આઇફોન 15 માં પ્રોક્સિમિટી સેન્સર ડાયનેમિક આયલેન્ડની અંદર અપાશે 

iPhone 15 ડાયનેમિક આઇલેન્ડની અંદર પ્રોક્સિમિટી સેન્સર ફીચરનો ઉમેરો કરશે. એપલે તાજેતરમાં જ i phone 14 pro max લોન્ચ કર્યો છે. એપલના વિશ્લેષક મિંગ-ચી કુઓનાં જણાવ્યા પ્રમાણે  Apple આગામી iPhone 15 શ્રેણીમાં પ્રોકસીમિટી  સેંટર તેનાં  “ડાયનેમિક આઇલેન્ડ” ની અંદર જ આવરી લેવાશે. આ iPhone 14 થી અલગ છે,  તેમાં  ડિસ્પ્લે હેઠળ પ્રોકસીમિટી સેંટર રાખવામાં આવ્યું […]

Share:

iPhone 15 ડાયનેમિક આઇલેન્ડની અંદર પ્રોક્સિમિટી સેન્સર ફીચરનો ઉમેરો કરશે. એપલે તાજેતરમાં જ i phone 14 pro max લોન્ચ કર્યો છે. એપલના વિશ્લેષક મિંગ-ચી કુઓનાં જણાવ્યા પ્રમાણે  Apple આગામી iPhone 15 શ્રેણીમાં પ્રોકસીમિટી  સેંટર તેનાં  “ડાયનેમિક આઇલેન્ડ” ની અંદર જ આવરી લેવાશે. આ iPhone 14 થી અલગ છે,  તેમાં  ડિસ્પ્લે હેઠળ પ્રોકસીમિટી સેંટર રાખવામાં આવ્યું હતું.  જ્યારે વપરાશકર્તા ફોનને કાન સુધી પકડી રાખે છે અને સ્ક્રીન બંધ કરે છે ત્યારે પ્રોક્સિમિટી સેન્સર ડિટેક્ટ થાય છે. 

iPhone 15ના તમામ મોડલમાં iPhone 14 પ્રો જેવી જ ડાયનેમિક આઇલેન્ડ ડિઝાઇન હશે, પરંતુ તફાવત એ છે કે iPhone 15 સિરીઝમાં પ્રોક્સિમિટી સેન્સર ડાયનેમિક આઇલેન્ડની અંદર મૂકવામાં આવશે અને તેના કદમાં લગભગ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેની કિંમત 1099 ડોલર રહી શકે છે અને ભારતમાં તેની કિંમત 1.5 લાખ સુધી પહોંચી શકે છે. આ કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોંઘો અને પ્રીમિયમ સ્માર્ટ ફોન બની રહેશે. આ ફોન iPhoneના પ્રો મેક્સ વેરિયન્ટનું સ્થાન લઈ શકે છે. 

ટેકનિકલ સમસ્યાને કારણે એપલ 2025 સુધી અંદર ડિસ્પ્લે ફેસ આઈડી રજૂ નહીં કરે તેમ અનાનલિસ્ટ રોસ યંગે જાનાવ્યું હતું. 

Appleના iPhone 15 વિશે અત્યાર સુધી ઘણી માહિતી સામે આવી છે. Apple આ વર્ષના અંત સુધીમાં આ ફોન લોન્ચ કરી શકે છે. દરમિયાન MacRumoursના એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે, Apple iPhone 15માંથી SIM કાર્ડ ટ્રેને સંપૂર્ણપણે દૂર કરી શકે છે. એટલે કે તમને આમાં સિમ કાર્ડ ટ્રેનો વિકલ્પ મળશે નહીં અને ઇ-સિમ સાથે કામ કરવું પડશે. આ પ્રકારના iPhone કંપની પહેલેથી જ અમેરિકામાં વેચે છે. હવે કંપની આ સુવિધાને ફ્રાન્સ અને યુરોપિયન દેશોમાં પણ લાગુ કરવા જઈ રહી છે.

હાલના અપડેટ મુજબ ઈ-સિમ સાથેનો આઈફોન માત્ર યુએસ, ફ્રાન્સ અને કેટલાક યુરોપિયન દેશોમાં જ લોન્ચ કરવામાં આવશે. ભારતમાં કંપની સિમ કાર્ડ ટ્રે સાથેનો iPhone લોન્ચ કરશે. કારણ કે ભારતમાં ઈ-સિમ કાર્ડ એટલું લોકપ્રિય નથી અને એપલ બજારને જોયા પછી જ ફોનને બહાર પાડશે.

મળતી માહિતી પ્રમાણે હવે નવા iPhoneમાં તમને હેપ્ટિક બટન મળશે. એટલે કે, તમે આ બધી વસ્તુઓ સ્પર્શ દ્વારા કરી શકશો. કંપની આ ફીચર ફક્ત ટોપ એન્ડ મોડલમાં જ આપશે. કંપની ફોનની અંદર એક નાની મોટર પણ લગાવશે, જેથી જ્યારે તમે હેપ્ટિક બટનને ટચ કરશો ત્યારે તમને વાઇબ્રેશન દ્વારા ખબર પડશે કે તમે ફોનને કમાન્ડ આપ્યો છે. જો કે તે ફિચરને iPhone 15 માં ઉમેરવામાં આવ્યું છે કે તેમ તેની જાણકારી હજુ બહાર આવી નથી.