ઇઝરાયલે હમાસના આતંકવાદીઓના હુમલા વચ્ચે કટોકટી એકતા સરકારની રચના પર ચર્ચા કરી

ઇઝરાયલના ટોચના નેતાઓએ હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કટોકટીની રાષ્ટ્રીય એકતા સરકારની રચના કરવા માટે તેમના મતભેદોને બાજુ પર રાખવાની શક્યતા અંગે ચર્ચા કરવાનું શરૂ કર્યું છે. નેતન્યાહુએ વિપક્ષી નેતાઓ સાથે બેઠક યોજી હતી ઇઝરાયલના દૈનિક અખબાર હારેટ્ઝના અહેવાલ મુજબ, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વિપક્ષી નેતાઓ […]

Share:

ઇઝરાયલના ટોચના નેતાઓએ હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કટોકટીની રાષ્ટ્રીય એકતા સરકારની રચના કરવા માટે તેમના મતભેદોને બાજુ પર રાખવાની શક્યતા અંગે ચર્ચા કરવાનું શરૂ કર્યું છે.

નેતન્યાહુએ વિપક્ષી નેતાઓ સાથે બેઠક યોજી હતી

ઇઝરાયલના દૈનિક અખબાર હારેટ્ઝના અહેવાલ મુજબ, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વિપક્ષી નેતાઓ યાયર લેપિડ અને બેની ગેન્ટ્સ શનિવારે આ અંગે ચર્ચા કરી હતી. બંને વિપક્ષી નેતાઓએ સરકારમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ લેપિડે જમણેરી નેતાઓ અને મંત્રીઓ બેઝલેલ સ્મોટ્રીચ અને ઈટામર બેન ગ્વીરને હટાવવાની માંગ કરી હતી.

લેપિડે કટોકટી સરકારમાં જોડાવાની ઓફર કરી

ગયા વર્ષે ડિસેમ્બરમાં નેતન્યાહુ સત્તામાં પાછા ફર્યા તે પહેલા યાયર લેપિડ દેશના વડાપ્રધાન હતા. બેની ગેન્ટ્સ સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના ચીફ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 

અખબારના અહેવાલ મુજબ, જ્યારે બેન્જામિન નેતન્યાહૂ તેમને સુરક્ષા બેઠક માટે મળ્યા ત્યારે તેમણે બંને નેતાઓને ઈમરજન્સી એકતા સરકારમાં સામેલ થવાની ઓફર કરી. જો કે, દાવાઓને નકારી કાઢતા કહ્યું હતું કે તેમણે જ નેતન્યાહુ સાથેની બેઠક બાદ એકતા સરકાર બનાવવાનો વિકલ્પ રજૂ કર્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં બેન્જામિન નેતન્યાહૂ સત્તામાં પાછા ફર્યા તે પહેલા યાયર લેપિડ દેશના વડાપ્રધાન હતા.

મર્યાદિત કટોકટી સરકાર બનાવવા માટે તૈયાર છું : બેની ગેન્ટ્સ

ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટ્સ કહ્યું કે તેઓ સુરક્ષાની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરતી સરકારમાં જોડાવાનું સકારાત્મક રીતે વિચારી રહ્યા છે. તેઓ ભૂતકાળમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના ચીફ ઓફ સ્ટાફ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. 

લેપિડે મીટિંગ દરમિયાન નેતન્યાહુને જણાવ્યું હતું કે  “આ કટોકટીની પરિસ્થિતિ દરમિયાન, હું તમામ મતભેદોને બાજુ પર મૂકીને અને અમે જે મુશ્કેલ, જટિલ અને લાંબા અભિયાનનો સામનો કરી રહ્યા છીએ તે હાથ ધરવા માટે એક વ્યાવસાયિક, મર્યાદિત કટોકટી સરકાર બનાવવા માટે તૈયાર છું,” અખબારે અહેવાલ આપ્યો છે. આપણે જે સામનો કરી રહ્યા છીએ તેનું સંચાલન કરી શકીએ છીએ. લેપિડે એક નિવેદનમાં કહ્યું કે નેતન્યાહુ જાણે છે કે તેમનું કટ્ટરવાદી અને બિન-કાર્યકારી કેબિનેટ યુદ્ધનું સંચાલન કરી શકતું નથી.

ઇઝરાયેલી મીડિયા જેરુસલેમ પોસ્ટ પર સાયબર હુમલો

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે હેકર્સે ઇઝરાયલના અગ્રણી અને સૌથી વધુ વેચાતા અંગ્રેજી અખબારને સાયબર એટેકથી નિશાન બનાવ્યું છે. ઇઝરાયલ અખબારે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે જેરુસલેમ પોસ્ટને આજે સવારે બહુવિધ સાયબર હુમલાઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે અમારી સાઇટ ક્રેશ થઈ ગઈ હતી.

સમગ્ર મામલો શું છે?

હમાસના આતંકવાદીઓએ શનિવારના રોજ એક મોટી યહૂદી રજા દરમિયાન ઇઝરાયલ પર અચાનક હુમલો કર્યો, જેમાં 26 સૈનિકો સહિત ઓછામાં ઓછા 300 લોકો માર્યા ગયા અને ઘણાને બંધક બનાવ્યા. તે જ સમયે, ઇઝરાયેલ દ્વારા જવાબી કાર્યવાહીમાં ગાઝામાં ઓછામાં ઓછા 250 લોકો માર્યા ગયા.