવામાં આવ્યા છે.  આઈસલેન્ડમાં ભૂકંપ (Iceland Earthquakes)ના 7 ઝાટકા એવા […]

Share:

Iceland Earthquakes: યુરોપીયન દેશ આઈસલેન્ડમાં એક ફેમસ ટુરિસ્ટ સ્પોર્ટ આવેલું છે જે બ્લૂ લગૂનના નામથી ફેમસ છે. આગામી 16 નવેમ્બર સુધી તેને પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આઈસલેન્ડના હવામાન વિભાગના અહેવાલ અનુસાર રેક્ઝનેસ દ્વીપકલ્પ ક્ષેત્રમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 1400 ભૂકંપના ઝાટકા રેકોર્ડ કરવામાં આવ્યા છે. 

આઈસલેન્ડમાં ભૂકંપ (Iceland Earthquakes)ના 7 ઝાટકા એવા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 કે તેનાથી પણ વધારે માપવામાં આવી હતી. રેક્ઝનેસ દ્વીપકલ્પ ક્ષેત્ર આઈસલેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં આવેલો છે. જમીનનો આ ટુકડા પશ્ચિમમાં ઉત્તર એન્ટલાન્ટિક મહાસાગરની તરફ છે. રાજધાની રેક્વિકથી તે ખાસ દૂર નથી. બ્લૂ લગૂન ઉપરાંત અહીં દેશનું પ્રમુખ એરપોર્ટ કેફ્લાવિક ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ આવેલું છે. 

વધુ વાંચો: સૂર્ય મંડળના બીજા નંબરના અને પૃથ્વીના ભગીની ગ્રહ પરથી ઓક્સિજન મળ્યો

Iceland Earthquakes બાદ ઈમર્જન્સી જાહેર

વિશ્વનો સુંદર દેશ આઈસલેન્ડ માત્ર 14 કલાકમાં 800થી વધુ ભૂકંપના આંચકાથી હચમચી ગયો છે. આ પહેલા ભૂકંપના આવા સમાચાર ક્યારેય વાંચ્યા કે સાંભળ્યા નહોતા. પણ આ વાત સાચી છે. આઈસલેન્ડની ધરતી 14 કલાકમાં 800 વખત ધ્રૂજતાં વિશ્વ ચોંકી ગયું હતું. આ પછી, સરકારે સમગ્ર દેશમાં કટોકટી લાગુ કરી છે. પ્રારંભિક માહિતી અનુસાર, સૌથી મોટો આંચકો ગ્રિંડાવિકની ઉત્તરે આવ્યો હતો. 

અહીં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 હતી. દેશના દક્ષિણ પશ્ચિમ રેક્ઝનેસ દ્વીપકલ્પમાં શ્રેણીબદ્ધ શક્તિશાળી ધરતીકંપો આવ્યા બાદ આઈસલેન્ડે શુક્રવારે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. વૈજ્ઞાનિકોએ આ ઘટના બાદ જ્વાળામુખી ફાટવાની પણ ચેતવણી આપી છે. 

વધુ વાંચો: ઈઝરાયલી વડાપ્રધાને પેલેસ્ટિનિયન લશ્કરી જૂથો સાથે પાંચ દિવસીય યુદ્ધવિરામ કરારને નકારી કાઢ્યો

જ્વાળામુખી ફાટવાની શક્યતા

આઈસલેન્ડમાં ભૂકંપ (Iceland Earthquakes) બાદ નાગરિક સુરક્ષા અને કટોકટી વ્યવસ્થાપન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય પોલીસના વડા ગ્રિંડાવિકની ઉત્તરે આવેલા સુન્ધાન્જુક્કાગીરમાં તીવ્ર ભૂકંપને કારણે નાગરિક સુરક્ષા માટે કટોકટીની સ્થિતિ જાહેર કરે છે.” 

વૈજ્ઞાનિકો પાસેથી મળેલી માહિતીના આધારે વહીવટીતંત્રે લોકોને ગંભીર ચેતવણી આપતા કહ્યું હતું કે, “આગામી ભૂકંપના આંચકા અત્યાર સુધી આવેલા ભૂકંપ કરતા વધુ તીવ્ર હોઈ શકે છે અને ઘટનાઓની આ સાંકળ જ્વાળામુખી વિસ્ફોટ તરફ દોરી શકે છે.” 

આઈસલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ મોટા પાયે જ્વાળામુખી ફાટવાની ચેતવણી પણ આપવામાં આવી છે. વિસ્ફોટના કિસ્સામાં તે વિસ્તાર ખાલી કરાવવાની યોજના પણ તૈયાર છે. રાજધાની રેકજાવિકથી લગભગ 40 કિલોમીટર દૂર અને દેશના મોટા ભાગના દક્ષિણી દરિયાકાંઠે સાંજે 5.30 વાગ્યાની આસપાસ 2 તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. IMOના પ્રારંભિક ડેટા અનુસાર, સૌથી મોટો આફ્ટરશોક 5.2 તીવ્રતાનો ગ્રિંડાવિકની ઉત્તરે આવ્યો હતો. ભૂકંપથી ક્ષતિગ્રસ્ત થયા બાદ પોલીસે શુક્રવારે ગ્રિંડાવિકનો ઉત્તર-દક્ષિણ માર્ગ બંધ કરી દીધો હતો. 

ઓક્ટોબરના અંતથી અત્યાર સુધીમાં 24 હજાર આંચકા

IMOના અહેવાલ અનુસાર ઓક્ટોબરના અંતથી અત્યાર સુધીમાં દ્વીપકલ્પ પર લગભગ 24,000 ભૂકંપના આંચકા નોંધાયા છે. શુક્રવારની મધ્યરાત્રિથી 1400 GMT વચ્ચે લગભગ 800 આંચકા નોંધાયા હતા.