ઈમરાન ખાને કાશ્મીર ‘રોડમેપ’ સાથે જાહેર કરી શાંતિ યોજના

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિ પ્રસ્તાવ પર કામ કરી રહ્યું હતું જેમાં ભારત કાશ્મીર મુદ્દા માટે ‘રોડમેપ’ જાહેર કરવાનું હતું અને ભારતના વડાપ્રધાન અને 2019માં ઈસ્લામાબાદની મુલાકાત લેવાના હતા. ઈમરાન ખાને અમેરિકાના જાણીતા થિન્ક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલને આપેલા ઈન્ટરવ્યુ અનુસાર આ પ્રસ્તાવને પાકિસ્તાનના તત્કાલિન આર્મી ચીફ જનરલ કમર […]

Share:

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિ પ્રસ્તાવ પર કામ કરી રહ્યું હતું જેમાં ભારત કાશ્મીર મુદ્દા માટે ‘રોડમેપ’ જાહેર કરવાનું હતું અને ભારતના વડાપ્રધાન અને 2019માં ઈસ્લામાબાદની મુલાકાત લેવાના હતા.

ઈમરાન ખાને અમેરિકાના જાણીતા થિન્ક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલને આપેલા ઈન્ટરવ્યુ અનુસાર આ પ્રસ્તાવને પાકિસ્તાનના તત્કાલિન આર્મી ચીફ જનરલ કમર બાજવાનું સમર્થન હતું અને ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાના ભારતના નિર્ણય છતાં પાકિસ્તાન તેની સાથે આગળ વધ્યું હતું.

નોંધનીય છે કે ઈમરાન ખાને અને બાજવા વચ્ચે પાછલા થોડાક સમયથી કટ્ટર દુશમની ચાલી રહી છે અને એપ્રિલ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેમની સરકારને હટાવી દેવામાં આવી હતી. તેમણે ભારત સાથે યુદ્ધ માટે પાકિસ્તાનની સૈન્ય સજ્જ અથવા તૈયાર ન હોવા અંગે મીડિયા સાથે વાત કરવા બદલ ભૂતપૂર્વ આર્મી ચીફની પણ ટીકા કરી હતી. 

પાકિસ્તાનના ઈતિહાસમાં શાસન કરનાર શક્તિશાળી સૈન્ય સાથે ભૂતપૂર્વ વડા પ્રધાનના સંબંધો હાલમાં સૌથી નીચા સ્તરે છે, ખાસ કરીને જયારે ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના સભ્યોએ મે મહિનાના વિરોધ દરમિયાન અનેક લશ્કરી સ્થાપનો પર હુમલો કર્યો અને તોડફોડ કરી હતી.

જયારે ઈમરાન ખાનને બાજવા દ્વારા કથિત રીતે દોરવામાં આવેલી શાંતિ યોજના વિશે પૂછવામાં આવ્યું, જેમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામ, વેપાર અર્થે વાટાઘાટો અને ભારતીય વડા પ્રધાનની સંભવિત મુલાકાતનો સમાવેશ થાય છે, ત્યારે ઈમરાન ખાને કહ્યું કે તે ‘સૈન્ય દ્વારા મુદ્દાઓનું સમાધાન કરવામાં માનતા નથી’

તેમને કહ્યું કે “જુઓ, મને વેપાર વાટાઘાટો યાદ નથી. હું માત્ર એટલું જ જાણું છું કે ભારત સરકાર કાશ્મીરને કેટલીક છૂટ આપવાની હતી, કોઈ પ્રકારનો રોડમેપ આપવાની હતી, અને ત્યારબાદ પાકિસ્તાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાની કરવાનું હતું”

પાકિસ્તાની મીડિયામાં તાજેતરના કેટલાક અહેવાલોમાં સામે આવ્યું છે કે બાજવાએ આવા શાંતિ પ્રસ્તાવને આગળ ધપાવવાનો સંકેત આપ્યો હતો, જેમાં ભારતીય વડા પ્રધાનની પાકિસ્તાનની મુલાકાતનો પણ સમાવેશ થવાનો હતો જે આખરે નિષ્ફળ ગયો હતો.

ઈમરાન ખાનની ટિપ્પણી પર ભારતીય અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.