Dawood Ibrahim પાકિસ્તાનમાં મર્યો તો લેવાના દેવા થઈ જશે, પાકિસ્તાની મહિલા પત્રકારે ખોલી પોલ

Dawood Ibrahim: પાકિસ્તાની પત્રકાર આરજૂ કાઝમીએ દાઉદ ઈબ્રાહીમને લઈ ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાન દુનિયામાં તેની છાપ સારી બતાવવા માટે ગમે તે કરી શકે છે. દાઉદ મરી ગયો હોવાનું પણ એમાં સામેલ છે.

Share:

હાઈલાઇટ્સ

  • પાકિસ્તાની મહિલા પત્રકારે ખોલી દાઉદ ઈબ્રાહીમની પોલ
  • પાકિસ્તાન પોતાની છબી સુધારવા ગમે તે કરી શકે છે
  • દાઉદને મારી નાખવો એ પણ તેનો એક ભાગ હોઈ શકે

નવી દિલ્હીઃ ઈન્ડિયાનો મોસ્ટ વોન્ટેડ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ મરી ગયો છે કે પછી જીવતો છે, એને લઈને બે દિવસથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનમાં ઝેર આપી દેવામાં આવ્યું છે અને તેને સારાવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ સમાચાર ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, દાઉદ ઈબ્રાહીમને લઈ પાકિસ્તાની મહિલા પત્રકાર આરજૂ કાઝમીએ કેટલાંક ચોંકાવનારા દાવા કર્યા છે. 

આરજૂ કાઝમીએ શું કહ્યું?
પાકિસ્તાની પત્રકારે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાન દુનિયાની નજરમાં પોતાની છબી સુધારવા માટે ગમે તે કરી શકે છે. એમાં દાઉદ મરી ગયો છે એ પણ સામેલ હોઈ શકે છે. આઈએમએફ હોય કે બેંક તમામનું પાકિસ્તાન પર દબાણ છે. થોડા દિવસો પહેલાં પાકિસ્તાનમાં ટારગેટ કિલિંગ થયા હતા. ત્યારે હવે લોકો પૂછી રહ્યાં છે કે, આવા આતંકી સંગઠન ચલાવતા તેમના લીડરો ક્યારે મરશે. 

પાકિસ્તાનની પોલ ખોલી 
તેણે વધુ વાત કરતા કહ્યું કે, વિશ્વ જ નહીં હવે તો પાકિસ્તાનનો સારો મિત્ર ચીન પણ કહેવા લાગ્યો છે કે, પાકિસ્તાનમાં આવા લોકો ન હોવા જોઈએ. એટલે સંભવ છે કે પાકિસ્તાન ખુદ દાઉદને પોતાના રસ્તામાંથી હટાવવા માગતુ હોઈ શકે છે. પાકિસ્તાન સરકાર આજે પણ સ્વીકાર નથી કરતી તે પાકિસ્તાનમાં છે. કારણ કે તે હજુ પણ ભારતીય નાગરિક તરીકે જ ઓળખાય છે. 

પાકિસ્તાન નહીં સ્વીકારે
આરજૂ કાઝમીએ કહ્યું કે, પાકિસ્તાન કોઈ પણ જાતનું રિસ્ક લેવા માગતુ નથી. એટલા માટે અંદરની વાતો બહાર આવવા દેતું નથી. પરંતુ જ્યારે પણ કંઈ થાય છે ત્યારે સામે આવે છે કે દાઉદ પાકિસ્તાનમાં જ છે. જો દાઉદ ઈબ્રાહીમ મરી ગયો કે પછી કોઈ બીમારીના કારણે તેનું મોત થઈ ગયુ તો પાકિસ્તાન આ વાત ક્યારેય નહીં સ્વીકારે કે તે પાકિસ્તાનમાં છે.