Israelએ 26/11 હુમલા માટે જવાબદાર લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કર્યું

લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં હુમલા કર્યા હતા

Courtesy: Image: Twitter

Share:

 

Israel: આ મહિનાના અંતમાં મુંબઈ આતંકવાદી હુમલાની 15મી વરસી નિમિત્તે એક મહત્વપૂર્ણ પગલામાં, ઈઝરાયલે (Israel) આજે સત્તાવાર રીતે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) ને આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કર્યું છે. 

 

2008ની 26 નવેમ્બરની રાત્રે મુંબઈમાં 10 જગ્યાઓએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ હુમલા કર્યા હતા. તેમાં 238 વિદેશી નાગરિકો સહિત 166 લોકોના મૃત્યુ થયા હતા તેમજ 300થી વધારે લોકો ઘાયલ થયા હતા.

 

તેને "ઘાતક અને નિંદનીય" સંગઠન ગણાવતા, ઈઝરાયલે (Israel) સ્પષ્ટતા કરી કે તેણે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કરવાનો નિર્ણય લીધો છે, જોકે ભારત તરફથી આવી કોઈ વિનંતી કરવામાં આવી નથી.

 

ઈઝરાયલી દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારત સરકાર દ્વારા આમ કરવા માટે વિનંતી કરવામાં આવી ન હોવા છતાં, ઈઝરાયલ (Israel)એ ઔપચારિક રીતે તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે અને લશ્કર-એ-તૈયબાને ગેરકાયદેસર આતંકવાદી સંગઠનોની ઈઝરાયલની યાદીમાં ઉમેરવાની મંજૂરી આપી છે. તમામ જરૂરી તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે." 

લશ્કર-એ-તૈયબા ભારતીય નાગરિકોની હત્યા માટે જવાબદાર છે: Israel

ઈઝરાયલી દૂતાવાસના નિવેદનમાં જણાવ્યું હતું કે, "લશ્કર-એ-તૈયબા એક ઘાતક અને નિંદનીય આતંકવાદી સંગઠન છે, જે સેંકડો ભારતીય નાગરિકોની તેમજ અન્ય લોકોની હત્યા માટે જવાબદાર છે. 26 નવેમ્બર, 2008 ના રોજ તેની ઘૃણાસ્પદ કાર્યવાહી આજે પણ તમામ શાંતિ ઈચ્છતા દેશો અને સમાજોમાં ગુંજી રહી છે." 

 

આ હુમલા, જેની વ્યાપક વૈશ્વિક નિંદા કરી, તે 26 નવેમ્બરના રોજ શરૂ થયો અને 29 નવેમ્બર, 2008 સુધી ચાલ્યા. કેટલાક વિદેશી નાગરિકો સહિત કુલ 166 લોકો મૃત્યુ પામ્યા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા.

 

તાજેતરમાં 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયલ (Israel) પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઈઝરાયલના 1400 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ ઈઝરાયલે ગાઝા પટ્ટી પર ભારે બોમ્બમારો કર્યો હતો, જેમાં 11,000થી વધુ લોકોના મોત થયા છે.  

 

ભારત હમાસને આતંકી સંગઠન જાહેર કરે

ઈઝરાયલનું માનવું છે કે હમાસને ભારતે ત્રાસવાદી સંગઠન જાહેર કરવું જોઈએ અને તેના પર પ્રતિબંધની જાહેરાત કરવી જોઈએ. ભારત ખાતે ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું કે હવે ભારતે પણ હમાસને સત્તાવાર રીતે ત્રાસવાદી સંગઠન જાહેર કરવું જોઈએ. 

 

સ્વયંસંચાલિત શસ્ત્રો અને હેન્ડ ગ્રેનેડથી સજ્જ આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી રેલ્વે સ્ટેશન, લોકપ્રિય લિયોપોલ્ડ કાફે, બે હોસ્પિટલો અને એક થિયેટર સહિત મુંબઈમાં વિવિધ સ્થળોએ નાગરિકોને નિશાન બનાવ્યા હતા. નરીમન હાઉસ અને ઓબેરોય ટ્રાઈડેન્ટ અને તાજમહેલ પેલેસ હોટલમાં હજારો લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.

 

2008ના મુંબઈના આતંકવાદી હુમલાએ ઈઝરાયલ (Israel)માં આક્રોશ જગાવ્યો હતો. આતંકવાદી હુમલાનો ભોગ બનેલા 166 લોકોમાં છ યહૂદીઓ પણ સામેલ હતા. તે બધાની હત્યા નરીમન હાઉસમાં કરવામાં આવી હતી.