દિલ્હીમાં G20 સમિટમાં અમેરિકા અને સાઉદી સાથે રેલ-પોર્ટ ડીલમાં ભારત જોડાશે

G20 સમિટ દરમિયાન ભારત, અમેરિકા અને ગલ્ફના નેતાઓ વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ડીલ થવાની સંભાવના છે. આ ડીલ અંતર્ગત અમેરિકા અને સાઉદી સાથે રેલ-પોર્ટ ડીલમાં ભારત જોડાવાની તૈયારીમાં છે. આ પ્રોજેક્ટમાં રેલવે નેટવર્ક દ્વારા ગલ્ફ અને અરબ દેશોને જોડવામાં આવશે. તે અતંર્ગત ભારતનો પણ સમાવેશ કરાશે. તેના માટે ભારત, અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડીલ […]

Share:

G20 સમિટ દરમિયાન ભારત, અમેરિકા અને ગલ્ફના નેતાઓ વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ડીલ થવાની સંભાવના છે. આ ડીલ અંતર્ગત અમેરિકા અને સાઉદી સાથે રેલ-પોર્ટ ડીલમાં ભારત જોડાવાની તૈયારીમાં છે. આ પ્રોજેક્ટમાં રેલવે નેટવર્ક દ્વારા ગલ્ફ અને અરબ દેશોને જોડવામાં આવશે. તે અતંર્ગત ભારતનો પણ સમાવેશ કરાશે. તેના માટે ભારત, અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડીલ ફાઈનલ થઈ શકે છે.

રોયટર્સના અહેવાલ પ્રમાણે, ભારત, અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડીલ ફાઈનલ થઈ શકે છે. આ પ્રોજેક્ટ હેઠળ રેલ અને પોર્ટને ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ માહિતી સૌપ્રથમ અમેરિકન અખબાર એક્સિયસ તરફથી મળી હતી. આ પ્રોજેક્ટ શરૂ કરવા પાછળ ચીનની બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI) કારણભૂત હોવાનું કહેવાય છે.

બાઈડન વહીવટીતંત્ર સાઉદી અરેબિયા અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા અને 2024ની ચૂંટણી પહેલા આ ડીલને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ મે મહિનામાં એવા સમાચાર આવ્યા હતા કે ભારતના NSA અજીત ડોભાલે સાઉદી અરેબિયામાં અમેરિકા અને UAEના NSA સાથે આ ડીલ પર ચર્ચા કરી છે.

છેલ્લા 18 મહિનાથી રેલ-પોર્ટ ડીલ અંગે વાટાઘાટો ચાલી રહી છે

I2U2 ફોરમ હેઠળ છેલ્લા 18 મહિનાથી વ્હાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે વાટાઘાટો ચાલી રહી છે. આ ફોરમમાં અમેરિકા, ઈઝરાયેલ, ભારત અને UAE સામેલ છે.  આ ફોરમની રચના 2021માં મધ્ય પૂર્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની રણનીતિ નક્કી કરવા માટે કરવામાં આવી હતી. ફોરમમાં હાજર રહેલા ઈઝરાયેલના એક અધિકારીએ એક્સિયસને જણાવ્યું હતું કે મહિનાઓથી ચાલી રહેલી મંત્રણામાં કોઈ દેશે ચીનનું નામ લીધું નથી, પરંતુ ચીનના કારણે તે સર્જાઈ રહ્યું છે. ઇઝરાયલે મધ્ય પૂર્વમાં ચીનના પ્રભાવને ઘટાડવા માટે આ પ્રોજેક્ટનો વિચાર પણ આપ્યો હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ભારતની નિપુણતાને જોતા તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શા માટે ભારત રેલ-પોર્ટ ડીલમાં સામેલ થવા માગે છે

એક અહેવાલ પ્રમાણે,  મુજબ ચીન પશ્ચિમ એશિયામાં સતત પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે. ચીનના નેતૃત્વમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલી સમજૂતીએ ભારતની સાથે સાથે અમેરિકાને પણ ચોંકાવી દીધું હતું. આ કરારથી પશ્ચિમ એશિયામાં ભારતના હિતોને પણ અસર થઈ શકે છે.

પ્રોજેક્ટ હેઠળ જો ખાડી અને અરેબિયા વચ્ચેના રેલવે નેટવર્કને દરિયાઈ માર્ગે દક્ષિણ એશિયા સાથે જોડવામાં આવશે તો તેલ અને ગેસ ભારતમાં ઝડપથી અને ઓછા ખર્ચે પહોંચશે. આ કનેક્ટિવિટીથી ગલ્ફ દેશોમાં રહેતા ભારતના 80 લાખ લોકોને પણ ફાયદો થશે. આ સાથે રેલવે સેક્ટરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડર તરીકે ભારતનું બ્રાન્ડિંગ થશે. તેથી જો રેલ-પોર્ટ ડીલ ફાઈનલ થશે તો ભારત સહિત ત્રણેય દેશોને તેનો લાભ પહોંચશે.