પાકિસ્તાનના દુષ્પ્રચાર મામલે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો જવાબ, કહ્યું- પહેલા PoK ખાલી કરો, પછી વાત કરો

પાકિસ્તાને ફરી એક વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ દરમિયાન રાગ કાશ્મીર આલાપ્યો હતો. જોકે પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અવારૂલ હક કાકરના ભાષણ સામે ભારતે પલટવાર કરીને પાડોશી દેશને 3 મુદ્દે સુધરવા માટે સલાહ આપી હતી.  UNGAની બીજી સમિતિ માટે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ અને યુવા રાજદ્વારી પેટલ ગહલોતે પાકિસ્તાનને ભારતના કબજાવાળા ક્ષેત્રો ખાલી કરવા […]

Share:

પાકિસ્તાને ફરી એક વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ દરમિયાન રાગ કાશ્મીર આલાપ્યો હતો. જોકે પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અવારૂલ હક કાકરના ભાષણ સામે ભારતે પલટવાર કરીને પાડોશી દેશને 3 મુદ્દે સુધરવા માટે સલાહ આપી હતી. 

UNGAની બીજી સમિતિ માટે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ અને યુવા રાજદ્વારી પેટલ ગહલોતે પાકિસ્તાનને ભારતના કબજાવાળા ક્ષેત્રો ખાલી કરવા અને સરહદ પાર આતંકવાદ રોકવા માટે સલાહ આપી હતી. આ સાથે જ પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોના માનવાધિકારોનું જે હદે ઉલ્લંઘન થઈ રહ્યું છે તેને પણ રોકવા માટે કહ્યું હતું. 

સંયુક્ત રાષ્ટ્રમાં પેટલ ગેહલોકનો જવાબ- પાકિસ્તાન પહેલા 3 મુદ્દે વાત કરે

પેટલ ગહલોતે કહ્યું હતું કે, દક્ષિણ એશિયામાં શાંતિ જાળવી રાખવા માટે પાકિસ્તાને 3 પગલાં ભરવા પડશે.

પહેલું- સરહદ પાર આતંકવાદને રોકી પોતાના આતંકવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તાત્કાલિક બંધ કરવું.

બીજું- ગેરકાયદેસર રીતે અને બળજબરીથી પચાવી પાડેલા ભારતીય ક્ષેત્રોને ખાલી કરો.

ત્રીજું- પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોના માનવાધિકારોનું સતત અને ગંભીરપણે જે ઉલ્લંઘન થઈ રહ્યું છે તેને રોકવામાં આવે.

જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ

ભારતીય રાજદ્વારી પેટલ ગહલોતે પાકિસ્તાનને ટાર્ગેટ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉપરાંત લદ્દાખ પણ ભારતનું અભિન્ન અંગ છે તે વાત દોહરાવી હતી. સાથે જ પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતોમાં નિવેદન આપવાનો કોઈ અધિકાર નથી તેમ જણાવ્યું હતું. પેટલ ગહલોતે કહ્યું હતું કે, “જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત મુદ્દાઓ સંપૂર્ણપણે ભારતના આંતરિક મુદ્દા છે.”

પાકિસ્તાનને દેખાડ્યો અરીસો

પેટલ ગહલોતે વિશ્વના સૌથી ખરાબ માનવાધિકાર રેકોર્ડ ધરાવતા દેશ પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, “પાકિસ્તાનને અમારી આંતરિક બાબતોમાં ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. જ્યારે અલ્પસંખ્યક અને મહિલાઓના અધિકારોની વાત આવે છે તો પાકિસ્તાન માટે એ સારૂં રહેશે કે તે વિશ્વની સૌથી વિશાળ લોકશાહી સામે આંગળી કરતા પહેલા પોતાનું ઘર સંભાળે.”

ભારત સામેના પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ પ્રચારને લઈ પેટલ ગહલોતે કહ્યું હતું કે, “પાકિસ્તાન એક આદતવશ અપરાધી બની ગયું છે. સંયુક્ત રાષ્ટ્રના સદસ્ય રાજ્ય અને અન્ય બહુપક્ષીય સંગઠન આ સારી રીતે જાણે છે કે પાકિસ્તાન પોતાનું ધ્યાન ભટકાવવા માટે આમ કરે છે.”

મુંબઈ હુમલાના ગુનેગારો સામે તપાસની માગ

પેટલ ગહલોતે પાકિસ્તાન સમક્ષ 2011માં થયેલા મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે વિશ્વસનીય અને ચકાસી શકાય તે પ્રકારની કાર્યવાહી કરવા આગ્રહ કર્યો હતો. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત લોકોની સૌથી મોટી સંખ્યાનું ઘર અને સંરક્ષક રહ્યું છે. 

પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની જે પ્રકારે હિંસા થઈ રહી છે તેના પર પ્રકાશ ફેંકતા પેટલ ગહલોતે કહ્યું હતું કે, “પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો વિરૂદ્ધ પ્રણાલીગત હિંસાનું એક જ્વલંત ઉદાહરણ ઓગષ્ટ 2023માં પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના જરનવાલામાં અલ્પસંખ્યક ઈસાઈ સમુદાય સામે મોટા પાયે ક્રૂરતા આચરવામાં આવી હતી. તેમાં કુલ 19 ચર્ચ નષ્ટ કરવામાં આવ્યા હતા અને 89 ઈસાઈઓના ઘર સળગાવી દેવાયા હતા.”