યુએસનો રાષ્ટ્રપતિ બનીશ તો H-1B વિઝા નાબૂદ કરીશ: વિવેક રામાસ્વામી

ભારતીય-અમેરિકન રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ H-1B વિઝા પ્રોગ્રામ અંગે નોંધપાત્ર દાવાઓ કર્યા છે કે જો તેઓ 2024 માં યુએસનો રાષ્ટ્રપતિ બન્યા તો H-1B વિઝા નાબૂદ કરશે. વિવેક રામાસ્વામીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ હાલની લોટરી આધારિત સિસ્ટમને વધુ અસરકારક, ગુણવત્તાયુક્ત મેરિટ આધારિત પ્રવેશ પ્રક્રિયા સાથે બદલવાનો ઈરાદો ધરાવે છે. આ ટિપ્પણી એવા સમયે […]

Share:

ભારતીય-અમેરિકન રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ H-1B વિઝા પ્રોગ્રામ અંગે નોંધપાત્ર દાવાઓ કર્યા છે કે જો તેઓ 2024 માં યુએસનો રાષ્ટ્રપતિ બન્યા તો H-1B વિઝા નાબૂદ કરશે. વિવેક રામાસ્વામીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ હાલની લોટરી આધારિત સિસ્ટમને વધુ અસરકારક, ગુણવત્તાયુક્ત મેરિટ આધારિત પ્રવેશ પ્રક્રિયા સાથે બદલવાનો ઈરાદો ધરાવે છે.

આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે લાખો ભારતીયો લાંબી રાહ જોઈને યુએસ વર્ક વિઝા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.વિવેક રામાસ્વામી કહ્યું કે, H-1B વિઝા સિસ્ટમ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ માટે ખરાબ છે.

લોટરી સિસ્ટમને મેરિટ સિસ્ટમથી બદલવાની દરૂર: વિવેક રામાસ્વામી

વિવેક રામાસ્વામીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “લોટરી સિસ્ટમને વાસ્તવિક મેરિટ સિસ્ટમ પ્રવેશ દ્વારા બદલવાની જરૂર છે. તે ગુલામીનું એક સ્વરૂપ છે જે ફક્ત તે કંપનીના લાભ માટે ઉપાર્જિત થાય છે જેણે H-1B ઈમિગ્રન્ટને સ્પોન્સર કર્યું છે. હું તેને સમાપ્ત કરીશ.”

તેમણે જણાવ્યું, “જે લોકો પરિવારના સભ્યો તરીકે આવે છે તેઓ યોગ્યતા-આધારિત ઇમિગ્રન્ટ્સ નથી કે જેઓ આ દેશમાં કૌશલ્ય આધારિત યોગદાન આપે છે.”

વિવેક રામાસ્વામીએ પોતે 29 વખત વિઝા પ્રોગ્રામનો ઉપયોગ કર્યો છે. 2018 થી 2023 સુધી, યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસે H-1B વિઝા હેઠળ કર્મચારીઓની ભરતી કરવા માટે વિવેક રામાસ્વામીની ભૂતપૂર્વ કંપની, રોઈવન્ટ સાયન્સની 29 અરજીઓને મંજૂરી આપી હતી.

ભારતમાં H1B વિઝાની મુશ્કેલીઓ

H-1B વિઝા, ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં બહુપ્રતીક્ષિત H-1B વિઝા એ નોન-ઈમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને સૈદ્ધાંતિક અથવા તકનીકી કુશળતાની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશી કામદારોને રોજગારી આપવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે તેના પર નિર્ભર છે.

દર વર્ષે, યુએસ 65,000 H-1B વિઝા આપે છે જે બધા માટે ઉપલબ્ધ હોય છે અને 20,000 અદ્યતન યુએસ ડિગ્રી ધરાવતા લોકો માટે હોય છે. કારણ કે, ઘણા અરજદારો ભારત અને ચીનમાંથી આવતા હોવાથી, તેમનો બેકલોગ હાલમાં ઘણો મોટો છે.

વિવેક રામાસ્વામી રોઈવન્ટમાં ચીફ એક્ઝિક્યુટિવના હોદ્દા પર હતા અને ફેબ્રુઆરી 2021માં તેમણે પોતાનું પદ છોડ્યું હતું. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ફાઈલિંગ મુજબ 31 માર્ચ સુધી આ કંપની અને તેની સહાયક કંપનીઓમાં 904 ફૂલ ટાઈમ કર્મચારી કામ કરે છે જેમાંથી 825 કર્મચારી અમેરિકામાં છે.   

વિવેક રામાસ્વામી ભારતીય મૂળના નેતા છે જેમના માતાપિતા બહુ સાધારણ સ્થિતિમાં અમેરિકા આવ્યા હતા. વિવેક રામાસ્વામી પોતાના ઉગ્ર અને અલગ પ્રકારના વિચારો માટે જાણીતા છે અને દરેક ડિબેટમાં હરીફોને પરાસ્ત કરી રહ્યા છે.