E-Visa Service: ભારતે 2 મહિના બાદ કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવા ફરી શરૂ કરી

નિજ્જર વિવાદ બાદ 21 સપ્ટેમ્બરે ઈ-વિઝા સેવા બંધ થઈ હતી

Courtesy: Image: Twitter

Share:

 

E-Visa Service: ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાને લઈને કેનેડાના આરોપોને લઈને તણાવ વધ્યા બાદ ભારત સરકારે 21 સપ્ટેમ્બરે વિઝા સેવા (E-Visa Service) બંધ કરી દીધી હતી. ભારતે કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવા ફરી શરૂ કરી છે. ભારતે છેલ્લા બે મહિનાથી કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 

 

હકીકતમાં કેનેડાએ સપ્ટેમ્બરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારતીય એજન્ટો પર લગાવ્યો હતો. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ વણસ્યા હતા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં કહ્યું હતું કે જૂનમાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં ગુરુદ્વારાની બહાર કેનેડિયન નાગરિક નિજ્જરની હત્યા ભારતીય એજન્ટો દ્વારા કરવામાં આવી હતી. 

 

આ પછી, 21 સપ્ટેમ્બરે ભારતે કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવા (E-Visa Service) પર પ્રતિબંધ મૂક્યો હતો.

 

ભારતે આ હત્યામાં કોઈપણ સંડોવણીનો ઈનકાર કર્યો હતો

ભારત સરકારે જસ્ટિન ટ્રુડોના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ભારતે કેનેડાના વડાપ્રધાનના આરોપોને વાહિયાત અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા. MEAએ કહ્યું હતું કે જો કેનેડા ખરેખર માને છે કે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે તો તેણે તેના દાવાને સાબિત કરવા પુરાવા રજૂ કરવા જોઈએ. આ ઘટના બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા થયો હતો.

 

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, "કેનેડા વિઝા આપવામાં ભેદભાવ કરે છે. વિઝા સેવા (E-Visa Service) બંધ કરવા પાછળનો હેતુ કેનેડિયન નાગરિકોને ભારતમાં આવતા રોકવાનો નથી. જેમની પાસે વિઝા છે તેઓ આવી શકે છે પરંતુ અમારા ડિપ્લોમેટની સુરક્ષાના કારણોસર વિઝા સર્વિસ સ્થગિત કરવામાં આવી છે." 

 

સરકારના આ નિર્ણય બાદ કેનેડાના નાગરિકો માટે તમામ પ્રકારની વિઝા સેવા (E-Visa Service)ઓ ફરી શરૂ થઈ ગઈ છે. તેમાં ટુરિસ્ટ વિઝા પણ સામેલ છે. આ ઉપરાંત એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા પણ શરૂ કરવામાં આવ્યા છે. ઘણા કેનેડિયન નાગરિકો પણ ટૂરિસ્ટ વિઝા પર ભારત આવે છે. 

 

પીએમ મોદીની ટ્રુડો સાથેની વર્ચ્યુઅલ મીટિંગ પહેલા E-Visa Service શરૂ થઈ

હકીકતમાં, ભારત દ્વારા વિઝા સેવા (E-Visa Service) એવા સમયે શરૂ કરવામાં આવી છે જ્યારે G20 નેતાઓની વર્ચ્યુઅલ બેઠક મંગળવારે જ યોજાઈ રહી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત G-20 દેશોના નેતાઓ તેમાં ભાગ લેવાના છે. 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આફ્રિકન યુનિયનના પ્રમુખ સહિત તમામ G20 સભ્યોના નેતાઓ તેમજ નવ અતિથિ દેશોના વડાઓ અને 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમાં ચીનના વડાપ્રધાન લી કિઆંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત ઘણા નેતાઓ ભાગ લેવાના છે.