ભારત આવી રહેલાં દરિયાઈ જહાજ પર ઈરાને કર્યો હતો ડ્રોન હુમલોઃ પેન્ટાગોન

આ ઘટના એ સમયે બની હતી કે જ્યારે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ ઈઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે લાલ સાગરમાં જહાજો પર હુમલો કર્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • લાલ સાગરમાં જહાજો પર હુમલા વધ્યા
  • પેન્ટાગોને ઈરાન પર લગાવ્યો ગંભીર આરોપ
  • ઈરાને ડ્રોન હુમલો કરાવ્યો હોવાનો દાવો

વોશિંગ્ટનઃ શનિવારે ભારતા તટ પર એક વેપારને લગતા જહાજ પર શંકાસ્પદ ડ્રોન હુમલો થયો હતો. આ હુમલાને લઈ પેન્ટાગોન દ્વારા એક ખાસ નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં કહેવામા આવ્યું છે કે, આ ડ્રોન ઈરાને લોન્ચ કર્યુ હતુ. મોટર જહાજ કેમ પ્લૂટો, એક લાઈબેરિયા ધ્વજાંકિત, જાપાનનું અને નેધરલેન્ડ સંચાલિત રસાયણિક ટેન્કર પર સ્થાનિક સમય મુજબ લગભગ 10 વાગે હિંદ મહાસાગરમાં આ શંકાસ્પદ ડ્રોન હુમલો કર્યો હતો. જ્યારે આ હુમલો થયો ત્યારે તે ભારતીય તટથી લગભગ 200 દરિયાઈ માઈલ દૂર હતુ. જહાજના ચાલકદળમાં 21 ભારતીય પણ સામેલ હતા. 

કેવી રીતે બની ઘટના
આ ઘટના એવા સમયે બની કે જ્યારે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ ઈઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે લાલ સાગરમાં જહાજો પર હુમલા વધારી દીધા હતા. આવું પહેલીવાર બન્યું છે કે, જ્યારે પેન્ટાગોને ઈરાન પર સીધો આરોપ લગાવ્યો છે. આ જહાજ સાઉદી અરબના એક બંદરગાહથી કાચુ તેલ લઈને મંગલુરુ બંદરગાહ જઈ રહ્યું હતું. 

રિપોર્ટ શું કહે છે?
એક રિપોર્ટ મુજબ, એમવી કેમ પ્લૂટોનું સંચાલન કરનારી ડચ કંપની ઈઝરાયલી શીપિંગ ટાઈકૂન ઈદાન ઓફર સાથે સંકળાયેલી છે. ભારતીય નૌસેનાના એક અધિકારીએ જણાવ્યું કે, વેપારી જહાજની મદદ કરવા માટે એક જહાજ રવાના કરવા માટે આવ્યું હતુ.  સૂત્રોએ જણાવ્યું કે, યૂનાઈટેડ કિંગડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન દ્વારા ઘટનાની સૂચના મળ્યા બાદ નૌસેનાના પી-8 આઈને અને તેના ચાલકદળને તૈનાત કરવામાં આવ્યા છે. 

કોઈ જાનહાનિ નહીં 
ત્યારે જાણવા મળ્યું કે, જહાજ એમવી કેમ પ્લૂટો અને તેના ચાલકદળ તમામ લોકો સુરક્ષિત છે. તેઓએ જણાવ્યું કે,  ભારતીય નૌસેનાએ મદદ માટે એક યુદ્ધ જહાજ મોકલી આપ્યું હતું. ભારતીય તટરક્ષકે પણ આ મામલે કાર્યવાહી કરી હતી. પોતાનું જહાજ આઈસીજીએસ વિક્રમને ઘટના સ્થળે રવાના કર્યુ હતુ. હુમલા બાદ જહાજ પર આગ પણ લાગી હતી. રાહતની વાત એ છે કે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.