ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના ટીનેજર પર જન્મદિવસે છરી વડે હુમલો થયો

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ભારતીય મૂળના ટીનેજર પર છરી વડે હુમલો થયો છે. 16 વર્ષના ઘાયલ યુવકનું નામ રેયાન સિંહ છે. ઘટના સમયે, રેયાન મિત્રો સાથે બાસ્કેટબોલ રમી રહ્યો હતો અને તેના માતા-પિતા ઘરે તેના 16મા જન્મદિવસની પાર્ટીની તૈયારી કરી રહ્યા હતા. આ હુમલામાં રેયાનના બે મિત્રો પણ ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર – રાયાન […]

Share:

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ભારતીય મૂળના ટીનેજર પર છરી વડે હુમલો થયો છે. 16 વર્ષના ઘાયલ યુવકનું નામ રેયાન સિંહ છે. ઘટના સમયે, રેયાન મિત્રો સાથે બાસ્કેટબોલ રમી રહ્યો હતો અને તેના માતા-પિતા ઘરે તેના 16મા જન્મદિવસની પાર્ટીની તૈયારી કરી રહ્યા હતા.

આ હુમલામાં રેયાનના બે મિત્રો પણ ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર – રાયાન અને તેના મિત્રો હુમલાખોરોને ઓળખતા ન હતા. રેયાન હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. તેના પર હુમલો કરનારા 20 વર્ષના આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

આઠ છોકરાઓએ હુમલો કર્યો

આ ઘટના મેલબોર્નના ઉપનગરીય વિસ્તાર તારનેટમાં બની હતી. રેયાન અને તેના બે મિત્રો અહીં બાસ્કેટબોલ કોર્ટમાં હાજર હતા. તેણે પ્રેક્ટિસ પૂરી કરી કે તરત જ આઠ છોકરાઓ ત્યાં પહોંચી ગયા. આ તમામ પાસે છરીઓ અને લાકડીઓ હતી. આ લોકોએ રેયાન પાસે સ્નીકર્ની માગણી કરી હતી. આ સિવાય રેયાનના મિત્રનો ફોન પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ન તો રેયાન સ્નીકર્સ આપવા રાજી થયો ન તો તેનો મિત્ર ફોન આપવા રાજી થયો. બંનેના મોઢે ના સાંભળતાં આરોપીએ ગુસ્સે થઈને ત્રણેય મિત્રો પર હુમલો કર્યો હતો.

રેયાનના હાથ અને પગ ઉપરાંત તેના માથામાં ઈજા થઈ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની આંગળીની સર્જરી પણ અહીં કરવા કરવામાં આવી છે. 

પોલીસે ગુનો દાખલ કર્યો

વિક્ટોરિયા પોલીસ અધિકારીએ કહ્યું- આરોપી છોકરાઓ રેયાન અને તેના મિત્રો પાસેથી અમુક સામાન છીનવવા માંગતા હતા. જ્યારે આ લોકોએ વિરોધ કર્યો તો આરોપીઓએ તેમના પર હુમલો કર્યો. હુમલામાં રેયાન અને તેના બે મિત્રો ઘાયલ થયા હતા. ઘટના બાદ તમામ આરોપીઓ કારમાંથી ફરાર થઈ ગયા હતા. જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. તેની ઉંમર 20 વર્ષની છે. રેયાનની હાલત ખતરાની બહાર છે.

રેયાનની માતા સુષ્માએ એક ઓસ્ટ્રેલિયન ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, આજે રેયાનનો 16મો જન્મદિવસ હતો. અમે પાર્ટી અને ડિનરનું આયોજન કર્યું હતું, બસ તેના ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. અમને આ પહેલા પણ આ હુમલાની જાણ થઈ હતી. પોલીસે આરોપીઓ સામે લૂંટ અને ખૂની હુમલાનો ગુનો નોંધ્યો છે.

સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે, આ વિસ્તારમાં યંગસ્ટર્સ દ્વારા આવી લૂંટની ઘટના બનતી રહે છે. આ જ ટોળકીએ બપોરે અન્ય યંગસ્ટર્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે તેમની વેનની પોલીસ તપાસ ચાલુ છે.