2023 માં ભારતીયોના કારણે માલદીવનું ખીસ્સુ સૌથી વધારે ભરાયું, તોય નથી છૂટતો તેનો અહંકાર!

વર્ષ 2023 માં 2,09,198 જેટલા ભારતીયોએ માલદીવનો પ્રવાસ કર્યો છે. તો ચીનના 1,87,118 જેટલા લોકો માલદીવ ગયા છે.

Share:

હાઈલાઇટ્સ

  • જો કે, માલદીવ્સમાં નવી સરકાર આવ્યા પછી એ દેશનું વલણ ચીન તરફ વધારે રહ્યું છે
  • માલદીવનો પ્રવાસ કરનારા પર્યટકોમાં સૌથી વધારે સંખ્યા ભારતના લોકોની છે

દેશના પર્યટન મંત્રાલયના આંકડાઓથી ખ્યાલ આવે છે કે, ડિસેમ્બર 2023 સુધીમાં માલદીવમાં આવનારા પર્યટકોમાં ભારતીય પર્યટકો સૌથી વધારે હતા. માલદીવ પર્યટન મંત્રાલય અનુસાર, 13 ડિસેમ્બર સુધી માલદીવમાં કૂલ 17,57,939 જેટલા પર્યટકો પહોંચ્યા હતા કે જે વર્ષ 2022 ની તુલનામાં 12.6 ટકા જેટલો વધારે હતા. 

માલદીવનો પ્રવાસ કરનારા પર્યટકોમાં સૌથી વધારે સંખ્યા ભારતના લોકોની છે. વર્ષ 2023 માં 2,09,198 જેટલા ભારતીયોએ માલદીવનો પ્રવાસ કર્યો છે. તો ચીનના 1,87,118 જેટલા લોકો માલદીવ ગયા છે. યુકેથી 1,55,730 પર્યટકો, ઈટલીથી 1,18,412 પર્યટકો, અમેરિકાથી 74,575 પર્યટકો, ફ્રાંસથી 49,199 પર્યટકો, સ્પેનથી 40,462 પર્યટકો અને સ્વિટઝર્લેન્ડથી 37,260 જેટલા લોકોએ વર્ષ 2023 માં માલદીવ્સનો પ્રવાસ કર્યો છે. 

ડેટા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં માલદીવ્સ ભારતીય લોકો માટે એક મનપસંદ પર્યટન સ્થળ બન્યું છે. 

સરળ અને સાદી ગુજરાતી ભાષામાં એવું કહી શકાય કે, વર્ષ 2023માં સૌથી વધારે ભારતીયોના પ્રવાસ થકી માલદિવ્સનું ખીસ્સુ ભરાયું છે. પરંતુ આમ છતા માલદીવ્સને તો જાણે અભિમાનનો પાર ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, પીએમ મોદીએ તેમની લક્ષદ્વીપ મુલાકાતની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની અપીલ કરી હતી. આ પછી માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિયુનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. માલદીવના નેતાએ પીએમ મોદીને 'કઠપૂતળી' પણ કહ્યા. જોકે, ભારતીય ઈન્ટરનેટ યુઝર્સ દ્વારા ટીકા બાદ શિયુનાએ તેની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. શિયુના ઉપરાંત, અન્ય મંત્રી, ઝાહિદ રમીઝ સહિત માલદીવના અન્ય અધિકારીઓએ પણ સોશિયલ મીડિયા પર PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરોની મજાક ઉડાવી હતી અને ઘણા લોકોએ તેની તુલના માલદીવ સાથે કરી હતી.

જો કે, માલદીવ્સમાં નવી સરકાર આવ્યા પછી એ દેશનું વલણ ચીન તરફ વધારે રહ્યું છે. માલદીવની નવી સરકારે ભારતીય સેનાને પોતાના દેશમાંથી કાઢવા સુધી વાતો કરી લીધી છે. પરંતુ માલદીવને કદાચ એ વાતની ખબર નથી કે, ભારત સાથે સંબંધો ખરાબ કરીને તે પોતાના પગ પર જ કુહાડો મારી રહ્યું છે. કારણ કે ચીન કોઈનું થયું નથી અને થવાનું નથી. 
 

Tags :