ભારતને-કેનેડા ખટરાગઃ શ્રીલંકાએ ભારતને આપ્યું સમર્થન

કેનેડાએ ભારત પર હરદીપ સિંહ નિજજરની હત્યાનો આરોપ લગાવતા બંને દેશોના સબંધ વણસ્યા છે. આ મામલે ભારતને શ્રીલંકાનું સમર્થન મળ્યું છે. શ્રીલંકાના વિદેશમંત્રી અલી સબરીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આકરી ટીકા કરી અને કહ્યું કે કેટલાક આતંકવાદીઓ માટે કેનેડા સુરક્ષિત આશ્રયસ્થાન છે. તેમણે જસ્ટિન ટ્રુડો પર “કોઈપણ પુરાવા વિના કેટલાક અપમાનજનક આક્ષેપો કરવાનો અભિગમ” અપનાવવાનો […]

Share:

કેનેડાએ ભારત પર હરદીપ સિંહ નિજજરની હત્યાનો આરોપ લગાવતા બંને દેશોના સબંધ વણસ્યા છે. આ મામલે ભારતને શ્રીલંકાનું સમર્થન મળ્યું છે. શ્રીલંકાના વિદેશમંત્રી અલી સબરીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આકરી ટીકા કરી અને કહ્યું કે કેટલાક આતંકવાદીઓ માટે કેનેડા સુરક્ષિત આશ્રયસ્થાન છે. તેમણે જસ્ટિન ટ્રુડો પર “કોઈપણ પુરાવા વિના કેટલાક અપમાનજનક આક્ષેપો કરવાનો અભિગમ” અપનાવવાનો આરોપ મૂક્યો છે. અલી સબરીએ આ ટિપ્પણી ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદના સંદર્ભમાં કરી હતી.

અલી સબરીએ સોમવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો પાસે કોઈપણ પુરાવા વિના કેટલાક ભયાનક આરોપો લગાવવાનો આ રસ્તો છે.”

અલી સબરીએ કહ્યું, “તેઓએ શ્રીલંકામાં પણ એવું જ કર્યું, એમ કહેવું કે શ્રીલંકામાં નરસંહાર થયો તે એક ભયાનક અને સંપૂર્ણપણે જુઠ્ઠાણું હતું. દરેક વ્યક્તિ જાણે છે કે અમારા દેશમાં કોઈ નરસંહાર થયો નથી.”

તેમણે કહ્યું, “મેં ગઈકાલે જોયું કે જસ્ટિન ટ્રુડોએ ભૂતકાળમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝીઓ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. તેથી આ શંકાસ્પદ છે અને અમે ભૂતકાળમાં તે બોગવી ચુક્યા છીએ.” 

વિદેશમંત્રી અલી સબરીએ કહ્યું, “મને આશ્ચર્ય નથી થતું કે કેટલીકવાર પીએમ જસ્ટિન ટ્રુડો અત્યાચારી અને અપમાનજનક આરોપો સાથે સામે આવે છે.”

જૂનમાં ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો દાવો કરતા જસ્ટિન ટ્રુડોના આરોપોથી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ સર્જાયો હતો. હરદીપ સિંહ નિજ્જરને 2020 માં ભારત દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો, તેની 18 જૂને કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં હત્યા કરવામાં આવી હતી.

ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપોને “વાહિયાત” અને “પ્રેરિત” ગણાવીને ફગાવી દીધા હતા. જેના પરિણામે આ બાબતે એક ભારતીય અધિકારીની ઓટાવા દ્વારા હકાલપટ્ટીના બદલામાં એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવામાં આવ્યો હતો.

ભારતે અગાઉ કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સમાન સલાહ આપવામાં આવી હતી અને વધતા જતા રાજદ્વારી વિવાદના જવાબમાં વિઝા સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી હતી. 

એક ઈન્ટરવ્યુમાં કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેરે ભારત સાથેના સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સંકેત આપ્યો હતો કે કેનેડા આ ભાગીદારી ચાલુ રાખશે અને હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપોની તપાસ ચાલુ રહેશે.

બિલ બ્લેરે કહ્યું, “અમે સમજીએ છીએ કે ભારત સાથેના અમારા સંબંધોના સંદર્ભમાં આ એક પડકારજનક મુદ્દો હોઈ શકે છે અને તે સાબિત થયું છે. પરંતુ તે જ સમયે, અમારી પાસે કાયદાનું રક્ષણ કરવાની, અમારા નાગરિકોની સુરક્ષા કરવાની અને એ પણ સુનિશ્ચિત કરવાની જવાબદારી છે કે અમે સંપૂર્ણ તપાસ કરીએ અને સત્ય સુધી પહોંચીએ.”