જર્મનીમાં ભારતીયોએ અરિહાને ભારત પાછી લાવવા વિરોધ નોંધાવ્યો 

જર્મનીમાં ભારતીયો દ્વારા બર્લિનમાં પાલક સંભાળમાં રહેતી બે વર્ષની અરિહા શાહને ભારત પરત લાવવા માટે વિરોધ કર્યો હતો. 23 સપ્ટેમ્બર, 2021થી બર્લિનમાં લગભગ 150 થી 200 ભારતીયોએ જર્મનીના ફ્રેન્કફર્ટમાં એકઠા થઈને શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. આ વિરોધ 15 જુલાઈના રોજ થયો હતો અને તેનો ઉદ્દેશ્ય અરિહાના સાંસ્કૃતિક અધિકારોના ઉલ્લંઘન અને ભારત સરકારની અપીલને નકારી કાઢવાના […]

Share:

જર્મનીમાં ભારતીયો દ્વારા બર્લિનમાં પાલક સંભાળમાં રહેતી બે વર્ષની અરિહા શાહને ભારત પરત લાવવા માટે વિરોધ કર્યો હતો. 23 સપ્ટેમ્બર, 2021થી બર્લિનમાં લગભગ 150 થી 200 ભારતીયોએ જર્મનીના ફ્રેન્કફર્ટમાં એકઠા થઈને શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. આ વિરોધ 15 જુલાઈના રોજ થયો હતો અને તેનો ઉદ્દેશ્ય અરિહાના સાંસ્કૃતિક અધિકારોના ઉલ્લંઘન અને ભારત સરકારની અપીલને નકારી કાઢવાના વિરોધમાં હતો.ભારતીય વિરોધીઓએ અરિહાની સાંસ્કૃતિક ઓળખને માન આપવાની અને તેનું રક્ષણ કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અંદાજ મુજબ, ભારતીયો જર્મન વસ્તીના આશરે 0.2 ટકા છે અને 2023 સુધીમાં, બે લાખ ભારતીયો જર્મનીમાં વસ્યા છે. અરિહાની માતા ધારા શાહે અગાઉ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2021માં બાળકીને તેની દાદી દ્વારા આકસ્મિક રીતે ઈજા થઈ હતી, જેના કારણે જર્મન સત્તાધિકારીઓ તેને લઈ ગયા હતા. ધારા શાહે ભારત સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમની પુત્રીને ભારત પરત લાવવા માટે PM-સ્તરના હસ્તક્ષેપની વિનંતી કરી હતી. તેમણે છેલ્લા 20 મહિનાથી તેના બાળકથી અલગ રહેવા અંગે તેમની વેદના જણાવી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા, અરિંદમ બાગચીએ પુષ્ટિ કરી કે બર્લિનમાં MEA અને ભારતીય દૂતાવાસ બંને અરિહા શાહની ભારત પરત ફરવા માટે સતત હિમાયત કરી રહ્યા છે. અરિંદમ બાગચીએ ઉલ્લેખ કર્યો કે અરિહા એક ભારતીય નાગરિક છે જે 20 મહિનાથી વધુ સમયથી પાલક સંભાળમાં છે. તેમણે જર્મન સત્તાવાળાઓને વિનંતી કરી છે કે તેઓ તેમની જવાબદારી નિભાવે અને અરિહાને વહેલી તકે ભારત પરત મોકલે.

જર્મનીના ફ્રેન્કફર્ટમાં વિરોધનો ઉદ્દેશ્ય, અરિહાના ભારતમાં સુરક્ષિત પરત ફરવાની ખાતરી કરવા માટે તેમજ તેના કેસ વિશે જાગૃતિ લાવવાનો હતો. ભારતીય વિરોધકર્તાઓએ અરિહાની સાંસ્કૃતિક ઓળખ માટે સન્માનની અપીલ  કરી અને તેને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી હતી. 

અહી નોંધનીય છે કે અરિહા, એક જૈન પરિવારમાં જન્મેલી બાળકી છે તેનો જન્મ બર્લિનમાં થયો હતો જ્યારે તેના પિતા સોફ્ટવેર એન્જિનિયર તરીકે વર્ક વિઝા પર જર્મનીમાં પોસ્ટેડ હતા. તેની દાદીએ અકસ્માતે બાળકીને ઈજા પહોંચાડી હતી ત્યારે માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં તેમના પર જાતીય હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને બાળકની કસ્ટડી તેમનાથી છીનવી લીધી હતી.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ચાર્જ વગર ગુનાહિત તપાસ બંધ કરવામાં આવી હતી, જ્યારે બર્લિન ચાઈલ્ડ સર્વિસે કસ્ટડીનો કેસ દાખલ કર્યા પછી બાળક હજુ સુધી માતા પિતાને પરત કરવામાં આવ્યું નથી. તેની માતાનું કહેવું છે કે જો PM જાતે આ કેસમાં હસ્તક્ષેપ કરશે તો તેમણે તેમની બાળકી જલ્દીથી પરત મળશે એવી અમને આશા છે.