Hardeep Nijjar killing મામલે ભારત તપાસ માટે તૈયાર, પહેલા પુરાવા આપોઃ ડૉ. જયશંકર

લંડન ખાતે એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે ચીન અને કેનેડા સહિત અનેક મુદ્દે વાતચીત કરી

Courtesy: Image: Twitter

Share:

 

Hardeep Nijjar killing: વિદેશ મંત્રી એસ જયશંકર 5 દિવસ માટે લંડન પ્રવાસે છે. ત્યારે બુધવારના રોજ તેમણે કેનેડાને આડેહાથ લીધું હતું અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા (Hardeep Nijjar killing)માં ભારતીય સરકારના એજન્ટની સંડોવણી અંગે પુરાવા આપવા કહ્યું હતું. આ સાથે જ વિદેશ મંત્રી જયશંકરે ભારત કોઈ પણ તપાસનો ઈનકાર નથી કરી રહ્યું અને તપાસ માટે તૈયાર જ છે તેવી પણ સ્પષ્ટતા કરી હતી. 

Hardeep Nijjar killing બાદ બે દેશો વચ્ચે તણાવ

કેનેડાના બ્રિટિશ કોલંબિયા ખાતે ગત 18 જૂનના રોજ ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ હતી. આ હત્યામાં ભારતીય એજન્ટની 'સંભવિત' સંડોવણી અંગે સપ્ટેમ્બરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પગલે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા હતા.

 

ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યા છે. નોંધનીય છે કે, ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.

 

ભારતે ટ્રુડોના આરોપોને 'વાહિયાત' અને 'પાયાવિહોણા' ગણાવીને ફગાવી દીધા હતા. કેનેડામાં ખાલિસ્તાન તરફી ગતિવિધિઓનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ચોક્કસ જવાબદારી સાથે આવે છે અને તે સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરવો અને રાજકીય હેતુઓ માટે તે દુરુપયોગને સહન કરવું ખૂબ જ ખોટું છે.

 

હરદીપ નિજ્જરની હત્યા (Hardeep Nijjar killing) બાદ વ્યાપેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે કેનેડાને અરીસો બતાવતા જણાવ્યું હતું કે, અમને લાગે છે કે કેનેડાના રાજકારણમાં હિંસકતા અને ઉગ્રવાદને સ્થાન મળ્યું છે. તે હિંસક માધ્યમથી ભારતમાં અલગાવવાદની વાત કરે છે. આવા લોકોએ કેનેડાના રાજકારણમાં પણ સ્થાન બનાવ્યું છે. જયશંકરે કહ્યું કે આવા લોકોને વાણી સ્વતંત્રતા હોય છે પરંતુ તેની સાથે જવાબદારી પણ આવે છે.

કેનેડાએ પુરાવા આપવા પડશે

ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, ભારત સરકાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનીહત્યા સંબંધિત તપાસનો ઈનકાર નથી કરી રહી પરંતુ કેનેડાની સરકારે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના તેના દાવાને સાબિત કરવા માટે પુરાવા દર્શાવવા આપવા પડશે. હાલમાં વિદેશ મંત્રી જયશંકર બ્રિટનની મુલાકાતેછે, જ્યાં તેમણે એક કાર્યક્રમમાં ચીન અને કેનેડા સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.

 

બ્રિટનની રાજધાની લંડનમાં ઉત્તરપ્રદેશના લોખરીમાંથી ચોરાયેલી 8મી સદીની મંદિરની મૂર્તિઓ, યોગિની ચામુંડા અને યોગિની ગોમુખીના વાપસીના સમારંભમાં જયશંકરે ભાગ લીધો હતો. અહીં તેમણે કેનેડા અને તેના દ્વારા લગાવાયેલા આવેલા આરોપો અંગે વાત કરી હતી. 

 

વિદેશ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બે મહિના પહેલા જસ્ટિન ટ્રુડોની સરકારે ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા માટે ભારતીય એજન્ટો પર આરોપ લગાવ્યો હતો અને ભારતના ટોચના રાજદ્વારીને ઓટાવા છોડવા કહ્યું હતું.