હમાસના આતંકીઓને સુરંગોમાંથી કાઢવા ઈઝરાયલી સેનાની જબરી ટ્રીક, અંદર દરિયાઈ પાણી છોડવાનો પ્લાન

Israel Flood Gaza Tunnels: ઈઝરાયેલા ગમે તે ભોગે હમાસને ખતમ કરવાની કસમ ખાધી છે. તેણે ગાઝા પટ્ટીમાં સતત હવાઈ હુમલા અને જમીની હુમલા કર્યા છે. જેમાં 15 હજારથી પણ વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગાઝામાં ફેલાયેલા સુરંગ નેટવર્કને ખતમ કરવા માગે છે ઈઝરાયલ
  • સમુદ્રમાંથી પાઈપ લગાવીને સુરંગોમાં દરિયાઈ પાણી છોડવાનો પ્લાન
  • સુરંગોમાં પાણીનું પૂર લાવીને સુરંગો નષ્ટ કરવાની યોજના

ગાઝાઃ ઈઝરાયલની સેનાએ ગાઝામાં સુરંગોના નેટવર્કને ખતમ કરવા માટે જબરી ટ્રીક અપનાવી છે. ઈઝરાયલની આર્મી પંપથી આ સુરંગોમાં દરિયાઈ પાણી છોડીને તેને ભરવાની તૈયારીઓ કરી રહી છે. જેના માટે ઈઝરાયલે પંપોની એક મોટી સિસ્ટમ બનાવી છે. જેનો ઉપયોગ ગાઝા પટ્ટી નીચે હમાસના સુરંગોનું વિશાળ નેટવર્કને તોડી પાડવા માટે કરવામાં આવી રહ્યો છે. જેનાથી હમાસના આતંકીઓ સુરંગમાંથી બહાર આવી જાય, એવા રિપોર્ટ સામે આવ્યા છે. 

શું છે રિપોર્ટમાં?
રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ઈઝરાયલની ફોર્સે ગયા મહિને શરણાર્થી શિબીર પાસે પાંચ મોટા પંપિંગ સ્ટેશન બનાવ્યા છે. જે દરેક કલાકે ક્યૂબીક મીટર પાણી પંપ કરીને પૂર લાવવા માટે પૂરતી છે. હમાસના સુરંગ નેટવર્કમાં આ પંપ પૂર લાવી શકે એટલા સક્ષમ છે. અધિકારીઓનું કહેવું છે કે, ઈઝરાયેલે ગયા મહિને આ યોજના વિશે અમેરિકાને જણાવ્યું હતું. જો કે, હજુ સુધી એ નક્કી થયુ નથી કે આને લાગુ કરવામાં આવ્યું છે કે નહીં. 

જબરી ટ્રીક અપનાવી 
આ રણનીતિ સાથે ઈઝરાયલ સુરંગોને નષ્ટ કરીને હમાસના આતંકીઓ પાસેથી તેમની જમીન કબજે કરી શકે છે. એટલું જ નહીં ગાઝાની પાણીની વ્યવસ્થાને પણ તે અસર કરી શકે છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઈઝરાયલની આ પ્લાનથી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સહમત નથી. કેટલાંક અધિકારીઓએ આ પ્લાન સાથે સંમતિ દર્શાવી હતી. 

બે મહિનાથી ચાલી રહ્યું છે યુદ્ધ 
મહત્વનું છે કે, છેલ્લાં બે મહિનાથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હજારો લોકોના જીવ ગયા છે. ઈઝરાયલે ઉત્તર ગાઝાના મોટાભાગના વિસ્તારો પર કબજો જમાવી દીધો છે. પરંતુ શહેરોમાં જે સુરંગોનું નેટવર્ક છે એને તોડી શક્યા નથી. જે સેના માટે મોટો પડકાર બની ગયો છે. હમાસના લડાકુઓ આ સુરંગો વિશે સારી રીતે જાણે છે. આનાથી તેઓ સરળતાથી યુદ્ધ લડી શકે છે. ત્યારે આ સ્થિતિમાં ઈઝરાયલની સેનાએ અંદર જવુ યોગ્ય નથી.