Israel-Hamas war: ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ગાઝામાં હમાસના 150 અંડરગ્રાઉન્ડ ઠેકાણાં પર હુમલો કર્યો

Israel-Hamas war: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 22મો દિવસ છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ શુક્રવારે રાત્રે ગાઝા પટ્ટીમાં તેમનો બોમ્બમારો વધારી દીધો હતો અને ગાઝામાં હમાસના 150 અંડરગ્રાઉન્ડ ઠેકાણાં (Underground Bases) પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ગાઝા વિસ્તારમાં સંદેશવ્યવહાર ખોરવાઈ ગયો છે અને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લગભગ […]

Share:

Israel-Hamas war: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 22મો દિવસ છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ શુક્રવારે રાત્રે ગાઝા પટ્ટીમાં તેમનો બોમ્બમારો વધારી દીધો હતો અને ગાઝામાં હમાસના 150 અંડરગ્રાઉન્ડ ઠેકાણાં (Underground Bases) પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ગાઝા વિસ્તારમાં સંદેશવ્યવહાર ખોરવાઈ ગયો છે અને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લગભગ 2.3 મિલિયન લોકો એકબીજા સાથે તેમજ બહારની દુનિયાના સંપર્કથી દૂર થઈ ગયા. 

ઈઝરાયલના મુખ્ય સૈન્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ સ્વીકાર્યું કે ઈઝરાયલે ગાઝામાં “યુદ્ધના ઉદ્દેશ્યોને હાંસલ કરવા” માં હુમલામાં વધારો કર્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સહિત બહુવિધ સંગઠનોએ જણાવ્યું હતું કે તેઓએ ગાઝામાં તેમના લોકો અને ગાઝામાં જમીન પર કાર્યરત તેની તમામ ટીમો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે ગુમાવી દીધો છે.

હમાસના નેતૃત્વ હેઠળના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરથી ગાઝામાં IDF દ્વારા કરવામાં આવેલા જવાબી હવાઈ હુમલા (Israel-Hamas war)માં ઓછામાં ઓછા 7,300 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

વધુ વાંચો: જો બાઈડન-નેતન્યાહુએ ગાઝામાં માનવીય સહાય અંગે કરી વાતચીત

7 ઓક્ટોબરે ગાઝા સરહદથી હમાસ દ્વારા ઈઝરાયલના શહેરો પર હુમલો (Israel-Hamas war) કર્યા પછી ઈઝરાયલમાં 1,400 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા. તે ઉપરાંત, વિદેશીઓ સહિત ઓછામાં ઓછા 222 લોકોને હમાસ દ્વારા આક્રમણ દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી ચારને મુક્ત કરવામાં આવ્યા છે.

શુક્રવારે રાત્રે અંડરગ્રાઉન્ડ ઠેકાણાં (Underground Bases) પર બોમ્બમારો વધતા અને જમીની હુમલા વચ્ચે, હમાસે કહ્યું કે તે ‘સંપૂર્ણ શક્તિ’ સાથે ઈઝરાયલના હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર છે.

શનિવારે મોડી રાત્રે સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બ્લીમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas war)ને રોકવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં 120 વોટ પડયા, જ્યારે 14 દેશોએ વિરોધમાં મતદાન કર્યું હતું. ઈઝરાયલે આ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારત સહિત 45 દેશોએ મતદાન કર્યું નથી. 

ન્યૂયોર્કમાં આયોજિત યુએનની બેઠકમાં ઈઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડાને કહ્યું હતું કે અમે હમાસને આવા અત્યાચારો કરવાની મંજૂરી આપીશું નહીં. ઈઝરાયલને પોતાની રક્ષા કરવાનો અને આ પ્રકારના અત્યાચાર ફરી ક્યારેય થાય નહીં તે સુનિશ્ચિત કરવાનો અધિકાર છે અને એવું ત્યારે જ થશે જ્યારે હમાસનો સંપૂર્ણ રીતે ખાત્મો થઈ જાય.

વધુ વાંચો: ભારતે યુદ્ધગ્રસ્ત ગાઝામાં પેલેસ્ટાઈનીઓને માનવતાવાદી સહાય મોકલી

IDFએ કહ્યું હતું કે હમાસનું મુખ્ય ઓપરેશન બેઝ (Underground Bases) પરગાઝાની સૌથી મોટી અલ-શિફા હોસ્પિટલની નીચે છે. IDFએ આ સંબંધિત સેટેલાઈટ ઈમેજ જાહેર કરી છે.

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું, “અમારી પાસે પુરાવા છે કે હોસ્પિટલમાં સેંકડો આતંકવાદીઓ છુપાયેલા છે અને આતંકવાદીઓ આ પાયા સુધી પહોંચવા માટે ટનલનો ઉપયોગ કરે છે.”