અમેરિકામાં પેસેન્જરે પ્લેન પર નિયંત્રણ મેળવતાં જ પ્લેન ક્રેશ થયું 

અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં પ્લેન ક્રેશની ભયાનક ઘટના બની. એક મુસાફરે બીમાર પાઇલટ પાસેથી મિની પ્લેનનો કન્ટ્રોલ લીધો જેને કારણે પ્લેનનુ ટાપુ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. આ ચોંકાવનારી ઘટના મેસેચ્યુસેટ્સના વેસ્ટ ટિસ્બરીમાં માર્થાના વાઈનયાર્ડ એરપોર્ટ નજીક શનિવારે બપોરે બની હતી. વિમાનના અંતિમ અભિગમ દરમિયાન, 79 વર્ષીય પાઇલટને કટોકટીનો સામનો કરવો પડયો. જેમાં, એક મહિલા પેસેન્જરે થ્રોટલ […]

Share:

અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં પ્લેન ક્રેશની ભયાનક ઘટના બની. એક મુસાફરે બીમાર પાઇલટ પાસેથી મિની પ્લેનનો કન્ટ્રોલ લીધો જેને કારણે પ્લેનનુ ટાપુ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. આ ચોંકાવનારી ઘટના મેસેચ્યુસેટ્સના વેસ્ટ ટિસ્બરીમાં માર્થાના વાઈનયાર્ડ એરપોર્ટ નજીક શનિવારે બપોરે બની હતી.

વિમાનના અંતિમ અભિગમ દરમિયાન, 79 વર્ષીય પાઇલટને કટોકટીનો સામનો કરવો પડયો. જેમાં, એક મહિલા પેસેન્જરે થ્રોટલ પર કન્ટ્રોલ મેળવ્યું અને વિમાનને લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો. કમનસીબે, લેન્ડિંગ ખરબચડી હતી તેમજ પ્લેન રનવે પરથી ખસી જતા તેની ડાબી પાંખ અડધી તૂટી ગઈ હતી. આ મહિલા પેસેન્જરને લગભગ 3:15 વાગ્યે પ્લેનને ક્રેશ રિજનમાં લેન્ડ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

પાઇલટને તેની માંદગીને કારણે ગંભીર સ્થિતિમાં તરત જ બોસ્ટન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સદ્ભાગ્યે, મુસાફરને કોઈ ઇજા થઈ  નહોતી અને તેને સ્થાનિક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

એક અહેવાલ મુજબ, 2006નું પાઇપર મેરિડીયન એરપ્લેન વેસ્ટચેસ્ટર કાઉન્ટી, ન્યૂયોર્કથી શનિવારની બપોર પહેલા રવાના થયું હતું. પાયલોટ અને પેસેન્જર બંને કનેટિકટના રહેવાસી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે ફ્લાઇટ કોઈપણ લેન્ડિંગ ગિયર વિના તેના પેટના ભાગે ઉતરી હતી અને પાઇલટને પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

મેસેચ્યુસેટ્સના દરિયાકાંઠે પ્લેન ક્રેશ થયું હતું કારણ કે જ્યારે વિમાન મોડી રાત્રે પાણી પર ઉતરી રહ્યું હતું. 

હાલમાં પોલીસ, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા થયેલા ક્રેશની તપાસ કરવામાં આવી રહી છે. સેફ્ટી બોર્ડે જણાવ્યું હતું કે દુર્ઘટનાનું સંભવિત કારણ “રાત્રે પાણીની ઉપર ઉતરતી વખતે વાતાવરણમાં છવાયેલ ધુમ્મસ અને અંધારી રાતને કારણે વિમાન પર નિયંત્રણ જાળવવામાં પાઇલટ નિષ્ફળતા છે.

એરક્રાફ્ટને પહેલા જ રનવે પરથી હટાવીને એરપોર્ટ પર સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી જાણી શકાયું નથી કે પ્લેન ક્રેશ પછી પાઇલટને આરોગ્ય સંકટ ઉભું થયું હતું કે અકસ્માતની થોડી ક્ષણો પહેલાં તેણે આ કટોકટી ભોગવવી પડી હતી. FFAના અધિકારીના જણાવ્યા અનુસાર NTSBને આ તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.

24 વર્ષ પહેલા આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં માર્થાના વાઈનયાર્ડમાં એક પાઇપર ક્રેશ થઈ હતું, જેમાં જ્હોન એફ. કેનેડી જુનિયર, તેની પત્ની કેરોલીન અને તેની બહેન લોરેન બેસેટનો જીવ ગયો હતો. વેસ્ટ ટિસ્બરીના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ટૂંકો રનવે એરપોર્ટ દ્વારા ફરીથી ખોલવામાં આવ્યો હતો અને શનિવારથી ધીમે ધીમે કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી.